તમારા પેટમાં થતી આ 5 પ્રકારની સમસ્યાઓ માત્ર આ એક ચીજથી દૂર થશે
ઘણા લોકોને વારંવાર પેટમાં દુખાવાની સમસ્યા થાય છે. આ સમસ્યામાં તેઓ દવાઓ લે છે અથવા અનેક ઘરગથ્થુ ઉપાય કરે છે. છતાં પેટમાં થતી સમસ્યા થોડા સમય માટે શાંત થઈને ફરી શરુ થાય છે. આજે અમે તમને એવો ઉપાય જણાવીશું જે તમારા પેટમાં થતા દુખાવા અને અન્ય સમસ્યાઓને દૂર કરશે. અમે જે વિશે વાત કરી રહ્યા છે એ એલોવેરા છે. જી હા, એલોવેરા લોહીની સફાઈ, વૃદ્ધત્વની સમસ્યાઓ, પેટમાં થતી ગરમી શાંત કરવી, પેટમાં દુખાવો, પેટમાં બળતરા, એસિડિટી જેવી પેટની સમસ્યાઓથી રાહત આપવા માટે તે ફાયદાકારક છે. આજે અમે તમને જણાવીશું કે પેટમાં થતી કઈ સમસ્યામાં એલોવેરા કેવી રીતે ફાયદાકારક છે. તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
1. પેટમાં થતી ગાંઠમાં ઉપયોગી
પેટમાં થતી ગાંઠને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરામાં હાજર ઔષધીય ગુણધર્મો તમારી ગાંઠ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે, 1 વાટકી તાજું એલોવેરા જેલ લો. હવે તેને પેટના ઉપરના ભાગ પર લગાવો અને પેટને સુતરાઉ કપડાથી બાંધી દો. આનાથી પેટમાં થયેલી ગાંઠ દૂર થશે. આ પ્રક્રિયાને અપનાવીને આંતરડામાં એકઠી થયેલી ગંદકી સ્ટૂલ દ્વારા બહાર આવી શકે છે.
2. પેટમાં થતા દુખાવામાં રાહત
એલોવેરા જેલનો ઉપયોગ પેટમાં થતા તીવ્ર દુખાવા માટે ઉપયોગી છે. આ માટે 10 થી 20 ગ્રામ એલોવેરાના મૂળિયા લો. હવે તેને પાણીમાં સારી રીતે ઉકાળો. હવે આ પાણી ગાળી લો અને તેમાં થોડી હિંગ ઉમેરો. આ પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.
3. પેટમાં થતી સમસ્યા છુટકારો મેળવો
એલોવેરા જેલનો ઉપયોગ ગેસ અને એસિડિટી જેવા વિકારને દૂર કરવા માટે કરી શકાય છે. આ માટે લગભગ 6 ગ્રામ એલોવેરાનો પલ્પ લો. હવે તેમાં 6 ગ્રામ ગાયનું દૂધ, 1 ગ્રામ સિંધવ મીઠું અને 1 ગ્રામ હરડે ચૂર્ણ ઉમેરો. હવે આ મિશ્રણ સવારે અને સાંજે ખાઓ. પેટમાં થતી બળતરાની સમસ્યામાં આ મિક્ષણ ફાયદાકારક છે, સાથે જ તમને ગેસની સમસ્યામા તાત્કાલિક રાહત મળે છે.
4. ગેસની સમસ્યા દૂર કરો
પેટમાં વારંવાર ગેસ બનવાના કિસ્સામાં તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં 5 થી 6 ગ્રામ એલોવેરા જેલ લો. હવે તેમાં ત્રિકાટુ સૂંઠ, કાળા મરી, હરડે અને સિંધવ મીઠું ઉમેરો. સવારે અને સાંજે આ મિશ્રણનું સેવન કરવાથી ગેસની સમસ્યા સમાપ્ત થાય છે.
5. પેટમાં થતા વાત દોષ દૂર કરવામાં અસરકારક
પેટમાં વાત દોષ સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે 60 ગ્રામ એલોવેરા જેલમાં 60 ગ્રામ ઘી, 10 ગ્રામ સિંધવ મીઠું અને 10 ગ્રામ હરડે ચૂર્ણ મિક્સ કરો. આ બધું બરાબર મિક્સ કરો અને આ મિશ્રણને સવારે અને સાંજે હૂંફાળા પાણી સાથે ખાઓ. તે ગેસ, અપચો, એસિડિટી જેવી વાત દોષથી રાહત આપી શકે છે. આ સાથે, પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
0 Response to "તમારા પેટમાં થતી આ 5 પ્રકારની સમસ્યાઓ માત્ર આ એક ચીજથી દૂર થશે"
ટિપ્પણી પોસ્ટ કરો