ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું હોય તો રાખજો ધ્યાન, નહિ તો થઈ શકે છે પૈસાનું પાણી

આજ કાલ દરેક વ્યક્તિ પોતાના વેહિકલમાં સફર કરવા માંગે છે જેના માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર હોય છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. એ વાતનો ફાયદો અમુક ઠગ ઉઠાવી લે છે અને લોકોને એમના શિકાર બનાવી લે છે. વાત જાણે એમ છે કે ઈન્ટરનેટ પર ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનારી ઓફિશિયલ વેબસાઈટને મળતી આવતી વેબસાઈટ એક્ટિવ છે. આ નકલી વેબસાઈટ લાયસન્સ બનાવવાના નામે લોકોની સાથે છેતરપીંડી કરે છે.

3300 લોકો બન્યા ઓનલાઇન ફ્રોડનો શિકાએ

image source

આમ તો ઓનલાઇન ઘણા પ્રકારના ચોર એમના કાળા કારનામાને અંજામ આપતા રહે છે. એવા જ ગજીયાબાળના રાજનગરમાં રહેતા 30 વર્ષના કપિલ ત્યાગીએ 3300 લોકોને એની છેતરપિંડીનો શિકાર બનાવ્યા જ્યાં સુધી સડક અને પરિવહન મંત્રાલયને આની જાણકારી મળી ત્યાં સુધી કપિલ ત્યાગીએ 70 લાખ રૂપિયાથી વધુ પૈસા કમાઈ લીધા હતા.

image source

પરિવહન મંત્રાલયના ડિરેક્ટર પિયુષ જૈને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તપાસમાં બહાર આવ્યું કે મોટાભાગના લોકોએ ગૂગલ પર ડ્રાઇવિંગ લાયસન્સ સર્ચ કર્યું હતું. E-parivahanindia.online, www.roadmax.in અને Sarathiparivahan.com નામની વેબસાઇટ્સની લિંક સર્ચ એન્જિનની ટોચ પર આવતી હતી, અસલી સરકારી વેબસાઇટ સમજીને પીડિત તેના પર તેની વિગતો ભરી દેતા હતા અને પૈસાની ચૂકવણી કરતા હતા, તે પછી પણ જ્યારે કામ ન થયું ત્યારે લોકોએ પરિવહન મંત્રાલયને ફરિયાદ કરી.

image source

સતત ફરિયાદો મળ્યા બાદ સાયબર સેલના ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ એસીપી રમણ મલ્હોત્રાના નેતૃત્વમાં એક ટીમ બનાવી. તપાસમાં બહાર આવ્યું છે કે આ છેતરપિંડીનો માસ્ટર માઈન્ડ કપિલ ત્યાગી છે, જેની સાયબર સેલે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કપિલે તેના અલગ અલગ બેંક ખાતામાં નાણાં પણ ટ્રાન્સફર કર્યા હતા

દિલ્હી પોલીસના સાયબર સેલના ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ ઝી ન્યૂઝને જણાવ્યું હતું કે લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓનલાઈન સર્ચ કરતી વખતે સરકારી વેબસાઈટના અંતે .Gov.in છે. આ સિવાય, જો કોઈ વેબસાઈટ સમાન નામ સાથે આવે છે, તો લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

સાઇબર સેલે આરોપી કપિલ પાસેથી 10 ચેકબુક, 15 સિમકાર્ડ, 4 મોબાઇલ ફોન, 3 લેપટોપ, 2 પેન ડ્રાઇવ, 2 હાર્ડ ડિસ્ક, 15 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સહિત આશરે સાડા આઠ લાખ રૂપિયા જપ્ત કર્યા છે.

Related Posts

0 Response to "ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું હોય તો રાખજો ધ્યાન, નહિ તો થઈ શકે છે પૈસાનું પાણી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel