શ્વેતા અભિષેક બચ્ચનને ના બાંધી શકી રાખડી, તો કર્યો કંઇક આ હટકે રીતે યાદ અને…
હોસ્પિટલમાં દાખલ અભિષેક બચ્ચન, શ્વેતા ન બાંધી શકી લાડકા ભાઈને રાખડી – આ રીતે કર્યો અભિષેકને યાદ
ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધનને ગઈ કાલે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો. આ વખતે કોરોના વાયરસના કારણે તહેવારોમાં પહેલા જેવો રંગ નથી દેખાતો અને કેટલાક ભાઈ-બહેન પણ એકબીજાને નથી મળી શક્યા. તેવામાં તેઓ સોશિયલ મડિયા પર એક-બીજાને વિશ કરી રહ્યા છે.

તો વળી બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન આ સમયે કોરોનાથી સંક્રમિત છે અને મુંબઈની નાણાવટી હોસ્પિટલમા સારવાર લઈ રહ્યા છે. એટલે કે પોતાના પરિવારથી દૂર છે અને તેની બહેનથી પણ દૂર છે. રક્ષાબંધનના અવસર પર તેમની બહેન શ્વેતા બચ્ચને તેમને ખૂબ મિસ કર્યા છે. અને સોશિયલ મિડિયા પર તેમને વિશ પણ કર્યું છે.
શ્વેતા બચ્ચને સોમવારે એટલે કે રક્ષાબંધનના દિવસે જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની અને અભિષેક બચ્ચનની એક નાનપણની તસ્વીર શેર કરી છે જે બ્લેક એન્ડ વ્હાઇટ છે. આ તસ્વીરની સાથે સાથે શ્વેતા બચ્ચને લખ્યું છે, ‘તારાથી સારો ભાઈ મને ન મળી શકે. હું તને ખૂબ પ્રેમ કરું છું. ઘણા સમયથી તારા લેક્ચર્સ મિસ કરી રહી છું. જલદી ઠીક થઈને ઘરે પાછો આવી જા.’
તો વળી ભાઈ અભિષેક પણ પાછો રહે તેમ નથી તેણે પણ શ્વેતાની એક નાનપણની બ્લેકએન્ડ વ્હાઇટ તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં નાનકડી શ્વેતા અન્ય નાના બાળકો સાથે જમી રહી છે. અભિષેકે આ તસ્વીર શેર કરતા લખ્યું છે. ‘સૌથી ઉત્તમ બહેનોને હેપી રાખી. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. મહેરબાની કરીને આ ફોટો પોસ્ટ કરવા માટે મને મારી ન નાખતા.’ આ તસ્વીરમાં શ્વેતા ઉપરાંત અભિષેક તેમજ તેની બીજી બે પિતરાઈ બહેનો નેના બચ્ચન અને નમ્રતા બચ્ચન પણ છે.
અભિષેકની આ તસ્વીર પર શ્વેતાએ પણ કમેન્ટ કરી હતી તેણે લખ્યુ હતું. લવ યુ એબી, તને હું ખૂબ યાદ કરું છું. તો વળી અભિષેકની નજીકની મિત્ર ફારાહ ખાને પણ પણ કમેન્ટ કરી હતી તેણે લખ્યું હતું. તે લકી છે કે તેને બગાડવા માટે આટલી બધી બહેનો છે.

રક્ષાબંધનના આ અવસર પર બોલીવૂડ સેલેબ્સ જરા પણ પાછા રહે તેમ નથી. સેલેબ્રિટીઝે માત્ર પોતાના ભાઈ-બહેન સાથે રક્ષાબંધનનો તહેવાર જ નથી ઉજવ્યો પણ કેટલીક સુંદર તસ્વીરો પણ તેમણે પોતાના ફેન્સ સાથે શેર કરી છે.
તમને જણાવી દઈ કે બચ્ચન કુટુંબમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને કોરોના વાયરસનુ સંક્રમણ લાગ્યુ હતું. ત્યાર બાદ બધાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ અભિષેક બચ્ચનને છોડીને અન્ય ત્રણેને ડિસ્ચાર્જ કરી દેવામા આવ્યા છે અને તેઓ ઘરમાં જ આઇસોલેટ થઈને રહે છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં અભિષેકે પોતાની હોસ્પિટલની એક તસ્વીર પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. એ તસ્વીરમાં હોસ્પિટલની નિર્જન ગેલેરી હતી. આ સાથે જ અમિતાભ બચ્ચને પણ પોતે હોસ્પિટલમાં કેટલી એકલતા અનુભવી રહ્યા છે અને પ્રવૃત્તિ વગર તેઓ કેટલા કંટાળી રહ્યા છે તે વિષે પણ પોતાના બ્લોગ પર લખ્યું હતું. જો કે હવે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ ઘરે જતા રહ્યા છે અને તેમની આ ફરિયાદ તો દૂર થઈ ગઈ હશે. પણ તેમને પોતાના દિકરાની ચિંતા તો હજુ પણ સતાવતી જ હશે. આશા રાખીએ અભિષેક પણ જલદી જ સ્વસ્થ થઈને પોતાના ફેમિલિને મળી શકે.
Source: navbharattimes
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શ્વેતા અભિષેક બચ્ચનને ના બાંધી શકી રાખડી, તો કર્યો કંઇક આ હટકે રીતે યાદ અને…"
ટિપ્પણી પોસ્ટ કરો