જો મોટા નુકસાનથી બચવં છે તો કાર સર્વિસિંગમાં રાખી લો આ ખાસ વાતનું ધ્યાન
કાર સર્વિસિંગ માટે લઈ જતા પહેલા આપને ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે. એમાં એક પણ ચૂક આપની ગાડીમાં મુશ્કેલી લાવી શકે છે. એટલા માટે અહિયાં અમે આપને કેટલાક પોઈન્ટ્સ પર ધ્યાન આપવા વિષે જણાવીશું.
નવી કાર ખરીદવી એક મોટો નિર્ણય હોય છે. જો કે, નવી ગાડી ખરીદી લીધા બાદ તેને જાળવી રાખવી ઘણું મોટું કામ છે. વર્તમાન સમયમાં કાર્સ વિશ્વાસપાત્ર હોય છે, પરંતુ તેને સમયે સમયે મેન્ટેન્સ કરાવવાની જરૂરિયાત હોય છે. કેમ કે, આ એક નવી કાર છે, એટલા માટે આપને કાર મેન્યુફેક્ચર આવન્ટીટ સર્વિસ શેડયુલનો પાલન કરવું જોઈએ. એના સિવાય, સર્વિસ સેંટરના લોકો પર ક્યારેય પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો જોઈએ નહી કેમ કે, સાવધાન નથી રહેતા તો આપની સાથે ઠગાઈ થઈ શકે છે.

એવામાં આજે અમે આપના માટે કેટલીક એવી ખાસ બાબતો લઈને આવ્યા છીએ જેનું ધ્યાન આપને કાર સર્વિસિંગ દરમિયાન રાખવું જરૂરી છે. સર્વિસિંગ દરમિયાન કઈ કઈ બાબતો વિષે આપનું જાણવું જરૂરી છે. એની અમે આપને પૂરી યાદી લઈને આવ્યા છીએ તો ચાલો જાણીશું એમાં કઈ કઈ બાબતો સામેલ છે?
એન્જીન ઓઈલ-

એન્જીન ઓઈલ એક મહત્વપૂર્ણ લુંબ્રીકેંટ છે જે આપની કારના એન્જીનને સ્મુથલી ચલાવવામાં મદદ કરે છે. નવી કાર્સમાં એન્જીન ઓઈલને બદલવાની જરૂરિયાત હોય છે કેમ કે, નવા એન્જીનની અશુદ્ધિઓ એમાં ભળી જાય છે. જો આપને અવસર મળે, તો આપે પોતાની નવી કારની સર્વિસ કરાવતા પહેલા અને પોતાની નવી કારની સર્વિસ કરાવી લીધા બાદ ઓઈલ કલરને ધ્યાનથી જોઈ લેવો જોઈએ. આપ એમાં અશુદ્ધિઓની સંખ્યા જોવા મળશે.
કુલેંટ:

આપની કારના એન્જીનને સુચારુ રૂપે ચલાવવા માટે કુલેંટની જરૂરિયાત હોય છે કેમ કે, આ આખી સિસ્ટમના તાપમાનને જાળવી રાખે છે. એને કેટલાક હજાર કિલોમીટર બાદ બદલી દેવું જોઈએ કેમ કે, આ સમયની સાથે પોતાની પ્રોપર્ટીઝ ગુમાવી દેતા હોય છે.
એર ફિલ્ટર-

આપનું એન્જીન એર ફિલ્ટર આપના એન્જીનમાં વહી રહેલ હવાના પ્રમાણને નિયંત્રિત કરે છે. એને સ્વચ્છ રાખવું જરૂરી છ. એક સ્વચ્છ એર ફિલ્ટરની સાથે, આપ પોતાની કારની માઈલેઝમાં સુધારો કરી શકો છો અને પોતાની કારના એન્જીન માટે એક લાંબુ જીવન સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે. એના સિવાય એક સ્વચ્છ એર ફિલ્ટર એકસ્લેરેશનના આંકડાને જાળવી રાખવામાં પણ મદદ કરી શકે છે, જે એર ફિલ્ટરના બંધ થઈ જવાથી બગડી જાય છે.
ઓડોમીટર –

આપે પોતાની નવી કારણે સર્વિસિંગ માટે આપતા પહેલા પોતાની કારના ઓડોમીટર રીડીંગને નોધી લેવું મહત્વપૂર્ણ હોય છે. એનાથી આપને આ જાણવામાં મદદ મળી શકે છે કે, ક્યાંક આપની પીઠની પાછળ કારનો દુરુપયોગ તો નથી કરવામાં આવી રહ્યો ને? આપે ધ્યાન આપવું કે, સર્વિસ બાદ બે થી ત્રણ કિલોમીટરની શોર્ટ ટેસ્ટ ડ્રાઈવ સામાન્ય છે. જો આપની કારમાં કોઈ મોટી સમસ્યા છે તો એક લાંબી ટેસ્ટ ડ્રાઈવની જરૂરિયાત હોઈ શકે છે.
ટાયર-

ટાયર ખુબ જ મહત્વપૂર્ણ હોય છે, તો પણ આપણે મોટાભાગે એની પર વધારે ધ્યાન નથી આપતા. યોગ્ય ટાયર પ્રેશર ભરો અને નિયમિત રીતે ટ્રેડ ડેપ્થ ચેક કરો. સારી રીતે બનાવવામાં આવેલ ટાયર એક સુરક્ષિત અને સારી માઈલેઝ આપે છે. હંમેશા વ્હીલ એલાઈનમેંટ કરો અને ક્યાય પણ જતા પહેલા ટાયર ચેક કરો.
0 Response to "જો મોટા નુકસાનથી બચવં છે તો કાર સર્વિસિંગમાં રાખી લો આ ખાસ વાતનું ધ્યાન"
ટિપ્પણી પોસ્ટ કરો