જીમમાં ગયા વગર આ 4 એક્સેસાઇઝથી ઘટાડી દો તમારું વજન સડસડાટ
પોતાના ઘરે કોઇપણ મશીનો વિના કેટલીક સરળ એકસરસાઈઝ કરી શકો છો જેને કરવામાં ના તો આપને વધારે સમય લાગશે કે પછી નહી તો કોઈ ટ્રેનરની જરૂરિયાત પડશે. ચાલો જાણીએ કેવી રીતે…
કોરોના વાયરસની મહામારીના કારણે મહિનાઓથી જીમ અને અન્ય ફિટનેસ સેન્ટર્સ બંધ છે. એના કારણે કેટલાક ફિટનેસ ફીક્ર્સ નિરાશ થઈ ગયા છે કેટલાક લોકો એને એકસરસાઈઝ નહી કરવાનું બહાનું માની રહ્યા છે. પણ અમે આપને જણાવી દઈએ કે, જીમ ના ખૂલવાનું બહાના નહી કરતા આપે ઘરે પણ કેટલીક એકસરસાઈઝ કરીને કેટલાક કિલો સુધી આપના વજનને ઘટાડી શકો છો. આપને કરવાનું એ રહેશે કે, પોતાના માટે એક ફિટનેસ રૂટીન બનાવવાનું થશે. આપ ચાર પ્રકારની એકસરસાઈઝ માંથી કોઈ પણ પસંદ કરી શકો છો જે આપના માટે યોગ્ય સાબિત થાય. ચાલો જાણીએ કઈ કઈ એકસરસાઈઝ છે….
-સ્ટેયર ક્લાઈબિંગ :

સીડિયો ચઢવાના ફાયદા તો આપણે બધા જ જાણીએ છીએ. જો આપના પોતાના જ ઘરમાં કોઈ એકસરસાઈઝ કરવા ઈચ્છો છો તો સ્ટેયર ક્લાઈબિંગ કરતા વધારે બીજી કોઈ એકસરસાઈઝ હોઈ શકતી નથી. દરેક સીડી જે આપ ચઢો છો તેની અવેજમાં ૦.૧૭ કેલરી સરેરાશ ખર્ચ થાય છે. એક કલાક જો આપને સીડિયો પર વર્કઆઉટ કરી લીધું છે તો આપ આરામથી એક હજાર ક્લેરી બર્ન કરી શકો છો.

સીડિયો ચઢવા માટે અને ઉતરવા માટે આપણી અલગ અલગ મસલ્સ પર કામ થાય છે. આપ જયારે એક સીડી ઉતરો છો ત્યારે ૦.૦૫ ક્લેરી બર્ન થાય છે અને આપના વર્કઆઉટ પ્લાનમાં સીડિયો ચઢવાનું અને ઉતરવાનું બંને સામેલ હોવું જરૂરી છે. જો આપ એક સાથે પૂરું વર્કઆઉટ નથી કરી શકતા તો દિવસમાં ચાર વખતમાં પોતાના વર્કઆઉટને વહેચી લો.
-સાઈકલીંગ (મશીન કે પછી મશીન વગર):

જો આપની પાસે સાઈકલ છે તો પછી આપે વર્કઆઉટ માટે કોઈ અન્ય વસ્તુનો ઉપયોગ કરવાની જરૂરિયાત છે નહી. જો આપ સાઈકલીંગની શરુઆત કરી રહ્યા છો તો આપે શરુઆતમાં ૫ કિલોમીટર જેટલી સ્ટ્રેચથી અને ત્યાર પછી આપ તેને પોતાની અનુકુળતા મુજબ વધારી કે પછી ઘટાડી શકો છો. હવે કેમ કે, અમે અહિયાં મશીન વગરના વર્કઆઉટની વાત કરી રહ્યા છીએ અને સાઈકલ પણ મશીનમાં જ આવી જાય છે તો અમે આપને સાઈકલ વગર એકસરસાઈઝ કરવાની રીત વિષે પણ જણાવીશું.

આપ એર સાઈકલીંગની ટેકનીક અપનાવી શકો છો. એને કરવા માટે આપને પીઠના બળે જમીન પણ સુઈ જવું અને ત્યાર પછી આપે પોતાના પગને હવામાં ઊંચા કરીને એવી રીતે ફેરવવાના છે જેવી રીતે આપ સાઈકલને પેડલ મારી રહ્યા હોવ. આ સાઈકલીંગ એકસરસાઈઝને આપે શરુઆતમાં ૧૫ મિનીટ સુધી જ કરવાની છે અને ત્યાર પછી આપે ધીરે ધીરે સમય વધારવાનો રહેશે. આપ ઈચ્છો છો તો કોઈ અન્ય ફ્લોર એકસરસાઈઝ પણ કરી શકો છો કે પછી ૧૦ મિનીટ ફિટનેસ રૂટીન પણ ફોલો કરી શકો છો.
-વોલ એકસરસાઈઝ :

આપ આપના ઘરમાં એકસરસાઈઝ કરવી છે તો આપ ઘરની દીવાલની પણ મદદ લઈ શકો છો. એના માટે આપને બસ ફક્ત પોતાનું બેલેન્સનું ધ્યાન રાખવાનું રહેશે. જેના માટે આપને બોલીવુડ સેલેબ્રીટીઝની ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાંચીવાલાની પણ વોલ એકસરસાઈઝ પણ એના માટે ખુબ જ મદદગાર સાબિત થઈ શકે છે. આપે વોલ પુશઅપ્સથી શરુઆત કરીને દીવાલ સાથે જોડાયેલ અન્ય એકસરસાઈઝને પણ ફોલો કરી શકો છો. જો આપને પગને ટોન કરવાના છે કે પછી પોશ્ચર યોગ્ય કરવાનું છે તો ચેર સ્કવેટ્સ પણ કરી શકો છો.
-જુંબા કે પછી એરોબિકસ :

છેલ્લા ઘણા સમયથી ફિટનેસ માટે જુંબા અને એરોબિકસ મોટાભાગના ફિટનેસ ફિક્ર વ્યક્તિઓના રૂટીનનો એક ભાગ બની ગયો છે. જુંબા અને એરોબિકસના સરળ સ્ટેપ્સ આપને કેટલાક ઓનલાઈન ટ્યુટોરીયલ જોઈને પણ શીખી શકો છો. જુંબા અને એરોબિકસના ફાયદાએ છે કે, જુંબા અને એરોબિકસ કરતા સમયે આપ પણા બાળકોને પણ પોતાના વર્કઆઉટ રૂટીનમાં સામેલ કરી શકો છો. આપ જુંબા અને એરોબિકસને પહેલી વાર કરી રહ્યા છો તો આપે શરુઆતમાં ૧૦- ૧૫ મિનીટ જેટલા સમય માટે જ કરવું જોઈએ અને ત્યાર પછી તેના સમયને ધીરે ધીરે વધારવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
0 Response to "જીમમાં ગયા વગર આ 4 એક્સેસાઇઝથી ઘટાડી દો તમારું વજન સડસડાટ"
ટિપ્પણી પોસ્ટ કરો