ખતરનાક જેલ જેના વિષે જાણીને તમને ખરેખર નવાઈ લાગશે શું ખરેખર આવું હોય ખરું..
સમાજમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ યથાવત રાખવા તેમજ ગુન્હો આચરતા ગુન્હેગારોને યોગ્ય સજા મળે એ માટે તેને જેલોમાં કેદ કરીને રાખવામાં આવતા હોય છે. વિશ્વભાની અનેક અજબ ગજબ જેલો વિષે તમે જાણતા જ હશો. તમને જાણીને નવાઈ લાગશે પણ ક્યુબામાં એક એવી આધુનિક જેલ પણ છે જે ઘર કરતા પણ વધુ સુખ સુવિધા ધરાવે છે. ક્યુબામાં આવેલી આ જેલનું નામ ” ગવાંતાનમો બે જેલ ” છે.

અમેરિકન અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ આ જેલમાં હાલ 40 કેદીઓને રાખવામાં આવ્યા છે અને તે હિસાબ પ્રમાણે પ્રત્યેક કેદી પાછળ વર્ષે 93 કરોડનો તોતિંગ ખર્ચ કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ કેદીઓની સુરક્ષા અને રખેવાળી કરવા 1800 જેટલા સૈનિકો પણ નિયુક્ત છે અને તે સૈનિકોનો પગાર વગેરે પાછળ 3900 કરોડ રૂપિયા ખર્ચ થાય છે.

તેનાથી બિલકુલ વિપરીત વિશ્વની અમુક જેલો એવી પણ છે જ્યાં કેદીઓ સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. ક્યાંક તો કેદીઓને થર્ડ ડિગ્રી ટોર્ચર પણ કરવામાં આવે છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવી જ એક ખતરનાક જેલ વિષે જણાવવાના છીએ જ્યાં કેદીઓના જીવન પર હંમેશા જોખમ ઝળૂંબતુ હોય છે.

આ જેલનું નામ ગીતારામા સેન્ટ્રલ જેલ છે અને તે આફ્રિકન દેશ રવાન્ડા ખાતે આવેલી છે. આ જેલ વિષે એવું કહેવામાં આવે છે કે આ જેલમાં તૈનાત સુરક્ષાકર્મીઓ તરફથી તો કેદીઓને કોઈ તકલીફ નથી આપવામાં આવતી પરંતુ કેદીઓ જ અંદરો અંદર ઝઘડે છે જે ક્યારેક ગંભીર પણ બની જાય છે અને એક કેદી બીજા કેદીનો જીવ પણ લઇ લે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ગીતારામા સેન્ટ્રલ જેલની ક્ષમતા 600 કેદીઓની છે પરંતુ અહીં 7000 થી પણ વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. જેલમાં જગ્યા ઓછી હોવાના કારણે ઘણા કેદીઓને ઉભા રહીને જ દિવસ પસાર કરવા પડે છે.

ગીતારામા સેન્ટ્રલ જેલના કેદીઓ આ રીતે સતત લાંબા સમય સુધી ઉભા રહેતા હોવાથી વહેલા મોડા કોઈને કોઈ બીમારીમાં સપડાય છે અને તે બીમારી એટલી ગંભીર બની જાય છે કે તેનું મૃત્યુ પણ થઇ જાય. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ જેલમાં દરરોજ લગભગ 8 વ્યક્તિઓનું મૃત્યુ નીપજે છે.

જો કે અનેક માનવ અધિકાર સંગઠન જેલની પ્રશાસનિક વ્યવસ્થાને લઈને વિરોધ કરે છે પરંતુ તેના વિરોધ હોવા છતાં ગીતારામા સેન્ટ્રલ જેલના કેદીઓના જીવનસ્તરમાં કોઈ સુધારો જોવા મળતો નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ખતરનાક જેલ જેના વિષે જાણીને તમને ખરેખર નવાઈ લાગશે શું ખરેખર આવું હોય ખરું.."
ટિપ્પણી પોસ્ટ કરો