ટુ-વ્હીલર માટે જાહેર કરવમાં આવ્યા નવા નિયમો – જાણીલો આ મોટા ફેરફાર

કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી વાહનવ્યવહારના નિયમોને લઈને થોડી કડક થઈ છે અને દર થોડા સમયે નવા નવા નિયમો લાગુ પાડવામાં આવી રહ્યા છે. હાલ કેન્દ્ર સરકાર રોડ સેફ્ટીને વધારવા બાબતે નવા નિયમો લાગુ પાડવા જઈ રહી છે. આ નિયમોમાં બાઈક માટે પણ કેટલાક ખાસ નિયમો બહાર પાડવામા આવ્યા છે. અને તે પ્રમાણે હેન્ડહોલ્ડ અને સાડી ગાર્ડ પણ લગાવવાનું સૂચન આપવામા આવ્યું છે. અને જો બાઈકની પાછળ કોઈ કન્ટેનર રાખવું હોય તો તેને લઈને પણ કેટલાક દિશા-સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

image source

માર્ગ પરના અકસ્માતોની સંખ્યા ઘણી વધી ગઈ છે. અને તેને લઈને કેન્દ્ર સરકાર કેટલાક નિયમોમાં ફેરફાર લાવી રહી છે તો કેટલાક નિયમો કડક બનાવી રહી છે. તાજેતરમાં જ મંત્રાલય દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામા આવી છે જેમાં બાઈકની સવારીને લઈને પણ કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

image source

વાહન વ્યવહારને લઈને ગયા મહીને પણ એક માર્ગદર્શિકા બહાર પાડવામા આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે બાઇકની બંને તરફ ડ્રાઇવર સીટની પાછળ હેન્ડ હોલ્ડ મુકવામા આવશે. જેથી કરીને પાછળની વ્યક્તિ માટે બાઇકની સવારી સુરક્ષિત રહે. સામાન્ય રીતે બધા જ બાઈકમાં આવી કોઈ સગવડ હોતી નથી. અને આ સાથે બાઇક પાછળ બેસનાર વ્યક્તિ માટે બન્ને તરફ ફૂટ હોલ્ડ એટલે પગ મુકવાનું સ્ટેન્ડ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

નવી માર્ગદર્શિકામાં કરવામા આવ્યો આ બાબતોનો સમાવેશ

imae source

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શીકા પ્રમાણે બાઈકની પાછળના ટાયરની જમણી તરફ અરધો ભાગ સુરક્ષિત રહે તે રીતે તેને કવર કરવાનો રહેશે. જેથી કરીને પાછળ બેસનાર વ્યક્તિના કપડાં તેમાં ફસાય નહીં. આ ઉપરાંત સરકારે ટાયરને લઈને પણ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે પ્રમાણે 3.5 ટન વજનના વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનું સૂચન કરવામા આવ્યું છે.

image source

આ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમની મદદથી ડ્રાઈવર તેના ટાયરમાં હવાનું યોગ્ય પ્રેશર છે કે નહીં તે જાણી શકશે. તો વળી મંત્રાલય દ્વારા ટાયર રીપેર કિટની પણ પ્રશંસા કરવામાં આવી છે. કારણ કે આ ટાયર રીપેર કિટ જો વાહન ધરાવતી વ્યક્તિ પાસે રહેશે તો તેમણે એક્સ્ટ્રા ટાયર રાખવાની જરૂર પડશે નહીં.

image source

આ સાથે સાથે જ મંત્રાલયે એક માર્ગદર્શિકા એવી પણ બહાર પાડી છે જે બાઈકની પાછળ લગાવવામા આવતા કન્ટેનરો વિષે છે. જે પ્રમાણે બાઇક પાછળ લગાવવામાં આવતા કન્ટેનરની લંબાઈ 550 એમ.એમ રહેશે જ્યારે તેની પહોળાઈ 510 એમએલ રહેશે અને તેની ઉંચાઈ 500 એમ.એમથી વધારે નહીં હોવી જોઈએ.

જો આવું કન્ટેનર જો આગળની સવારી આગળ લગાવ્યું હોય તો પછી બાઇક પર માત્ર તેનો ડ્રાઇવર જ બેસી શકશે. એટલે કે આવી કન્ટેનરવાળી બાઇક પર બીજી સવારી બેસાડી શકાશે નહીં. જો કે આ નિયમમાં સરકાર સમયાંતરે ફેરફાર લાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "ટુ-વ્હીલર માટે જાહેર કરવમાં આવ્યા નવા નિયમો – જાણીલો આ મોટા ફેરફાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel