આમિર ખાનથી અલગ થયા બાદ પણ કિરણ રાવ છે કરોડોની માલિકન, એક્ટરની પાસે જાણો કેટલી છે સંપત્તિ
કિરણ રાવ અને આમિર ખાને પોતાના ફેન્સને મોટો ઝટકો આપ્યો છે અને સાથે જાહેરાત કરી છે કે 15 વર્ષ બાદ તેઓ એકમેકની સહમતિ સાથે અલગ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કિરણ રાવની ઓળખ ભલે આમિરની પત્નીના રૂપમાં હોય પણ તે પ્રોડ્યુસર, સ્ક્રીન રાઈટર અને ડાયરેક્ટર છે. એવામાં આમિરથી અલગ થયા બાદ પણ તે લક્ઝરી લાઈફમાં સરળતાથી રહી શકે છે. સાથે જ કામને લઈને પરફેક્ટ રહેનારા આમિરને મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. આમિર એક એક્ટરની સાથે પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને રાઈટર પણ છે.
કિરણ રાવની સંપત્તિ

મીડિયા રિપોર્ટ્સના આધારે જાણવા મળી રહ્યું છે કે કિરણ રાવની કુલ સંપત્તિ લગભગ 40 મિલિયન અમેરિકી ડોલર છે. કિરણ રાવની વાત કરીએ તો કુલ સંપત્તિ લગભગ 20 મિલિયન ડોલરની માનવામાં આવી રહી છે.મીડિયા રિપોર્ટમાં 20 મિલિયન એટલે કે 146 કરોડની કિરણની સંપત્તિ 2020ની આંકવામાં આવી છે.
આમિર ખાનની પાસે છે કેટલી સંપત્તિ

રિપોર્ટના આધારે આમિર ખાનની નેટ વર્થ લગભગ 1532 કરોડ છે. તેઓ એક્ટરની સાથે પ્રોડ્યુસર પણ છે તો તેમને ફિલ્મથી પ્રોફિટ મળવાની સાથે એક્ટિંગ ફી પણ મળે છે. એક બ્રાન્ડને એંડોર્સ કરવા માટે લગભગ 10-12 કરોડ રૂપિયાની ફી લે છે. આમિર એક ફિલ્મને માટે 85 કરોડ ચાર્જ કરે છે. આમિર ખાનને લક્ઝરી કારનો પણ શોખ છે. તેમની પાસે કુલ 9 કાર છે અને તેઓ એક ઘરના માલિક છે જેની કિંમત 18 કરોડ રૂપિયાની છે.એટલે કે જો કિરણ રાવ અને આમિર ખાન એકમેકથી અલગ થાય છે તો પણ તેમની પાસે એટલી સંપત્તિ છે કે તેઓ આરામથી પોતાની લાઈફ જીવી શકે છે.

આ સાથે તેઓએ બાળકોના કો પેરન્ટ બની રહેવાનો નિર્ણય પણ સહમતિ સાથે કર્યો છે. બંનેએ ઓફીશ્યલ સ્ટેટમેન્ટ આપ્યુ કે, 15 વર્ષ સાથે વિતાવ્યા બાદ અમે હસી ખુશીથી દરેક પળ જીવ્યા અને અમારો વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે જીવ્યા. હવે અમે બંને અમારા જીવનનો નવો અધ્યાય શરૂ કરીશું. જે ખાસ કરીને પરિવારની જેમ હશે. આમિર અને કિરણે કહ્યું કે અમે થોડા સમય પહેલા જ સેપરેશન પ્લાન કર્યુ હતું અને હવે અમે અલગ અલગ રહેવાની વ્યવસ્થામાં સહજ છીએ. અમે દિકરા આઝાદના પેરેન્ટ્સ બનેલા રહીશું અને તેનો ઉછેર સાથે કરીશું. આ સિવાય અમે ફિલ્મો સાથે પોતાના પાણી ફાઉન્ડેશન સાથે કામ કરતા રહીશું.
કેવી રીતે થયો હતો આઝાદનો જન્મ

કિરણ અને આમિરના દીકરા આઝાદનો જન્મ સેરોગસીથી થયો હતો. તેઓની પહેલી મુલાકાત લગાનના સેટ પર થઈ હતી. 2 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ આમિરને લાગ્યું કે કિરણ વિના તેની લાઈફ શક્ય નથી આ કારણે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
0 Response to "આમિર ખાનથી અલગ થયા બાદ પણ કિરણ રાવ છે કરોડોની માલિકન, એક્ટરની પાસે જાણો કેટલી છે સંપત્તિ"
ટિપ્પણી પોસ્ટ કરો