શું તમે એડવેન્ચરના શોખીન છો? તો એક વખત લેશો આ પહાડીઓની મુલાકાત તો વારંવાર થશે ત્યાં જવાનું મન
દક્ષિણી ઓડિશાના કોરાપુટ જિલ્લામાં આવેલ દેવમલી પહાડીઓ પર જો તમારે ક્યારેક જવાનું થાય તો લાગશે કે પહાડીઓ પર જાણે કુદરતે ચારે બાજુ ખુબસુરતી વિખેરી હોય. અહીંના મનમોહક નજારા જોઈ લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે. અહીં ચારે બાજુ ફેલાયેલા લીલાછમ ઘાસના મેદાન, ઝરણાઓ અને જંગલના પ્રાકૃતિક દ્રશ્યો પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ પહાડીઓ ઓડિશાની સૌથી ઊંચી પહાડી છે અને તેની ઊંચાઈ લગભગ 5484 ફૂટ છે. આ જગ્યા 8534 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે. બંગાળની ખાડી પાસે આવેલું આ સ્થાન પ્રાકૃતિક નજારાઓ અને એડવેન્ચરના શોખીન માટે એક આદર્શ વિકલ્પ છે.
દેવમલી પહાડી પોતાની ખુબસુરતી માટે તો જાણીતી છે જ પરંતુ તે સિવાય આ સ્થાન એડવેન્ચરના શોખીન લોકોને પણ ખુબ પસંદ પડે તેવી છે. કારણ કે અહીં તેઓ ટ્રેકિંગ, પર્વતારોહણ અને હેન્ગ – ગ્લાઈડિંગ જેવી આઉટડોર એક્ટિવિટીઝ કરી શકે છે. અહીંના ઝરણાઓ અને ઊંડી તથા સાંકડી ઘાટીઓ અને ચારે બાજુએ જંગલી વિસ્તાર જાણે જીવંત પ્રતીત થાય છે.
અહીં ખુબસુરત પર્યટન સ્થળો પણ છે. અહીં બનેલા મંદિરો, મઠ અને સ્મારક જેવા અનેક ભૂતકાળની વાતો સંઘરેલા સ્મારકો છે જેને જોવા માટે અહીં દેશ વિદેશના પર્યટકો આવતા હોય છે. અહીં પહાડી પર એક પ્રાચીન મંદિર પણ આવેલું છે. એ સિવાય અહીં દુમુરીપુટ જેવા પર્યટન સ્થાનો પણ છે.
વળી, અહીં દુદુમા ઝરણાંનો નજારો પણ ખાસ જોવા જેવો છે. આ ઝરણું લગભગ 175 મીટરની ઊંચાઈ પરથી પડે છે અને અહીંનો આજુબાજુનો વિસ્તાર પણ શાંત અને પ્રાકૃતિક છે. મોટાભાગે લોકો વિકેન્ડ પર અહીં પીકનીક મનાવવા આવતા હોય છે. આ ખુબસુરત સ્થાન મત્સ્ય તીર્થના નામથી પ્રસિદ્ધ છે. અને તેની ખુબસુરતી કાયમ માટે યાદગાર બની જાય તેવી છે.
અહીં સડક માર્ગ, રેલવે માર્ગ, અને હવાઈ માર્ગે પણ પહોંચી શકાય છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ વિશાખાપટ્ટનમ એરપોર્ટ છે. કોરકુટથી તેનું અંતર લગભગ 202 કિલોમીટરનું છે. કોરકુટ રેલમાર્ગ વિશાખાપટ્ટનમ, ભાવનેશ્વર, દિલ્લી, ચેન્નાઇ અને કોલકાત્તા વગેરે શહેરો સાથે જોડાયેલો છે. એ સિવાય અહીં અનેક રાજ્યોની સ્થાનિક પરિવહનની બસો પણ ચાલે છે જેના દ્વારા પણ તમે કોરકુટ પહોંચી શકો છો. તો હવે જયારે પણ તમારે ઓડિશા બાજુ ટ્રાવેલ ટ્રીપ લાગે તો આ સ્થાનની મુલાકાત લેવાનું રખે ચુકતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શું તમે એડવેન્ચરના શોખીન છો? તો એક વખત લેશો આ પહાડીઓની મુલાકાત તો વારંવાર થશે ત્યાં જવાનું મન"
ટિપ્પણી પોસ્ટ કરો