ભારતની અંદર કોરોના ના કેસો ઓછી થયા નથી. પરંતુ લોકોની સુવિધા અને જરૂરિયાતોને ધ્યાનમાં લઈને સરકારે લોકડાઉન કર્યા પછી હવે અનલોક ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે બોલીવુડ ના લોકો પણ જરૂરિયાત પ્રમાણે ઘરની બહાર આવી રહ્યા છે.
હાલમાં સોશ્યિલ મીડિયા પર સેલિબ્રિટી ના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહી છે. હાલમાં મળતી માહિતી મુજબ કપિલ શર્મા નો શો ધ કપિલ શર્માનું શૂટિંગ ફરી શરૂ કરી દીધું છે.
શોના શૂટિંગ દરમિયાન કોરોના ના નિયમોનું પણ પાલન કરવામાં આવી તે માટે સંપૂર્ણ કાળજી લેવાઈ રહી છે.
ભારતમાં લોકડાઉન ના લીધે બધા ટીવી શો નું શૂટિંગ બંધ થઈ ગયું હતું. હાલમાં ધીરે ધીરે ટીવી શોનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે. હાલમાં કેટલાક શોના નવા એપિસોડ પણ આવી રહ્યા છે.
એની સાથે ધ કપિલ શર્મા શોનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. હાલમાં કપિલ શર્મા અને ભારતી સિંહે પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ઇંસ્ટાગ્રામ પર અમુક વીડિયો શેર પણ કર્યા હતા.
આ વિડિઓની અંદર ભારતી સિંહ અને સુમોના ચક્રવર્તી સલામતીની પૂર્વધારણા લેતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, તમને જણાવી દઈએ કે કપિલ શર્મા શોનું શૂટિંગ 125 દિવસ પછી શરૂ થયું છે. આ ઉપરાંત સુમોના અને ભારતી શોના શૂટિંગના વીડિયોમાં સેનિટાઇઝેશનની પ્રોસેસ પણ જોવા મળી હતી. આ શો ના ચાહકો માટે આ એક સારા સમાચાર છે.
લોકડાઉનમાં કપિલ પોતાનો પૂરો સમય પરિવાર સાથે પસાર કર્યો હતો. થોડા દિવસો પહેલા કપિલે સોશ્યિલ મીડિયા માં જણાવ્યું હતું કે આ લોકડાઉન તેમના માટે આશીર્વાદ સમાન છે. લોકડાઉન ના કારણે તે તેના પરિવાર સાથે વચારે સમય પસાર કરી શક્યો.
ભારતીએ પણ તેના પતિ સાથે સમય પસાર કર્યો હતો. ભારતીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ વખતે ગણપતિ પૂજા પણ કરશે. આ ઉપરાંત તેને જણાવ્યું હતું કે મારા ઘર માં હંમેશા ઇકો ફ્રેન્ડલી ગણપતિ આવે છે અને તેનું વિસર્જન ઘરે જ કરીએ છીએ.
0 Response to "કપિલ શર્માના કોમેડી શોનું શૂટિંગ 125 દિવસ પછી શરૂ થયું, આ બંને અભિનેત્રીઓ આ શૈલીમાં જોવા મળ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો