દીપિકા ચડી ટ્રોલર્સના નિશાને, ભીખ માંગતી મહિલાને અવગણી તો લોકોએ કહ્યું કંઇક આવું….
એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મુંબઈની રેસ્ટોરેન્ટમાં ડિનર પછી સ્પોટ કરવામાં આવી. દીપિકાને પેપરાજીને કેમેરામાં કેદ કરવામાં આવી, એ દરમિયાન એક્ટ્રેસે ન્યૂડ કલરનો ડ્રેસ પહેર્યો હતો અને એ કોઈ પોઝ આપ્યા વગર સીધી જઈને એની કારમાં બેસી ગઈ. પણ રેસ્ટોરેન્ટમાં નીકળતી અને કારમાં બેસતા સુધીમાં કંઈક એવું થયું જેને દીપિકાને ટ્રોલર્સના નિશાને ચડાવી દીધી હતી.

થયું એવું કે જ્યારે દીપિકા પાદુકોણ ગાડીમાં બેસી રહી હતી ત્યારે એક મહિલા ત્યાં બાળકને ખોળામાં લઈને ભીખ માંગવા આવી ગઈ. દરવાજો બંધ થવાને લીધે કારમાં બેઠેલી દીપિકા એને જોઈ ન શકી. મહિલા ઘણીવાર સુધી દીપિકાને બોલાવતી રહી. દીપિકાનો કોઈ રિસ્પોન્સ ન આવવાના કારણે મહિલા ત્યાંથી નિરાશ થઈને જતી રહે છે.

દીપિકાનો આ વીડિયોને ફોટોગ્રાફર વિરલ ભયાણીએ એમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયો સામે આવ્યા પછી ઘણા યુઝર્સ એમને ટ્રોલ કરવા લાગ્યા. લોકોને એ વાત નડી ગઈ કે શું એ મહિલાને 100 રૂપિયા પણ નહોતી આપી શકતી. એક યુઝરે કહ્યું કે 100 રૂપિયા તો આપી શકતી હતી. અન્ય એક યુઝરે કહ્યું કે ખુદ પેટ ભરીને ડિનર કરી લીધું, ગરીબ મહિલા અને બાળકને કંઈક રેસ્ટોરેન્ટમાંથી અપાવી દેતી. એક યુઝરે લખ્યું છે કે મેમ જેટલી મોટી કાર છે એટલું મોટું દિલ પણ રાખો.

જો કે કેટલાક ચાહકોએ પણ દીપિકાને સપોર્ટ આપ્યો હતો. લોકોએ લખ્યું કે ગાડીની બારી બંધ હોવાને કારણે દીપિકાએ મહિલાનો અવાજ સાંભળ્યો ન હોત, તેથી તેણે પૈસા ન આપ્યાનો આક્ષેપ કરવો ખોટો છે.
એક યુઝરે લખ્યું, ‘સામાન્ય લોકો પણ આવા ભિખારીઓની અવગણના કરે છે, તો પછી સેલિબ્રિટીઝ કેમ નહીં?’ તો કોઈ કહેતું હતું કે ‘મહિલા કેમેરા પર ધ્યાન આપવા માટે આવું કરી રહી છે જેથી સેલિબ્રિટી તેને નફરતભર્યા રિએક્શન આપ્યા, જુઓ કે જ્યારે કાર ત્યાંથી નીકળે છે ત્યારે તે કેવી રીતે હસે છે.’
દીપિકાએ હાલમાં જ એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમુક ફોટા અને વીડિયો શેર કર્યા હતા જેમાં એ પીવી સિંધુ સાથે બેડમિન્ટન રમતી દેખાઈ હતી. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં આવી ગઈ. ઘણા ફેન્સે કમેન્ટ કરીને દીપિકાને પૂછ્યું કે શું એ પીવી સિંધુની બાયોપિક લઈને આવી રહી છે.
0 Response to "દીપિકા ચડી ટ્રોલર્સના નિશાને, ભીખ માંગતી મહિલાને અવગણી તો લોકોએ કહ્યું કંઇક આવું…."
ટિપ્પણી પોસ્ટ કરો