જાણો આ કૂકડા એવું તો શું કર્યુ કે એને 8 વર્ષ રહેવુ પડ્યુ જેલમાં…
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા ઘોટમી જિલ્લાની કોર્ટે પોલીસ કસ્ટડીમાં લેવાયેલ એક કુકડાને છોડી મુકવા અને તેને તેના માલિકને સોંપવાનો ચુકાદો આપ્યો હતો. નોંધનીય છે કે અમુક સમય પહેલા સ્થાનિક પોલીસે એક જગ્યાએ કુકડાઓને લડાવવામાં આવતા હોવાથી ત્યાં રેડ કરી હતી અને તે દરમિયાન આરોપીઓ સહીત પાંચ કુકડાઓની પણ ધરપકડ કરી હતી.

તાજેતરમાં જ ઘોટકીના રહીશ જફર મીરાનીએ સિવિલ જજની કોર્ટમાં અપીલ કરી હતી કે પોલીસ કસ્ટડીમાં રહેલા કુકડાઓને છોડી તેને સોંપી દેવામાં આવે. અપીલકર્તાએ એવી દલીલ આપી હતી કે અંગત કામ સબબ તે કરાંચીમાં રહે છે એટલા માટે તેઓ પોતે કુકડાની માલિકીનો દાવો નહોતો કરી શક્યો. કોર્ટે જફર મીરાનીની અપીલ માન્ય રાખી અને પોલીસને તેનો કૂકડો તેના હવાલે કરવાનો આદેશ કર્યો હતો.
કુકડાઓનો ખોરાક દરરોજનો 100 રૂપિયાનો બાજરો

પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મુમતાઝ સીરકીના કહેવા મુજબ રેડ દરમિયાન પકડાયેલા આરોપીઓ તો જમીન પર છૂટી ગયા હતા પરંતુ કુકડાઓ કેસના મુદ્દામાલ હોવાથી તેને જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી અમારે સાચવવાના હતા. જો કે કુકડાઓને પોલીસ સ્ટેશનના લોકઅપમાં નહોતા રાખવામાં આવ્યા પરંતુ ખુલ્લી જગ્યા રાખવામાં આવ્યા હતા અને તે ક્યાંય નાસી ન જાય તે માટે તેના એક પગમાં દોરી બાંધવામાં આવતી હતી. એ સિવાય પોલીસને કૂકડાની માવજત રાખવાની એક મુશ્કેલી એવી હતી કે ઉપરોક્ત કુકડાઓ દરરોજ 100 રૂપિયાનો બાજરો ચાઉં કરી જતા જે રકમ પોલીસ ભોગવતી હતી.

વળી, પોલીસ સ્ટેશનમાં એક અધિકારીને આ કૂકડાની ખાસ દેખરેખ સોંપાઈ હતી અને જો કોઈ કૂકડો બીમાર પડે તો તેને લાઈવસ્ટોક વિભાગના ડોક્ટર પાસે લઇ જવામાં આવતા. એક પોલીસકર્મીના જણાવ્યા મુજબ કુકડાઓને બિલાડીથી પણ સુરક્ષિત રાખવા પડતા હતા જે અસલમાં તેઓની જવાબદારીમાં નથી આવતું.
આ રીતે કુકડા પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનમાં

પોલીસે થોડા મહિનાઓ પહેલા કુકડાઓને લડાવવાના એક બનાવમાં રેડ કરી હતી અને આ કુકડાઓ સહીત લગભગ 12 જેટલા વ્યક્તિઓને પકડ્યા હતા અને અટક કરાયેલા આરોપીઓ તો ધીમે ધીમે જામીન પર છૂટી ગયા હતા પરંતુ આ કુકડાઓની માલિકીની દાવેદારી કોઈને નહોતી કરી. હવે FIR માં કુકડાઓનો ઉલ્લેખ કરાયો હતો એટલા માટે કેસના મુદ્દામાલ તરીકે કુકડાઓને પોલીસ સ્ટેશનમાં રાખવા પણ ફરજીયાત હતા.
નોંધનીય છે કે પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં કુકડાઓને લડાવવાની સ્પર્ધા થાય છે જેના પર શરત લગાવી પૈસાની લેવડ-દેવડ થતી હોય છે. આ સ્પર્ધા દરમિયાન ક્યારેક કુકડાઓનું મૃત્યુ પણ થઇ જાય છે. કૂકડાની લડાઈના શોખીન લોકો આ રમત માટે પોતાના કુકડાઓને તાકતવર બનાવે છે અને તેની ખુબ દેખરેખ પણ રાખે છે તથા તેઓના નામ પણ રાખે છે.
કુકડાઓને લડાવવા એ પાકિસ્તાનમાં કાયદેસરનો ગુન્હો

એ પણ નોંધનીય છે કે કુકડાઓની લડાઈ કરાવવી એ પાકિસ્તાની બંધારણ મુજબ અપરાધ છે અને તેના માટે એક વર્ષ સુધીની સજા થઇ શકે છે અને 500 રૂપિયાનો દંડ પણ થઇ શકે છે. પોલીસના કહેવા મુજબ જો કોઈ જો કોઈ પશુપાલક આ રીતની પશુઓની લડાઈ કરાવતા પકડાય તો તેના પશુઓને ફાર્મહાઉસમાં મોકલી દેવામાં આવે છે પરંતુ કુકડાઓ માટે તેનો કોઈ સત્તાવાર આદેશ નથી કે તેને પકડવામાં આવે તો તેનું શું કરવું.

વકીલ લાલા હસન પઠાણના કહેવા મુજબ આ મામલે કાયદામાં કોઈ જોગવાઈ નથી કે પક્ષીઓ આ કેસમાં પકડાય તો તેનું શું કરવું. સામાન્ય રીતે આવા કેસમાં પોલીસ FIR માં પક્ષીઓનો ઉલ્લેખ નથી કરતી, કાં તો એ પક્ષીઓને તેના માલિકના હવાલે કરી દેવામાં આવે છે અથવા પોતે જ તેનો ઉપયોગ કરી લે છે. એવા બહુ ઓછા કેસ છે જેમાં કુકડાઓને પણ કેસના મુદ્દામાલ તરીકે દર્શાવાયા હોય. ઉપરોક્ત કેસમાં પણ એ જ મુશ્કેલી સર્જાય કે કોઈએ કૂકડાની માલિકી માટે દાવો ન કર્યો અને પોલીસે પણ તેનો કોઈ ઉપયોગ ન કર્યો અને પોલીસે ફરજીયાત તેને કેસનો ભાગ બનાવ્યો એટલે આ મુશ્કેલી ઉભી થઇ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો આ કૂકડા એવું તો શું કર્યુ કે એને 8 વર્ષ રહેવુ પડ્યુ જેલમાં…"
ટિપ્પણી પોસ્ટ કરો