ફ્રી સમયમાં ઘરે જ ઢીંચણની અને કોણીની કાળાશ કરો દૂર..

દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી પહેલા લોકો એટલું વધુ વ્યસ્ત જીવન જીવી રહ્યા હતા કે, કોઇપણ વ્યક્તિને મળવા માટે પૂછવામાં આવે કે પછી કોઈ અન્ય કામ માટે પૂછવામાં આવે ત્યારે સામે વાળી વ્યક્તિ તરત જ કહી દેતા હતા કે, મારી પાસે સમય નથી. જેના કારણે ઘણી બધી વર્કિંગ વુમન્સને પોતાની શારીરિક સુંદરતાને નિખારવા માટે પણ સમય નહી મળતો હોય.

image source

જયારે હવે દેશમાં કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ થઈ ગયા પછી હવે અનલોક પ્રક્રિયા તો શરુ કરી દેવામાં આવી તેમ છતાં હજી પણ ઘણા બધા ક્ષેત્રો હજી બંધ જ છે કે પછી વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે. આજે અમે આ સમયનો લાભ ઉઠાવી શકો એટલા માટે આપના માટે કેટલીક બ્યુટી ટીપ્સ લાવ્યા છીએ જેને આપ ઘરે જ રહીને અજમાવી શકો છો ચાલો જાણીએ આ બ્યુટી ટીપ્સ વિષે વિસ્તારથી…

-લીંબુ :

image source

લીંબુમાં કુદરતી રીતે બ્લીચીંગ એજન્ટ્સની જેમ કામ કરે છે. આપ લીંબુનો ઉપયોગ આપની સ્કીન પર આવી ગયેલ કાળાશને દુર કરવા માટે ઉપયોગ કરી શકો છો. આપે આપના પગના ઘૂંટણ અને હાથની કોણીને પહેલા ચોખ્ખા પાણીથી સાફ કરી લો ત્યાર બાદ આપે હાથની કોણી પર અને પગના ઘૂંટણ અને ઘૂંટી પર અંદાજીત બે થઈ ત્રણ મિનીટ સુધી લીંબુને ઘસવું જોઈએ. લીંબુ ઘસી લીધા પછી આપે આ લીંબુ ઘસેલ ભાગને ૩ થી ૪ કલાક સુધી એમ જ લાગી રહેવા દેવું. આપે ૩- ૪ કલાક પછી જે ભાગ પર લીંબુ લગાવ્યું હોય તેને નવશેકા પાણીથી સાફ કરી લેવી અને પછી તે જગ્યાએ સ્કીન લોશન કે પછી મોઈશ્ચરાઈઝર લગાવી લો. આપે આ પ્રયોગ અઠવાડિયામાં એકવાર કરી શકો છો જેનાથી આપને સારા પરિણામ જોવા મળશે અને આપની ત્વચા પરથી કાળાશ દુર થઈ જશે.

-બેકિંગ સોડા :

image source

સામાન્ય રીતે આપણે જયારે સ્નાન કરીએ છીએ ત્યારે શરીરના બધા જ અંગોને સાફ કરીએ જ છીએ પરંતુ શરીરના કેટલાક એવા ભાગ હોય છે જેને થોડીક વધારે સંભાળ લેવાની જરૂરિયાત હોય છે જેવા કે, પગના ઘૂંટણ, ઘૂંટી અને હાથની કોણી પર જામી ગયેલ કાળાશને દુર કરવા માટે આપ બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આપે એક ચમચી બેકિંગ સોડામાં થોડુક દૂધ ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને આપે કાળાશ ધરાવતા ભાગ એટલે કે, ઘૂંટણ, ઘૂંટી અને કોણી પર લગાવી દો. થોડીક વાર સુધી લગાવી રાખ્યા પછી આપે આ ભાગને સાદા પાણીથી ધોઈ લેવા. આ ઉપાય નિયમિત રીતે કરવાથી આપને એક મહિનામાં જ કાળાશ દુર થઈ ગયેલ જોઈ શકશો.

-મોઈશ્ચરાઈઝ:

image source

જો આપની ત્વચા શુષ્ક અને રુક્ષ રહે છે પણ આપની પાસે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવાનો પણ સમય નથી મળ્યો તો આપે વધારે કઈ કરવાની જરૂરિયાત છે નહી આપે ફક્ત રાતના સમયે સુતા પહેલા શિયા બટર, જોજોબા ઓઈલ, ઓલિવ ઓઈલ કે પછી વેસેલીન. આ બધી વસ્તુઓમાંથી આપની પાસે જે પણ વસ્તુ ઉપલબ્ધ હોય તેને આપે રાતે સુતા પહેલા ઘૂંટણ, ઘૂંટી અને કોણી પર લગાવીને તે ભાગને કપડાની મદદથી ઢાંકી દેવો જોઈએ. આખી રાત ઢાંકીને રાખ્યા પછી આપને થોડાક સમયમાં જ ફર્ક જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "ફ્રી સમયમાં ઘરે જ ઢીંચણની અને કોણીની કાળાશ કરો દૂર.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel