બોલિવુડના આ સુપર સ્ટાર પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં
આજે અમે તમને જણાવીશું બોલિવુડના એવા સુપરસ્ટાર વિશે જેમની પાસે છે પોતાના પ્રાઇવેટ જેટ. જ્યારે પણ એ ફેમીલી સાથે ફરકે જાય છે તો આ પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે. તો ચાલો એક નજર નાખી લઈએ.
અક્ષય કુમાર.
બોલીવુડમાં ખેલાડી કુમારના નામે જાણીતા બનેલા અક્ષય કુમાર એ સુપરસ્ટારમાંથી એક છે જેમની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે. જેની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે. જ્યારે અક્ષય ફિલ્મોના પ્રમોશન અને શૂટિંગ માટે વિદેશ જાય છે કે પછી ફેમિલી સાથે વેકેશન માણવા ફોરેન જાય છે તો આ પ્રાઇવેટ જેટમાં જ જાય છે.

અજય દેવગન.
મસેરાતી ક્વાટ્રોપોર્ટ, બીએમડબલ્યુ જેડ4 અને ઓડી એ5 સ્પોર્ટબેક જેવી લકઝરી ગાડીઓના શોખીન અજય દેવગન પાસે પોતાનું એક પ્રાઇવેટ જેટ પણ છે. એમની પાસે એરક્રાફ્ટ સિક્સ સીટર હોકર 800 છે. સૂત્રો અનુસાર એ બોલિવુડના પહેલા સ્ટાર છે જેમની પાસે પોતાનું સિક્સ સીટર પ્રાઇવેટ જેટ છે.તે ઘણી વખત તેની ફિલ્મના શૂટિંગ માટે વિદેશ જાય અથવા પ્રમોશનલ ઇવેન્ટ્સ માટે પ્રવાસ કરે છે.
પ્રિયંકા ચોપડા.

ગ્લોબલ સેન્સેશન બની ગયેલી પ્રિયંકા ચોપડા પાસે પણ પોતાનું પ્રાઇવેટ જેટ છે. જ્યારે એની પાસે સમયની કમી હોય છે ત્યારે પ્રિયંકા ઘણીવાર પોતાના પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે. અમેરિકા અને ભારતમાં આવવા જવા માટે પ્રિયંકા મોટાભાગે પોતાના જેટનો જ ઉપયોગ કરે છે.
અમિતાભ બચ્ચન
બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાના પ્રાઇવેટ જેટના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સિવાય એમના પુત્ર અભિષેક બચ્ચને પણ થોડા સમય પહેલા એમના પ્રાઇવેટ જેટનો ફોટો શેર કર્યો હતો. અમિતાભ બચ્ચન જ્યારે પણ ફેમીલી સાથે ફોરેન ટુર પર જાય છે તો આ પ્રાઇવેટ જેટમાં જ જાય છે.
શિલ્પા શેટ્ટી.

બોલીવુડની ફિટનેસ ફ્રિક એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પાસે પણ પોતાનું પ્રાઇવેટ જેટ છે. જ્યારે શિલ્પા પોતાના પરિવાર સાથે વેકેશન ગાળવા ફોરેન જાય છે તો આ જેટમાં જ જાય છે.
શાહરુખ ખાન.

બાદશાહ ખાન એવા શાહરુખ ખાન પાસે પણ પોતાનું પ્રાઇવેટ જેટ છે. વર્ષ 2016માં પોતાના એક ઇન્ટરવ્યૂમાં શાહરુખ ખાને કહ્યું હતું કે હું પ્લેન ખરીદવા માંગતો હતો પણ હમણાં મારી પાસે પૈસા નથી. આજે એમની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે.
માધુરી દીક્ષિત.

90ના દાયકાની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક માધુરી દીક્ષિત છે. ડૉ. શ્રી રામ નેને સાથે લગ્ન કરીને એ અમેરિકા વસી ગઈ હતી પણ થોડા વર્ષ અમેરિકામાં રહ્યા પછી એ પાછી ભારતમાં આવી ગઈ. માધુરી પણ લકઝરી લાઈફની શોખીન છે. એમની પાસે પોતાનું જેટ છે અને ફેમીલી સાથે વિદેશ જવા માટે એ આ જેટનો જ ઉપયોગ કરે છે.
સૈફ અલી ખાન.
નવાબ સૈફ અલી ખાન પાસે પણ પોતાની પર્સનલ જેટ છે. પત્ની કરીના સહિત ફેમીલી સાથે ફરવા જવા માટે એ આ જેટનો ઉપયોગ કરે છે.

સની લિયોન.
સની લિયોન પાસે પણ પોતાનું એક પ્રાઇવેટ જેટ છે. એક સમય હતો જ્યારે સની મુંબઈમાં ઘર લેવા માટે સંઘર્ષ કરી રહી હતી પણ આજે એમને પોતાની મહેનત અને લગનથી ખૂબ જ ઓછા સમયમાં પોતાના માટે એક પ્રાઇવેટ જેટ ખરીદી લીધું. એ પોતાના પ્રાઇવેટ જેટના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "બોલિવુડના આ સુપર સ્ટાર પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં"
ટિપ્પણી પોસ્ટ કરો