કોરોનાનો કહેર, ખૂબ જ ઝડપથી વધતા કેસને લઇને આ રાજ્યમાં ફરી લોકડાઉન, જાણો CM એ કરી તારીખ કરી જાહેર
દેશમાં વર્ષથી શરૂઆતમાં એક કેસથી શરુ થયેલું કોરોનાનું સંક્રમણ હવે 33 લાખનો આંક વટાવી ચુક્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ જેટ સ્પીડથી વધી રહ્યું છે અને સાથે જ સરકારનું ટેન્શન પણ વધી રહ્યું છે. કોરોનાને લઈને માત્ર કેન્દ્ર સરકાર જ નહીં પરંતુ રાજ્ય સરકારોની ચિંતા પણ સાતમા આસમાને છે.
જો કે કોરોના કાળમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ઘર્ષણ યથાવત છે. તાજેતરમાં જ દિલ્હી સરકાર અને કેન્દ્ર ટેસ્ટિંગ મુદ્દે આમનેસામને આવી ગયા છે. દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ મુક્યો છે. તેમને કહેવું છે કે દિલ્હી સરકાર રોજના ટેસ્ટિંગ વધારવા માંગે છે પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તેમને રોકે છે. હાલ દિલ્હીમાં રોજ 20 હજાર ટેસ્ટ થાય છે અને સરકાર 40 હજાર કરવા ઈચ્છે છે. આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જો કે સત્યેન્દ્ર જૈનના આ આરોપો પર ગૃહ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી દીધી છે. તેમને કહેવું છે કે દિલ્હી સરકારના આરોપ પાયાવિહોણા છે.
ગૃહ મંત્રાલય તરફથી ટ્વીટ કરી કહેવામાં આવ્યું છે કે ટેસ્ટિંગને લઈ જે વાત થઈ રહી છે તે ખોટી છે. ગૃહ મંત્રીના હસ્તક્ષેપ બાદ જ દિલ્હીમાં કોરોનાના કેસ વધતા અટક્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં આવી છે. દિલ્હીમાં હાલ 18 હજાર ટેસ્ટ કરવામાં આવે છે.
તો બીજી તરફ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈ પશ્ચિમ બંગાળમાં લોકડાઉનની એન્ટ્રી થઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકડાઉનની એક સપ્તાહની તારીખો જાહેર કરી છે. તેમણે જણાવ્યાનુસાર બંગાળમાં આગામી 31 ઓગસ્ટ, 7, 11 અને 12 સપ્ટેમ્બરના રોજ લોકડાઉન રહેશે. જો કે સરકારે આ લોકડાઉનમાં સૌથી રાહત એ આપી છે કે આ સમય દરમિયાન ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું આવાગમન યથાવત રહેશે.
જણાવી દઈએ કે દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસના કોરોના કેસ નોંધાયા હતા. ગુરુવારે સૌથી વધુ 77,255 નવા કેસ નોંધાયા હતા. જ્યારે હવે ભારત કોરોનાથી થયેલા મૃત્યુ મામલે વિશ્વના દેશોની યાદીમાં ચોથા સ્થાને છે. જ્યારે એક્ટિવ કેસની બાબતે ભારત બીજા ક્રમે આવી ગયું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "કોરોનાનો કહેર, ખૂબ જ ઝડપથી વધતા કેસને લઇને આ રાજ્યમાં ફરી લોકડાઉન, જાણો CM એ કરી તારીખ કરી જાહેર"
ટિપ્પણી પોસ્ટ કરો