શરીરની આ 6 સમસ્યા હોય તો ન કરવું જોઈએ ટામેટાનું સેવન
દરેક ઘરના રસોડામાં ટમેટા અચૂક મળે છે. ટામેટા એક એવું શાક છે કે જેનો ઉપયોગ દરેક પ્રકારની રસોઈમાં થતો હોય છે. જેના કારણે અન્ય કોઈ શાક ફ્રીજમાં હોય કે ન હોય પરંતુ થોડા ટમેટા દરેક ગૃહિણી સાચવીને રાખે જ છે. ટામેટા એવી વસ્તુ છે કે તેનો ઉપયોગ દાળ, શાક, સલાડ, સૂપ, ગ્રેવી બનાવવામાં થાય છે. ટૂંકમાં કહીએ તો રસોડાની કોઈ પણ વાનગી ટામેટા વિના પૂરી થતી નથી.

ટામેટા સ્વાદમાં પણ રસભર્યા હોય છે જેને ચટણી તરીકે અથવા તો સલાડ તરીકે પણ ખાઈ શકાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ટામેટા ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. તેના ઉપયોગથી ત્વચાની રંગત માણો વધે છે. જોકે કેટલાક કિસ્સામાં ટામેટા સ્વાસ્થ્ય માટે લાભકારી નહીં પરંતુ નુકસાનકારક સાબિત પણ થાય છે.
આમ તો ટામેટા ત્વચા, હૃદય, આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ શરીરની કેટલીક સમસ્યા એવી છે કે જેમાં ટમેટાનું સેવન કરવાથી શરીર પર આડઅસર થાય છે. જો આ સમસ્યાઓમાં ટામેટાનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો તે શરીર માટે છે ધીમું ઝેર સાબિત થાય છે. એટલે કે સમસ્યા ધીરે ધીરે વધુ વધવા લાગે છે. તો ચાલો જાણી લઈએ કે શરીરમાં કઈ કઈ પ્રકારની સમસ્યા હોય તો તે વ્યક્તિએ ટામેટાં સેવન ન કરવું જોઈએ.
પથરી

જેમની પથરીની સમસ્યા હોય તેમણે ટામેટા ખાવાથી દૂર રહેવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ટામેટાનું વધુ પડતો ઉપયોગ કરવાથી કિડની માં પથરી થવાનું જોખમ પણ વધી જાય છે. ટામેટામાં કેલ્શિયમ ઓક્સાઈડ લાઈટ ભરપૂર પ્રમાણમાં હોય છે. ટામેટા નું સેવન વધારે પ્રમાણમાં કરવાથી આ તત્વ પથરી નુ સ્વરુપ ધારણ કરે છે. નિષ્ણાંતોનું એમ પણ માનવું છે કે 90 ટકા લોકોની કિડનીમાં કેલ્શિયમ ઓક્સાઈડ પથરી હોય છે. તેવામાં જેમને પથરીની સમસ્યા પહેલાથી જ છે તેમણે ટામેટાં સેવન ટાળવું જોઈએ.
ઝાડા

ટમેટામાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોય છે. જ્યારે વ્યક્તિને જાડા ની સમસ્યા થઇ હોય ત્યારે ટામેટાનું સેવન ન કરવું જોઈએ. કારણકે ટામેટાંમાં રહેલા બેક્ટેરિયા ઝાડા ની સમસ્યા વધારવાનું કામ કરે છે.
રંગહીન ત્વચા
શરીરની ત્વચાનો રંગ ત્યારે રંગહીન થઈ જાય છે જ્યારે શરીરમાં લાઇકોપિનનું નામના તત્વનું પ્રમાણ વધી જાય છે. જેમનાં શરીરમાં લાઇકોપિનનું તત્ત્વ વધારે હોય તેમણે ટામેટાનું સેવન ઓછું કરવું જોઈએ કારણ કે ટામેટામાં પણ લાઇકોપિન નામનું તત્વ હોય છે. આ સમસ્યામાં શું તમે ટામેટાનું સેવન વધારે કરો તો ત્વચા રંગહીન થઈ જાય છે.
સાંધાનો દુખાવો
જે લોકોની સાંધાના દુખાવાની સમસ્યા પહેલાથી જ હોય તેઓ જો ટામેટાનું સેવન વધારે કરે તો તેમના માટે તે નુકસાનકારક સાબિત થાય છે. ટામેટામાં સોલાનીન નામનું તત્વ હોય છે જે સાંધાના દુખાવા અને સોજા ને વધારી શકે છે.
અપચો

ટામેટામાં સાઈટ્રિક એસિડ હોય છે જે પેટ માં પાચન સંબંધિત સમસ્યાઓ ઉભી કરી શકે છે. તેવામાં જે વ્યક્તિને વધારે પ્રમાણમા ગેસ, અપચો, એસીડીટી જેવી સમસ્યાઓ રહેતી હોય તેમને ટામેટાનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ.
એલર્જી

ટામેટામાં હિસ્ટામાઇન નામનું સંયોજન હોય છે. આ સંયોજન ત્વચા સંબંધિત સમસ્યાઓ કરી શકે છે. જેમની ત્વચા સંબંધિત સમસ્યાઓ થતી હોય તેવું ટામેટાંનો ઉપયોગ વધારે કરે તો ત્વચા પર એનર્જી ફોલ્લી થઈ શકે છે.
0 Response to "શરીરની આ 6 સમસ્યા હોય તો ન કરવું જોઈએ ટામેટાનું સેવન"
ટિપ્પણી પોસ્ટ કરો