લકઝરી જિંદગી જીવે છે સાઉથના આ સુપરસ્ટાર, કરોડોમાં છે ઘરની કિંમત, જોઇ લો તસવીરોમાં ખાસ
દક્ષિણ ભારતીય સિનેમાના કલાકારોના ફેનની લિસ્ટ ફક્ત સાઉથમાં જ નહીં પણ હિન્દી ઓડિયન્સ પણ આ તેલુગુ અને તમિલ કલાકારોની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. એમાંથી અમુક કલાકાર તો એવા પણ છે જેમને સાઉથની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો અને એમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. રજનીકાંત, કમલ હસન, પ્રભાસ, ધનુષ જેવા ઘણા એવા સાઉથ સિનેમાના સ્ટાર્સ છે જેમની ફેન ફોલોઇંગ આખી દુનિયામાં છે. આ કલાકારોએ ફિલ્મી પડદા પર પોતાના પ્રદર્શનથી લાખો લોકોની દિલ જીત્યું છે. જો તમે એ વિચારો છો કે ફક્ત બોલિવુડના કલાકારો જ કરોડોમાં ફિસ લે છે તો એવું નથી. દક્ષિણ સિનેમાના સ્ટાર્સ પણ ફી લેવાની બાબતમાં અને લકઝરી જિંદગી જીવવામાં કોઈનાથી પાછળ નથી.

બોલીવુડની જેમ જ સાઉથ સિનેમાના કલાકારો પણ આલિશાન ઘરમાં રહે છે અને લકઝરી લાઈફ જીવે છે. જો સાઉથ સિનેમાના સ્ટાર્સના ઘરની વાત કરવામાંઆવે તો એ જે ઘરોમાં રહે છે એની કિંમત કરોડોમાં છે. સાઉથની ફિલ્મોમાં કામ કરનાર સ્ટાર્સના ઘરને બહારથી જોઈને જ એમની લેવીસ લાઇફસ્ટાઇલનો અંદાજો લાગવી શકાય છે. આજે અમે તમને આવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવીશું.
કમલ હાસન.

કમલ હસન પોતાના સમયમાં સાઉથ અને હિન્દી સિનેમાના બન્નેમાં સક્રિય રહ્યા છે. એટલે એમના ફેન્સ ન ફક્ત સાઉથ સિનેમામાં છે પણ બોલિવુડમાં પણ છે. હિન્દી, તમિલ, તેલુગુ સિવાય એમને બંગાળી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઘણી ફિલ્મોમાં પોતાની દમદાર અભિનય બતાવનાર કમલ હસન ચેન્નઈમાં જ રહે છે, ત્યાં એમનો એક વિશાળ બંગલો છે જેની કિંમત કરોડોમાં છે.
રજનીકાંત.

રજનીકાંતને સાઉથ સીનેમામાં પૂજવામાં આવે છે પણ બોલીવુડમાં પણ એમના ફેન્સની કમી નથી. રજનીકાંતને એમના અભિનય માટે તો જબરદસ્ત પ્રશંશા મળે છે પણ એ સાથે જ ફિલ્મોમાં ચશ્મા પહેરવાના એમના અંદાજ અને એમની ફેશનને પણ ઘણી પસંદ કરવામાં આવે છે.ઘણા લોકો રજનીકાંતની આ સ્ટાઈલને કોપી કરવાની કોશિશ કરે છે. રજનીકાંત પણ ચેન્નઈમાં એક મોટા બંગલામાં પોતાના પરિવાર સાથે રહે છે જેની કિંમત કરોડોમાં છે.
નયનતારા.

નયનતારા દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક છે, એમને ઘણા મોટા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. નયનતારાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત મલયાલમ ફિલ્મ માનસીનાકાળેથી કરી હતી. એમને સાઉથમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. બોલિવુડ અભિનેત્રીઓની જેમ જ એ સારી એવી ફી લે છે. નયનતારાનું કોચીમાં ખૂબ જ મોટું અને શાનદાર ફ્લેટ છે
મહેશ બાબુ

મહેશ બાબુને કોઈ ઓળખાણની જરૂર નથી. એમના ફેન માટે એમનું નામ જ પૂરતું છે. મહેશ બાબુ સાઉથ સિનેમાના સુપરસ્ટાર છે, લોકો એમની ફિલ્મોને ખૂબ જ પસંદ કરે છે. મહેશ બાબુ કરોડોમાં ફક્ત પોતાની ફિલ્મોની ફી નથી લેતા પમ કરોડોના આલિશાન બંગલામાં રહે પણ છે. હૈદરાબાદના જુબલી હિલ્સમાં એમની પોતાનો એક આલિશાન બંગલો છે જ્યાં એ પોતાની પત્ની નમ્રતા શિરોડકર અને બાળકો સાથે રહે છે.
ચિરંજીવી.

ઇન્દ્રા ધ ટાઇગર, ધ જેન્ટલમેન, પ્રતિબંધ જેવી ઘણી ઉમદા ફિલ્મો આપનાર અભિનેતા ચિરંજીવી સાઉથ સિનેમાનો મોટું નામ છે. સાઉથની સાથે સાથે દિગગજ અભિનેતાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. લોકો રજનીકાંતની જેમ જ એમને પણ સાઉથ સિનેમામાં ખૂબ જ માને છે. એમના દીકરા રામ ચરણ પણ સાઉથમાં ઘણા લોકપ્રિય છે. ચિરંજીવી પોતાના પરિવાર સાથે હૈદરાબાદમાં એક વિશાળ બંગલામાં રહે છે.
પ્રભાસ.

બાહુબલી બનીને બધાના દિલો પર છવાયેલા પ્રભાસ સાઉથમાં સુપરસ્ટાર છે. આમ તો બાહુબલી પડદા પર આવી એ પહેલાં પણ પ્રભાસની હિન્દી ઓડિયન્સ ઘણી હતી પણ બાહુબલી પાર્ટ વન અને ટુ પછી એમના ફેન્સનું લિસ્ટ ડબલ થઈ ગયું છે. આજે એ સાઉથ સિનેમાની સાથે સાથે હિન્દી સિનેમામાં પણ ઘણી ફિલ્મો કરી રહ્યા છે. પ્રભાસ એક લકઝરી લાઈફ જીવે છે.એમનું હૈદરાબાદમાં ખૂબ જ મોટું ઘર છે જેની કિંમત કરોડોમાં છે.
અલ્લુ અર્જુન.

અલ્લુ અર્જુનને સાઉથ સિનેમામાં એમની ફિલ્મોની સાથે સાથે એમના ડાન્સ માટે પણ લોકો ઘણા પસંદ કરે છે. ન ફક્ત સાઉથમાં પણ હિન્દીમાં પણ અલ્લુ અર્જુનના એક્શનને બધા પસંદ કરે છે. એમને આર્યા 2, વેદમ, વરૂડું જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અલ્લુ અર્જુનને ત્રણવાર નંદી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. મહેશ બાબુની જેમ જ અલ્લુ અર્જુન પણ હૈદરાબાદના જુબલી હિલમાં એક આલીશાન બંગલામાં રહે છે.
0 Response to "લકઝરી જિંદગી જીવે છે સાઉથના આ સુપરસ્ટાર, કરોડોમાં છે ઘરની કિંમત, જોઇ લો તસવીરોમાં ખાસ"
ટિપ્પણી પોસ્ટ કરો