જાણો આજે કયા ઓટીટી પ્લેટફોર્મ પર કઈ ફિલ્મો અને સિરિઝ થઈ રીલિઝ, મચવાશે ધૂમ

કોરોના મહામારીના કારણે ફિલ્મો મોટા પડદાને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મોની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે 13 ઓગસ્ટે પણ ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે જેને તમે આ વિકેન્ડમાં જોઈને પોતાનું મનોરંજન કરી શકો છો.

image source

આજે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, સોની લિવ સહિત ઘણા પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે જે તમને બિલકુલ પણ બોર નહિ થવા દે..તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આજે ક્યાં ઓટીટી પ્લેટફોર્મ પર શુ રીલિઝ થઈ રહ્યું છે.

ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા.

image source

અજય દેવગનની ફિલ્મ ભુજની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે. ફિલ્મમાં અજય દેવગન સ્કવોર્ડન લીડર વિજય કર્ણીકના રોલમાં દેખાવાના છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આજે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અજયની સાથે નોરા ફતેહી, સોનાક્ષી સિન્હા, એમી વિર્ક, સંજય દત્ત અને શરદ કેલકર લીડ રોલમાં દેખાશે.

ધ કિંગડમ.

સ્પેનિશ ડ્રામા ફિલ્મ ધ કિંગડમ આજે રિલીઝ થવાની છે. આ નેટફ્લિક્સ પર આજે રિલીઝ થશે. આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

મોર્ડન લવ સિઝન 2.

image source

મોર્ડન લવ વેબ સિરીઝની સિઝન 2 આજે રિલીઝ થવા જઈ રહી છે. પહેલી સિઝનને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી એ પછી સિઝન 2 લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિરીઝની સ્ટોરી ન્યુયોર્ક ટાઈમ્સની પોપ્યુલર કોલમ પર આધારિત છે.

શાંતિત ક્રાંતિ.

image source

શાંતિત ક્રાંતિ ત્રણ મિત્રોની સ્ટોરી છે જે એક રોડ ટ્રીપ પર જાય છે. આ રોડ ટ્રીપ મસ્તી, ઇમોશન્સથી ભરેલી હોય છે. એની આખી સ્ટોરી દોસ્તી પર આધારિત છે. શાંતિત ક્રાંતિમાં મરાઠી એકટર અભય મહાજન, આલોક રાજવાડે અને લલિત પ્રભાકર લીડ રોલમાં દેખાશે.

બેકેટ

image source

આ એક અમેરિકન ટુરિસ્ટની વાર્તા છે જે ગ્રીસમાં વેકેશન મનાવવા જાય છે પણ એ એક એક્સિડન્ટનો ટાર્ગેટ બની જાય છે એ પછી પોતાની જિંદગી બચાવવા માટે અમેરિકન એમ્બસી જાય છે અને પોતાની નામ સરખું કરાવે છે. આ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

Related Posts

0 Response to "જાણો આજે કયા ઓટીટી પ્લેટફોર્મ પર કઈ ફિલ્મો અને સિરિઝ થઈ રીલિઝ, મચવાશે ધૂમ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel