મંદિરમાં આવશો તો 2022ની ચૂંટણીમાં નુક્શાન થશે, મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યો પત્ર
સામાન્ય રીતે મુખ્યમંત્રીને દરરોજ અસંખ્ય પત્રો મળતા હોય છે.. અને તેમાંથી મોટાભાગના પત્રો વિસ્તારને લગતી સમસ્યા અને તેના ઉકેલ માટેના હોય છે.. પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયને એક એવો પત્ર મળ્યો.. કે જેનાથી કાર્યાલય અને મુખ્યમંત્રી પોતે વિમાસણમાં મૂકાઇ ગયા.. આ પત્ર બીજા કોઇનો નહીં.. પરંતુ ખુદ ભાજપના નેતાનો હતો.. જેમાં લખ્યું હતુ કે મંદિરના પાટોત્સવમાં જો તમે આવશો તો વર્ષ 2022ની ચૂંટણીમાં નુક્શાન થશે.. હવે આ પત્રને ધમકી ગણવી કે ચેતવણી તે મુખ્યમંત્રી કાર્યાલયને સમજાતુ નથી..

વાત ગઢડા ગઢડા ગોપીનાથજી મંદિરની છે.. 17મી ઓક્ટોબરે ત્યાં પાટોત્સવ થવાનો છે.. અને મંદિર ટ્રસ્ટીઓ દ્વારા આ પાટોત્સવમાં ભાગ લેવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.. પરંતુ આ આમંત્રણ ભાજપના સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વગર પાઠવી દેવાયું છે.. માટે ભાજપના નેતાઓ નારાજ થઇ ગયાં.. અને ભાજપ શાસિત નગર પાલિકના નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને ગઢડા ગોપીનાથ મંદિરના પાટોત્સવમાં ન આવવા માટે જણાવ્યું.. પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે મંદિરમાં ભાજપ વિરૂધ્ધની ગતિવિધીઓ ચાલી રહી છે.. માટે જો મુખ્યમંત્રી મંદિરના પાટોત્સવમાં ભાગ લેવા આવશે તો વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપને નુક્શાન જશે..
ભાજપના નેતાના પત્રથી ખડભાળાટ

ભાજપ એક કેડરબેઝ પાર્ટી છે.. અને તેનો આંતરિક વિખવાદ ભાગ્યે જ સામે આવે છે.. પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયને મળેલા ભાજપના નેતાના આ પત્રએ ભારે ખડભળાટ મચાવી દીધો છે.. પત્રમાં જાણે મુખ્યમંત્રીને ચેતવણી આપવામાં આવી હોય તેવો ઘાટ ઘડાઇ રહ્યો છે.. હોઇ શકે કે ભાજપના સ્થાનિક નેતાઓ અને ગઢડા ગોપીનાથ મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે કોઇ બાબતે વિખવાદ હોય.. અને કદાચ એટલા માટે જ સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યને વિશ્વાસમાં લીધા વગર મંદિર દ્વારા મુખ્યમંત્રીને સીધું જ આમંત્રણ પાઠવી દેવાયું હોય.. પરંતુ ત્યારબાદ ભાજપના નેતાએ જે પ્રકારે મુખ્યમંત્રીને પત્ર લખીને વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપને નુક્શાનની ચેતવણી આપી છે તે ખરેખર આશ્ચર્યજનક છે..

મુખ્યમંત્રી હવે 17મી ઓક્ટોબરે મંદિરનુ આમંત્રણ સ્વીકારીને ગઢડા ગોપીનાથ મંદિરના પાટોત્સવમાં ભાગ લે છે કે પછી ભાજપના નેતાના ચેતવણીભર્યા પત્ર અંગે વિચાર કરે છે.. તે મહત્વનુ છે… જો કે ભાજપના નેતાના આ પત્રએ માત્ર મુખ્યમંત્રી કાર્યાલયમાં જ નહીં.. પરંતુ ભાજપના પાર્ટી કાર્યાલય કમલમમાં પણ ભારે ચર્ચા જગાવી છે..
0 Response to "મંદિરમાં આવશો તો 2022ની ચૂંટણીમાં નુક્શાન થશે, મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યો પત્ર"
ટિપ્પણી પોસ્ટ કરો