ઊભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્યને થાય છે આ અઢળક નુકસાન, જાણો અને બદલો તમારી આ આદતને
આપણે બધા જાણીએ છીએ કે દિવસભરમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે. પરંતુ તમે તે વાતની નહીં ખબર હોય,કે તમે જે સ્થિતિમાં પાણી પીવો છો તે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે. તમે હંમેશા તમારા વડીલોને કેહતા સાંભળ્યું હશે,કે વ્યક્તિએ હંમેશા શાંતિથી બેસીને પાણી પીવું જોઈએ.તેનું કારણ એ છે કે જ્યારે બેઠા હોય ત્યારે આપણા સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમ હળવા થાય છે અને આવી સ્થિતિમાં ધીમે ધીમે પાણી પીવાથી શરીરને ફાયદો પણ થાય છે.

આજના સમયમાં ઘણા લોકોને આ વાતની ખબર પણ નહીં હોય અથવા તો ખબર હશે તો પણ આ વાતથી અજાણ થઈને ચાલતા-ફરતા ફટાફટ પાણી પિતા હશે.તેથી આજે અહીં અમે તમને જણાવીશું કે ઉભા રહીને થવા તો ચાલતા-ફરતા પાણી પીવાથી શું ગેરફાયદાઓ થાય છે.
શારીરિક નુકસાન
આગળ જણાવ્યા પ્રમાણે આજ-કાલ લોકોને સમયના અભાવથી આમ-તેમ ફરીની પાણી પીવાની ટેવ હોય છે,પણ શું તમે જાણો છો કે ઉભા રહીને અથવા તો ચાલતા-ફરતા પાણી પીવાની પેહલી અસર શરીર પર જ થાય છે.
પાચનતંત્ર

ઉભા રહીને પાણી પીવાથી પાણીનો પ્રવાહ સરળતાથી થઈ જાય છે અને મોટી માત્રામાં ખાદ્ય નળી દ્વારા આ પાણી નીચે પેટની દીવાલ પર પડે છે.તેથી પેટની દીવાલ અને આજુબાજુના અંગોને નુકસાન પોહ્ચે છે.માત્ર એક બે વખત ઉભા રહીને પાણી પીવાથી આ નથી થતું,પણ વારંવાર ઉભા રહીને પાણી પીવાથી પાચનતંત્ર,કિડની અને હૃદયમાં સમસ્યા થવાનું કારણ બની શકે છે.
ઘૂંટણમાં દુખાવો

ઉભા રહીને પાણી પીવાની આદતથી તમારા ઘૂંટણ પર મોટો પ્રભાવ પડે છે.આથી તમારા ઘૂંટણ નબળા પડી શકે છે અને જીવનભર તમારા ઘૂંટણમાં દુખાવાની સમસ્યા રહે છે.
પગમાં ગાંઠા

ઉભા રહીને પાણી પીવાથી શરીરના તમામ સંતુલનો બગડી જાય છે.તેથી હાડકાઓને જોડવાવાળા ભાગોમાં હંમેશા પદાર્થોની અછત રહેવા લાગે છે અને તેથી હાડકાઓ નબળા પાડવા લાગે છે.હાડકાઓ નબળા થવાથી શરીરમાં ગાંઠા થવાનું શરુ થાય છે અને આ સમસ્યા બીજા ઘણા રોગો થવાનું કારણ બની શકે છે.
કિડની

ઉભા રહીને પાણી પીવાથી પાણી કિડની પરથી પસાર થઈને સીધું નીચે અથડાય જાય છે,જે લોહીમાં બગાડ થવાનું કારણ બની શકે છે.લોહીમાં બગાડ થવાના કારણે પેશાબમાં તકલીફ,કિડની અથવા તો હૃદયની તકલીફ વધવાનું કારણ બની શકે છે.
ફેફસાં

ઉભા રહીને પાણી પીવાથી સૌથી મોટી અસર ફેફસાં પર પડે છે.જેથી તે આપણા ફૂડ પાઇપ અને વિન્ડ પાઇપમાં ઓક્સિજનનો સપ્લાય બંધ કરે છે.જે લોકો હંમેશાં ઉભા રહે છે અને પાણી પીતા હોય છે તેમને ફેફસાંની સાથે હાર્ટ એટેક થવાનું જોખમ પણ વધારે હોય છે.
તરસ લાગ્યા જ કરે છે

ઉભા રહીને પાણી પીવાથી શરીરમાં ક્યારેય પાણીની તરસ ઓછી થતી નથી.આપણું શરીર વારંવાર પાણી માગ્યા જ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ઊભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્યને થાય છે આ અઢળક નુકસાન, જાણો અને બદલો તમારી આ આદતને"
ટિપ્પણી પોસ્ટ કરો