હવે અહીં ભાડે મળી રહ્યો છે મંદિરા બેદી અને રાજ કૌશલનો ખાસ ગણાતો મડ આઈલેન્ડ વિલા, જુઓ ખાસ ફોટોઝ
સોમવારની વહેલી સવારે અચાનક આવેલા હાર્ટ એટેકના કારણે મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન થયું છે. આપણે સૌ જાણીએ છીએકે હાલમાં મંદિરા બેદીના ઘરમાં શઓકનો માહોલ છે. શાંતિ ટીવી સિરિયલથી જાણીતી થયેલી મંદિરા બેદી પોતાના લુક્સને લઈને સતત ચર્ચામાં રહે છે. તે પોતાની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે. એક વાર ફરી હાલમાં મંદિરા બેદી ચર્ચામાં છે.

તે પોતાની ફિટનેસને લઈને નહીં પણ અન્ય એક વાતને લઈને ચર્ચામાં છે અને તે એ છે કે એકટ્રેસ અને ફિટનેસ આઈકન અને બિઝનેસમેન મંદિરા બેદી થોડા મહિના પહેલા ફેમસ ટ્રાવેલ પ્લેટફોર્મ પર પોતાના મડ આઈલેન્ડ વિલાને એયરબીએનબી પર મૂકીને હોસ્ટ બની ચૂકી છે. તેમનું લક્ઝરી ઘર હવે ભાડા પર છે. તમે અહીં જોઈ શકો છો મંદિરા બેદી અને રાજ કૌશલના ઘરના કેટલાક ખાસ ફોટોઝ.

મંદિરા અને તેની માતાએ લગભગ 15 વર્ષ પહેલા આ ઘરમાં રોકાણ કર્યું હતું. તેઓએ એક શૂટિંગ માટેનો બંગલો બનાવી દીધો હતો. તેનો અર્થ એ છે કે તેને અલગ કલા નિર્દેશકો દ્વારા ફરીથી મોડિફાઈ કરાવી શકાય તેમ હતું.

મંદિરા બેદી અને રાજ કૌશલના આ ખાસ ગણાતા આ મડ વિલામાં 4 બેડરૂમ છે. જેમાં સારું ફર્નિચર પણ રાખવામાં આવ્યું છે. આ દેખાવમાં મંદિરાએ પોતાના ઘરની જેમ તૈયાર કર્યયું છ. આ વિલાને લઈને હવે તેને રેન્ટ પર આપવાનુ હોવાની વાત પણ ચર્ચામાં આવી છે. આ વિલામાં એક શાનદાર સ્વીમિંગ પુલ પણ બનાવવામાં આવ્યો છે.
હાલમાં જ મંદિરા અને રાજ કૌશલે 4 વર્ષની બાળકીને દત્તક લીધી

મંદિરા બેદી અને રાજ કૌશલે 2020માં 28 જુલાઈએ જ 4 વર્ષની દીકરીને દત્તક લીધી હતી. આ કપલે તેમની સાથે આ બાળકીનો ફોટો પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યો. મંદિરાની દીકરીનું નામ તારા હોવાનું તેઓએ જણાવ્યું છે. આ કપલ લાંબા સમયથી બાળકને દત્તક લેવાનું વિચારી રહ્યા હતા અને ગયા વર્ષે જુલાઈમાં તેઓએ આ કામ કર્યું. મંદિરા અને રાજ કૌશલનો એક દીકરો પણ છે જે મંદિરા જેવો દેખાય છે.

મંદિરાએ ફેમિલિ ફોટો શેર કરતા લખ્યું છે કે અમારી નાની બાળકી તારા અમારી પાસે ઉપરવાળાના આર્શિવાદના રૂપમાં આવી છે. 4 વર્ષની તારાની આંખમાં તારા જેવી ચમક છે. તે વીરની બહેન છે. અમે હાથ ફેલાવીને તેનું અમારા પરિવારમાં સ્વાગત કરીએ છીએ. આ સાથે જ ખુશી સાથે તેઓએ તેનો ફોટો શેર કર્યો હતો.

મંદિરા બેદી પોતાની ફિટનેસ માટે સજાગ રહે છે. તે તેની કસરતનો એક દિવસ પણ ચૂકતી નથી. તે પોતાના કસરત વીડિયો અને ફોટા દ્વારા તેના ચાહકોને પ્રેરણા આપતી જોવા મળે છે. 49 વર્ષીય અભિનેત્રી એક ફિટનેસની ચિંતા છે. તે દિવસમાં 10,000 થી વધુ કદમ ચાલે છે. તેણે સતત 10 હેડ સ્ટેન્ડ્સનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તે અવારનવાર ફિટનેસ માટેના ખાસ વીડિયો પણ શેર કરતી રહે છે. અભિનેત્રી હાલમાં પતિના અચાનક તેને છોડીને જવાના કારણે શોકની લાગણી અનુભવી રહી છે.
0 Response to "હવે અહીં ભાડે મળી રહ્યો છે મંદિરા બેદી અને રાજ કૌશલનો ખાસ ગણાતો મડ આઈલેન્ડ વિલા, જુઓ ખાસ ફોટોઝ"
ટિપ્પણી પોસ્ટ કરો