જો તમારું આધાર કાર્ડ ખોવાઇ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, નવા સમાચાર સાંભળીને મોજમાં આવી જશો
હાલમા આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે જો તમારી પાસેથી કોઇ રીતે તમારું આધાર કાર્ડ ગુમ થઈ જાય છે એટલે કે ખોવાઇ જાય છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે ડોક્યુમેન્ટ ઓનલાઇન ડાઉનલોડ કરવા સરળ બની ગયા છે. મળતી માહિતી મુજબ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાજેતરમા જ એક લિંક શેર કરી છે. આ લિંક પર ક્લિક કરવાથી તમે ઓળખ કાર્ડ એટલે કે આધાર ગમે ત્યાં ડાઉનલોડ કરી શકો છો.
UIDAI એ ટ્વિટ કરીને આપી માહિતી:
#AadhaarTutorials
Download your Aadhaar from https://t.co/C190bVXBCk anytime anywhere.You can choose to download ‘Regular Aadhaar’ that displays the complete Aadhaar number or ‘Masked Aadhaar’ which shows only the last four digits.
To learn more:https://t.co/xfmofQ9jSA— Aadhaar (@UIDAI) June 28, 2021
UIDAIએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. અત્યારના સમયમા આધાર કાર્ડ એ એક આવશ્યક ડોક્યુમેન્ટ બની ગયુ છે. કોઈ પણ સરકારી કામ હોય કે પછી ખાનગી કામ બધી જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. આ વિશે UIDAIએ કહ્યું કે તમે https://ift.tt/19Jtw5g પર જઈને કોઈ પણ સમયે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

કેવી રીતે ડાઉનલોડ કરવું આધાર કાર્ડ:
- 1. સૌ પ્રથમ https://ift.tt/19Jtw5g લિંક પર ક્લિક કરો.
- 2. હવે તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર દાખલ કરો.
- 3. જો તમારે માસ્ક આધાર કાર્ડ જોઈએ છે તો ‘I Want a Masked Aadhaar’ના વિકલ્પ પર ક્લિક કરો.
- 4. હવે સુરક્ષા કોડ દાખલ કરો.
- 5. આ પછી મોબાઈલ પર મળેલ OTPને સબમિટ કરો.
- 6. આધાર કાર્ડની વિગતો અને ડાઉનલોડ વિકલ્પ તમને દેખાશે.
- 7. આધાર કાર્ડ ડાઉનલોડ કરવાના વિકલ્પ પર ક્લિક કરો. અહી ક્લિક કરતા જ તમારુ આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

આ સિવાય હાલમા જ UIDAIએ નવજાત બાળકોના કાર્ડ બનાવવાની પણ શરૂઆત કરી છે જેના માટે માતા-પિતાએ પોતાના નવજાત શિશુના હૉસ્પિટલનું ડિસ્ચાર્જ સર્ટીફિકેટ અને માતા પિતામાંથી કોઈ પણ એકનુ આધાર કાર્ડ જમા કરાવીનુ રહેશે. આ સાથે કહેવામા આવ્યુ છે કે જો બાળકની ઉંમર 5 વર્ષની થઈ હોય અને તમે બાળકનું બાયોમેટ્રીક અપડેટ નહિ કરાવ્યું હોય તો આધાર કાર્ડ આપમેળે જ ઈનએક્ટિવ થઈ શકે છે. આ માટે તમારે નજીકના આધાર સેન્ટપ પર જવાનું રહેશે.

UIDAIના નિયમ મુજબ 5 વર્ષના બાળકનું બાયોમેટ્રીક અપડેટ કરાવ્યા બાદ તમારે ફરીથી જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે ફરીથી બાયોમેટ્રીક અપડેટ કરાવવાનું રહેશે. મળતી માહિતી મુજબ બાયોમેટ્રીક બાળકો માટે જરૂરી છે અને તેનુ અપડેટ સાવ મફત રાખવામા આવ્યુ છે. આ બાબતે જો તમને કઇ ગુચવણ હોય તો તમે 1947 પર કોલ કરી માહિતી મેળવી શકો છો.
0 Response to "જો તમારું આધાર કાર્ડ ખોવાઇ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, નવા સમાચાર સાંભળીને મોજમાં આવી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો