હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ઓક્ટોબર મહિનામાં થશે આવી હાલત, જેમાં ખાસ સાચવજો આ તારીખે નહિં તો…

અમુક વિસ્તારમાં આ સીઝનનો 100 ટકા કરતાં પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે અને લોકો પણ હવે કંટાળી ગયા છે. એક તરફ ખેડૂતોના પાકને પણ મબલક નુકસાન થઈ રહ્યું છે. એવામાં ફરી એકવખત વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. વરસાદને લઈને એકવાર ફરીથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જે મુજબ ઓક્ટોબરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જો તેનું જોર વધશે તો ચક્રવાતાની સંભાવના પણ દેખાઈ રહી છે.

9થી 11 ઓક્ટોબર ચક્રવાતની શક્યાતાઓ

image source

અંબાલાલ પેટેલે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું હતુ કે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદ લાવશે. 22મી સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટાઓની પણ શક્યાતા છે. આવતા મહિના વિશે અંબાલાલનું કહેવું છે કે ઓક્ટોબર માસમા વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેમાંય જો આ સિસ્ટમનું જોર વધશે તો 9થી 11 ઓક્ટોબર ચક્રવાતની શક્યાતાઓ છે. રાજ્યમાં 22 સપ્ટે. સુધી વરસાદી ઝાપટા પડવાની પુરી શક્યતા દેખાઈ રહી છે. 26 અને 27 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રમા હળવો વરસાદ રહેશે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય 22થી 30 તારીખ સુધી કોઈ સિસ્ટમ દેખાઈ રહી નથી.

ઓગસ્ટ મહિનામાં આવ્યો હતો વરસાદનો રિપોર્ટ

image source

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 107 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 213.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 141.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ઝોનમાં 92.29 ટકા. ઉત્તર ઝોનમાં 92.22 ટકા અને મધ્ય ગુજરાતમાં 80.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 89 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. તો 136 ડેમ છે હાઈએલર્ટ પર છે. જ્યારે 16 ડેમ છે એલર્ટ પર છે. તો સૌરાષ્ટ્રના 140 ડેમમાં 91.52 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 76.17 ટકા પાણીનો જથ્થો છે.

ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયુ હશે તેમને સરકાર તરફથી સહાય અપાશે

image source

ગુજરાતમાં વરસી રહેલા મુશળધાર વરસાદથી ખરીફ વાવેતરને જંગી નુકસાન થતા ફરી એકવાર જગતના તાત એવા ખેડૂતને માથે હાથ દઇ રડવાનો વાર આવ્યો છે. મુશળધાર વરસાદ અને ક્યાંક પુર જેવી પરિસ્થિતિને લીધે ખેતરમાં ઉભો પાક ધોવાઇ ગયો છે. આવી કપરી સ્થિતિમાં ખેડૂતોને પાક નુકસાન બદલ સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

image source

રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જાહેરાત કરી કે, સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે જે ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયુ હશે તેમને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવશે. પાકને થયેલા નુકસાનની આકારણ માટે અધિકારીઓ દ્વારા 15 દિવસમાં સર્વે હાથ ધરાશે અને તેના આધારે ખેડૂતોને થયેલા નુકસાનની સહાય ચૂકવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ઓક્ટોબર મહિનામાં થશે આવી હાલત, જેમાં ખાસ સાચવજો આ તારીખે નહિં તો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel