સિમ્પલ લાઈફસ્ટાઈલના શોખીન છે ‘સાંઇરામ’, નહીં જાણતા હોય તેમનું ફેવરિટ ફૂડ
‘સાંઇરામ’ના નામે જાણીતા હાસ્ય કલાકારને બીજી કોઇ ઓળખની જરૂર ન હોય એ સ્વાભાવિક છે. આપણે સૌ તેમને ઓળખીએ જ છીએ અને અનેક વાર તેમની વાણીને માણીએ પણ છીએ. તેઓએ તેમના જીવનની કેટલીક ખાસ વાતોને ભૂષિતા ખીંચી સાથે શૅર કરી છે. તો આવો જાણીએ ‘સાંઇરામ’ને શું ખાવું પસંદ છે, ક્યાં ફરવું ગમે છે, કયો રાગ તેમને વધારે પસંદ છે અને તેમના યાદગાર અનુભવો વિશે.

‘સાંઇરામ’ કહે છે કે હું જ્યારે પણ મારું કોઇ પરફોર્મન્સ આપું છું ત્યારે એમ જ વિચારું છું કે આ મારું છેલ્લું પરફોર્મન્સ છે. તેથી હું તેમાં મારું પૂરેપૂરું યોગદાન આપવાની કોશિશ કરું છું. ક્યારેક એવું પણ બન્યું છે કે શારીરિક કે માનસિક સ્થિતિ સારી ન હોય તો કદાચ સારી રીતે પરફોર્મ ન કરી શક્યો હોઉં. પણ હું મારા કામમાં પરફેક્શનનો આગ્રહી છું. હું માનું છું કે કલા એ ઇશ્વરનું બીજું નામ છે. મારી પર હંમેશા મારા ચાહકોની કૃપા રહી છે અને આ જ કારણ છે કે હું ક્યારેય માંદો પડતો નથી અને આટલું ટ્રાવેલિંગ કરવા છતાં ક્યારેય મારો ક્યારેય નાનો પણ એક્સીડન્ટ થતો નથી.
તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશ…
તમારા જીવનનો યાદગાર અનુભવ કયો?

મને યાદ છે કે એક વાર પોરબંદરમાં મારો શો હતો અને સાથે એ જ સમયે મારા દીકરાને કોઇ ઘટનામાં અચાનક હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. ડોક્ટરે કહ્યું હાથ કાપવો પડશે અને લોહી વધારે વહી જતાં તે બેભાન થઇ ગયો હતો. મારી પર ફોન આવ્યો. મેં કીધું હું શો પતાવીને આવું છું. જે હશે એ 2 દિવસ પછી જોઇશું.
મેં શો કર્યો આ સ્થિતિમાં પણ. 2 દિવસ દીકરો હોસ્પિટલમાં એમ જ પડ્યો હતો. શો પતાવતાં તો હું રડી પડ્યો અને સાથી મિત્રોએ ચાહકોને આ વાત જણાવી દીધી. તે દરેક પણ આશ્ચર્ય પામ્યા અને મારા દીકરા માટે પ્રાર્થના કરી. આજે મારો દીકરો હાથ સાથે સારી રીતે ફરે છે ને કામ પણ કરે છે.
ફિટનેસ માટે આપ શું કરો છો?

હું ફિટનેસનો ખાસ આગ્રહી તો નથી. પણ અઠવાડિયામાં 4-5 દિવસ મન થાય ત્યારે રવિશંકરની સુદર્શનક્રિયા અચૂક કરી લઉં છું. મારા કામ પ્રમાણે રાતનો ઉજાગરો હોય તો સવારે ઉઠવાનું ડિસ્ટર્બ થાય એ સ્વાભાવિક છે તેથી હું કોઇ ખાસ નિયમ બનાવતો નથી.
આપની ફૂડ હેબિટ્સ વિશે જણાવશો?

ખાસ તો તીખું, તળેલું અવોઇડ કરું છું, પ્યોર ગુજરાતી ફૂડ ફોલો કરું છું, ક્યારેક પંજાબી ડિશ પણ ખાઇ લઉં છું, રાતે જમવાનું ટાળું છું, પાણી વધારે પીવું છું (લગભગ 1 દિવસમાં 1 ઘડો પાણી), ચાલુ પ્રોગ્રામમાં 2 બોટલ પાણી મને જોઇએ. પાણી મને સ્વસ્થ રાખે છે. આ સિવાય મને 3 ટાઇમ છાશ પીવાની આાદત પણ છે. નોર્મલ ફ્રૂટ જ્યૂસ તો હું ગમે તે સમયે પી લઉં છું. તે મને ખૂબ પસંદ છે.

ગળાને સારું રાખવા શું કરો છો?
પ્રોગ્રામ્સમાં સતત બોલતા રહેવાનું હોવાથી હું ગળાનો ખ્યાલ રાખું છું. આ માટે આઇસક્રીમ, કોલ્ડડ્રિંક્સ પીતો નથી.
ઘરની રસોઇમાં આપને શું વધારે ભાવે?

ઘરમાં (હસીને) મને ગાંઠિયાનું શાક, ઢોકળીનું શાક, ભાખરી, મરચું, છાશ. જો આટલી ચીજો મળે ને તો હું માળવાના ધણી હોવાનો અનુભવ કરું છું. મારા લગ્નને 17 વર્ષ થયા પણ હું ક્યારેય જમવામાં મીનમેખ કરતો નથી. મારી પત્ની જે બનાવે અને પીરસે તે મૌન રાખીને ખાઇ જ લઉં છું.
બહાર જમવાનું થાય તો તમે શું પસંદ કરો છો?

મને પંજાબી ફૂડ અને તેમાં પણ પનીર હાંડી અને પાઇનેપલનું રાયતું ગમે. જો સિઝન હોય અને કેરીનો રસ મળે તો હું સામાન્ય રીતે 4-5 વાટકી પી લઉં. પણ હા જો કોઇ મને આગ્રહ કરીને રસ પીરસે ને તો હું 6-7 વાટકી પણ પી જાઉં. આગ્રહ કરનારને આગ્રહ કરતાં આવડે તો.(હસીને)
આપને કયો રાગ ગાવો ગમે?

મને પોતાને ભૈરવી રાગ ગાવો વધારે પસંદ છે. અને હા, મને કંઇ ગાવું વધારે ગમતું હોય તો તે જગજીતની ગઝલો છે. આ સાથે હું પોતે કવિતાઓ લખવાનો પણ શોખ ધરાવું છું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સિમ્પલ લાઈફસ્ટાઈલના શોખીન છે ‘સાંઇરામ’, નહીં જાણતા હોય તેમનું ફેવરિટ ફૂડ"
ટિપ્પણી પોસ્ટ કરો