જો તમે પણ KBCના ચાહક છો તો જાણી લો શોનો સમય અને તારીખ, આવી રહ્યો છે અનોખી શૈલીમાં KBC-13
સોની ટીવી પર પ્રસારિત થનારા ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો બહુ જ પ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની પ્રેક્ષકો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ટૂંક સમયમાં જ આ શો શરૂ થવા જઈ રહ્યો છે. દર્શકોની માટે હવે રાહ જોવાનો સમય ખતમ થવા જઈ રહ્યો છે. ‘કૌન બનેગા કરોડપતિ 13’ એટલે કે KBC આગામી 23 ઓગસ્ટથી સોની ટીવી પર ટેલિકાસ્ટિંગ થશે. ‘કૌન બનેગા કરોડપતિ 13’ અઠવાડિયામાં 5 દિવસ સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રોમો શેર કરીને આ વિશે માહિતી આપી છે.
અનોખી શૈલીમાં નવો પ્રોમો:
Thank you for the overwhelming response on Part 1 and 2. We now present to you the finale of the three part series #KBCFilmSammaanPart3!
Don’t forget to tune in to #KBC13 starting 23rd Aug , 9 pm only on Sony #JawaabAapHiHo. pic.twitter.com/Sdmu8sBGza
— sonytv (@SonyTV) August 10, 2021
‘કૌન બનેગા કરોડપતિ 13’નો નવો પ્રોમો ચેનલ દ્વારા અનોખી રીતે જારી કરવામાં આવ્યો છે. લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. ચેનલે સોશિયલ મીડિયા પર જે પ્રોમો શેર કર્યો છે તે ત્રીજો ભાગ છે. આ શેર કરતા કેપ્શનમાં સાથે જાણ કરવામાં આવી છે કે ભાગ-1 અને ભાગ-2 પર જબરદસ્ત પ્રતિસાદ બદલ આભાર. હવે અમે તમારા માટે ત્રીજો ભાગ #KBCFilmSammaanPart3ની સુંદર શ્રેણી શેર કરી રહ્યા છીએ! 23 ઓગસ્ટની રાત્રે 9 વાગ્યે માત્ર સોની પર. આ જાહેરાત સાથે જ દર્શકોમા ખુશી જોવા મળી રહી છે.
‘કૌન બનેગા કરોડપતિ 13’નો પ્રોમો એક ફિલ્મના ફોર્મેટમાં બતાવવામાં આવ્યો:

‘કૌન બનેગા કરોડપતિ 13’નો પ્રોમો ફિલ્મી ફોર્મેટની જેમ તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીએ આ પ્રોડક્શન કર્યું છે. તેને પ્રથમ વખત 3 ભાગોમાં બનાવ્યો છે. નિતેશ તિવારીએ આ પ્રોમોની સ્ક્રિપ્ટ લખી અને સાથે નિર્દેશિત પણ કરી છે. આ ફિલ્મનું શીર્ષક ‘સન્માન’ છે. આ નવા પ્રોમોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ગ્રામવાસી કેબીસીની ખુરશી પર બેસીને શો જીતે છે અને તેના સન્માન માટે લડે છે. નવો પ્રોમો ખૂબ જ લાગણીશીલ છે જે લોકોના દિલને સ્પર્શે છે.
મધ્યપ્રદેશમાં શૂટ થયો પ્રોમો:

જાણવા મળ્યુ છે કે KBCના પ્રમોશન માટે ખાસ બનાવવામાં આવેલ ‘સમ્માન’નું શૂટિંગ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે. તેમાં અભિનેતા ઓમકાર દાસ માણિકપુરી મુખ્ય ભૂમિકામાં છે. કેબીસીને દરેક સામાન્ય માણસના જીવનની નજીક લાવવા માટે શો મેકર્સે આ પ્રોમો તૈયાર કર્યો છે અને તેઓ આમાં ખૂબ સફળ પણ રહ્યા છે. આ શો આ આગાઉ ઘણો સફળ રહ્યો છે અને ઘણા લોકોએ આ શો દ્વારા પૈસા જીત્યા છે. જે લોકો આ શોની રાહ જોઈ રહ્યા હતા તેઓ આ જાહેરાત ખુશખુશાલ થઈ ગયા છે.
0 Response to "જો તમે પણ KBCના ચાહક છો તો જાણી લો શોનો સમય અને તારીખ, આવી રહ્યો છે અનોખી શૈલીમાં KBC-13"
ટિપ્પણી પોસ્ટ કરો