જાણો જેઠાલાલનો રોલ ક્યાં કલાકારોએ ઠુકરાવ્યો હતો જેથી દિલીપ જોશીને આ રોલ મળ્યો

અત્યારે તારક મહેતાના શોમાં સૌથી મહત્વની ભૂમિકા ધરાવતા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને દરેક લોકો ઓળખે જ છે. આ શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવવા માટે પહેલા ઘણા લોકોને પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ આ રોલ માટે ઇન્કાર કર્યો હતો. ઘણીવાર કેટલાક લોકો પોતે જ લીધેલ નિર્ણયનો પાછળથી અફસોસ કરતા હોય છે ત્યારે આવું જ કંઇક મોટા સુપરસ્ટાર્સ સાથે આજથી થોડા વર્ષો પહેલા બન્યું હતું. જેઓની પાસે મોટી તક હતી, પણ તેઓએ એક ખોટા નિર્ણયથી આ તક ગુમાવી દીધી છે.

image source

અહીં અમે એ પાંચ કલાકારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેમને ટીવીના જાણીતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલનો રોલ ભજવવાની ઓફર મળી હતી પણ તેઓએ ચોખ્ખી ના પાડી દીધી હતી. એમની ના કહેવાનું પરિણામ તમામ લોકોની સામે જ છે. ભાગ્યે જ એવું કોઈ હશે કે, જેઓ આજે જેઠાલાલના પાત્રને ઓળખતા ન હોય. સામાન્ય માણસમાંથી ખાસ બની ગયેલ દિલીપ જોશી પોતાને ખુબ નસીબદાર માને છે કે, જેમને જેઠાલાલ તરીકે કામ મળ્યું. દિલીપ જોશી અત્યારે કોઈપણ સ્થળ પર જાય ત્યાં તેને માત્ર જેઠાલાલ-જેઠાલાલ નામની ગુંજ જ સાંભળવા મળે છે. લોકો પ્રત્યેનો આ પ્રેમ જોઈને દિલીપ જોશી ખુબ જ આનંદ અનુભવે છે. તો ચાલો અમે તમને એવા 5 નામો વિશે જણાવીએ જેમણે જેઠાલાલનું પાત્ર નિભાવવા માટે ચોખ્ખી ના કહી હતી.

1. કીકુ શારદા:

image source

કિકુ શારદા, પહેલા F.I.R જેવા કોમેડી શોમાં જોવા મળતા. આજકાલ તે ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળે છે તેમજ તેમના જબરદસ્ત કોમિક સમય માટે ખુબ જાણીતા બન્યા છે. કીકુને જેઠાલાલની ભૂમિકા માટે પણ પૂછવામાં આવ્યું હતું પણ તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી. એવું કહેવામાં આવે છે કે, તે કોઈપણ ફુલ ટાઈમ સિરિયલ કરવા માંગતો ન હતો. તે સ્ટેન્ડ-અપ કોમેડીમાં ખુબ ખુશ છે.

2. રાજપાલ યાદવ:

image source

રાજપાલ યાદવ હિન્દી ફિલ્મ સાથે ટીવીની દુનિયામાં પણ ખુબ જાણીતા છે, તમને જણાવીએ દઈએ કે રાજપાલ યાદવને પણ જેઠાલાલના પાત્ર માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે ફક્તને ફક્ત બોલીવુડ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હતા. તે ટેલિવિઝન પર કામ કરવા માંગતા ન હતા. જેથી તેમણે જેઠાલાલની ભૂમિકાની ઓફર ઠુકરાવી દીધી હતી.

3. યોગેશ ત્રિપાઠી:

image source

યોગેશ ત્રિપાઠી ‘ભાભીજી ઘર પર હૈં’ તેમજ ‘હપ્પુ સિંહ કી ઉલ્ટન પલટન’માં જોવા મળી રહ્યા છે તેથી તમને જણાવી દઈએ કે તેમને પણ જેઠાલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પણ તેઓ અન્ય શોના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી ના પાડી દીધી હતી.

4. અહસાન કુરેશી:

image source

અહસાન કુરેશી સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે ઓળખાય છે પણ ખુબ ઓછા લોકો જ જાણે છે કે, તેઓ ખુબ સારી એક્ટિંગ પણ કરે છે. તેમની પ્રતિભાને જોઈ તેમને પણ જેઠાલાલની ભૂમિકા માટે પૂછવામાં આવ્યું હતું, પણ તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની ના પાડી દીધી હતી.

5. અલી અસગર

image source

અલી અસગરને જેઠાલાલની ભૂમિકા માટે નિર્માતાઓની પસંદગી કરવામાં આવી હતી પણ અલી સમય કાઢી શક્યો નહીં, તેથી આ ભૂમિકા તેના હાથમાંથી નીકળી ગઈ હતી. અલીએ કહાની ઘર ઘર કી, કોમેડી સર્કસ, કોમેડી નાઇટ્સ વિથ કપિલ જેવા શોમાં કામ કર્યું છે અને તે ખુબ જાણીતા કલાકાર છે.

Related Posts

0 Response to "જાણો જેઠાલાલનો રોલ ક્યાં કલાકારોએ ઠુકરાવ્યો હતો જેથી દિલીપ જોશીને આ રોલ મળ્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel