આ વર્ષ આઈપીએલમાં આ ટીમ બનશે ચેમ્પિયન, ક્રિકેટના ભગવાન સચિને તેંડુલકરે કરી આ મોટી આગાહી

ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ ગણાતી આઈપીએલનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ વર્ષે ભારતમાં કોરોનાનું સંક્રમણ વધુ હોવાના કારણે દુબઈમાં રમાઈ રહી છે. આઈપીએલની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું છે.

image source

163 રનનો પીછો કરતા ચેન્નઈએ 4 બોલ બાકી રાખીને મેચ જીતી હતી. તેમના માટે અંબાતી રાયુડુએ IPL કરિયરની 19મી ફિફટી ફટકારતાં સર્વાધિક 71 રન કર્યા. જેને લઈને હવે દર્શકોમાં સૌથી પહેલો પ્રશ્ન એ કરી રહ્યા છે કે આ વર્ષે કોણ ચેમ્પીયન બનશે. તો આ અંગે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે એક ભવિષ્યવાણી કરી છે. તો આવો જાણીએ સચિનના મતે આ વર્ષે કોણ ચેમ્પિયન બનવા માટે સૌથી વધારે દાવેદાર છે.

મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બનશે

image source

તો આ અંગે દિગ્ગજ બેટ્સમેન રહી ચુકેલા સચિન તેંડુલકરે જણાવ્યુ કે, તેમના મતે આ વખતે કઈ ટીમ આઈપીએલ ચેમ્પિયન બની શકે છે. સચિને આકાશ ચોપડાની સાથે યૂટ્યૂબ ચેનલ પર એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ કે, આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બનશે. સચિને આકાશ ચોપડાને કહ્યુ કે, મેં હંમેશા બ્લૂ જર્સી પહેરી છે અને જ્યારે મુંબઈ તથા ઈન્ડિયન્સ સાથે આવે તો મુંબઈ ઈન્ડિયન્સ બની જાય છે.

UAEમાં મુંબઈનો રેકોર્ડ ખરાબ

image source

નોંધનિય છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈએ ગઈ સીઝનની ફાઇનલમાં CSKને 1 રને હરાવ્યું હતું. આ વખતે રોહિતની કપ્તાનીમાં ટીમ જીત સાથે સીઝનની શરૂઆત કરવા માગશે. જોકે UAEમાં મુંબઈનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. લોકસભા ઈલેક્શનને કારણે 2014માં IPLની શરૂઆતની 20 મેચો UAEમાં થઇ હતી. ત્યારે મુંબઈ અહીં 5 મેચ રમ્યું હતું અને તમામ મેચ હાર્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સને પડકાર આપી શકે દિલ્હી

image source

તો બીજી તરફ આકાશ ચોપડાએ કહ્યુ કે, આ વખતે દિલ્હી કેપિટલ્સની ટીમ પણ ખુબ સંતુલિત છે અને મજબૂત જોવા મળી રહી છે અને મુંબઈ ઈન્ડિયન્સને પડકાર આપી શકે છે. તેના પર સચિને કહ્યુ કે, આ લીગની બધી ટીમો સંતુલિત છે, તેવામાં આ સ્પિડની રમત હશે. સચિને કહ્યુ કે, આઈપીએલની દરેક ટીમ સંતુલિત છે અને ક્રિકેટના આ ફોર્મેટમાં ખુબ ઓછા સમયમાં ઘણુ થાય છે. જ્યારે બેટ્સમેન શોટ્સ રમવાનું શરૂ કરે તો આપણે સલાહ આપીએ કે થોડુ સંભાળીને રમવાની જરૂર છે. તો જ્યારે શોટ રમવામાં વાર લાગે તો આપણે ઈચ્છીએ કે મોટા શોટ લગાવે.

કોઈપણ ટીમ બાજી મારી શકે છે

image source

સચિને પોતાનું મંતવ્ય આપતા આગળ કહ્યુ કે, આઈપીએલનું ફોર્મેટ ખુબ રસપ્રદ છે અને તેમાં કોઈપણ ટીમ ચેમ્પિયન બની શકે છે. આ ટૂર્નામેન્ટ 53 દિવસ ચાલશે જેમાં ખુબ ચઢાવ-ઉતાર જોવા મળશે. પરંતુ જે ટીમનું પર્ફોમ્ન્સ સાતત્યા પૂર્ણ હશે તે વિજય મેળવશે. તમને જણાવી દઈએ કે આ સીઝન યૂએઈમાં રમાઇ રહી છે અને સચિન ટીમ સાથે નથી. પરંતુ સચિને પુત્ર અર્જુન તેંડુલકર વિશે કહ્યુ કે, તે નેટ બોલરની હેસિયતથી યૂએઈ ગયો છે. સચિન મુંબઈ માટે પ્રથમ છ સીઝન રમી ચુક્યો છે, પરંતુ તેના રહેતા ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ વર્ષ આઈપીએલમાં આ ટીમ બનશે ચેમ્પિયન, ક્રિકેટના ભગવાન સચિને તેંડુલકરે કરી આ મોટી આગાહી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel