અહીંયા વર-વધુ સાથે એવા રિવાજો કરવામાં આવે છે કે….

અહીંયા વર અને વધુ સાથે નિભાવવામાં આવે છે અજબ ગજબ રિવાજો, જાણીને છક થઈ જશો તમે.

શુ તમે લગ્નમાં ક્યારેય આવો રિવાજ જોયો છે? આ 5 રિવાજો તમને વિચારતા કરી મુકશે.

શુ તમારા લગ્નમાં તમારું અપહરણ થયું હતું? જો ના તો….

લગ્ન અંગેના રિવાજોથી તો તમે સૌ કોઈ પરિચિત હશો જ પણ દરેક જગ્યાએ લગ્ન અંગેના નિયમો કઈ એકસરખા નથી હોતા. અલગ અલગ જગ્યાએ પોતાના અલગ નિયમો હોય છે. લગ્ન લોકો માટે એક ખાસ અનુભવ હોય છે પણ દુનિયામાં ઘણી એવી જગ્યા છે જ્યાં લગ્ન દરમિયાન અજબ ગજબ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. જ્યારે પણ પરિવારમાં કોઈના લગ્ન થાય છે તો પરિવારનો દરેક સભ્ય એ અંગે ખૂબ જ ઉત્સાહિત હોય છે. લગ્નનો અનુભવ તો મજેદાર હોય જ છે પણ લગ્ન સાથે જોડાયેલા રિવાજો એને વધુ રોચક બનાવી દે છે.

image source

તો ચાલો જાણી લઈએ દુનિયાના આ વિસ્તારોની લગ્ન અંગેની 5 સૌથી વિચિત્ર પરંપરા વિશે.

1. રોમાનિયા અને અન્ય યુરોપીય દેશોમાં એક મજેદાર રિવાજ હોય છે. લગ્ન પહેલા ત્યાં એક નકલી અપહરણની રમત રમવામાં આવે છે. વધુના મિત્રો અને પરિવાર, વધુનું અપહરણ કરે છે અને એને છોડાવવા માટે વર પાસેથી પૈસા માંગે છે.

image source

2. ઇન્ડોનેશિયામાં ટીડોંગ જાતિના લોકો એક પરંપરાનું પાલન કરે છે જેમાં એક નવવિવાહિત જોડાને લગ્નના 3 દિવસ અને 3 રાત બાથરૂમનો ઉપયોગ કરવાની પરવાનગી નથી હોતી. એ કારણે વર અને વધુને લગ્નના સમારંભ વખતે ભોજન અને પાણી બને તેટલું ઓછું આપવામાં આવે છે.

image source

3. ચીનના તુજીયા જાતીય સમૂહમાં લગ્નના એક મહિના પહેલા જ રિવાજ શરૂ થઈ જાય છે. એક વધુ પોતાના લગ્નના એક મહિના પહેલા જ રોજ એક કલાક રડવાનું શરૂ કરી દે છે. દુલહનની માતા 10 દિવસ પછી અને એની દાદી પણ એના 10 દિવસ પછી રડવાનું શરૂ કરી દે છે.

image source

4. ફ્રેન્ચ પોલીનેશિયામાં લગ્ન પછી, વર વધુના સગા સંબંધીઓ પોતાનો ચહેરો ઉપર કરીને જમીન પર સુઈ જાય છે અને એક કપડું એમના પર નાખવામાં આવે છે. જેનાથી માનવરૂપી કાર્પેટ બની જાય છે અને નવપરણિત દંપતીએ આ લોકોના બનેલા કાર્પેટ પરથી ચાલવાનું હોય છે.

image source

5. દક્ષિણ કોરિયાઈ સંસ્કૃતિમાં લોકોનું માનવું છે કે મરેલી માછલીથી છોકરાને મારવામાં આવે તો એ લગ્ન પછીની એની પહેલી રાત માટે સારી રીતે તૈયાર થઈ જાય છે. જો કે ફક્ત દુલ્હાને જ આ રિવાજ સહન કરવો પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "અહીંયા વર-વધુ સાથે એવા રિવાજો કરવામાં આવે છે કે…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel