પિતૃપક્ષ શ્રાદ્ધ ૨૦૨૦: જીવનની ઘણી પરેશાનીઓ નું કારણ બને છે પિતૃદોષ, જાણો નિવારણના ઉપાય..
કુંડળી માં પિતૃ દોષ હોય તો જીવન માં ઘણા પ્રકારની પરેશાની નો સામનો કરવો પડે છે. એટલા માટે જે લોકો ની કુંડળી માં પિતૃદોષ હોય છે તે લોકો એ તરત એનું નિવારણ કરવું જોઈએ. મોટાભાગના વિશેષજ્ઞોનું માનવું છે કે પૂર્વજોના ઋણને કારણે , જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પણ મોટાભાગે આપણને એ જ ખબર નથી પડતી કે જે કઈ થઈ રહ્યું છે એની પાછળ શું કારણ છે.
image source
હિન્દુ ધર્મમાં, પિતાના આશીર્વાદ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. કુંડળીમાં સ્થિત પિતૃ દોષ જીવનની ઘણી સમસ્યાઓનું કારણ બને છે. શ્રાદ્ધ પક્ષમાં લેવામાં આવતા પગલા તમને આ પિતૃ દોષથી રાહત આપી શકે છે, આજે અમે તમને પિતૃદોષ ની સમસ્યા માંથી રાહત મેળવવાના ઉપાય વિશે જણાવીશું, જેનાથી તમારો પિતૃદોષ દુર થઇ જશે.. તો ચાલો અમે તમને જણાવી દઈએ આ ઉપાયો વિશે.
image source
બ્રાહ્મણોને કરાવવું ભોજન
જો શ્રાદ્ધ કરવું હોય તો એ પિતૃના શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન આપવું જોઈએ અથવા લોટ, ફળો, ગોળ, ખાંડ, શાકભાજી અને દક્ષીણા સહિત ભોજન કરાવવું જોઈએ. એનાથી પિતૃ દોષની અસર ઘટી જાય છે.
કાળા તલ
જો કોઈ વ્યક્તિ ગરીબ હોય અને જો પૈસાની અછતને કારણે તે પિતૃ નું શ્રાદ્ધ કરી શકે તેમ ન હોય, તો તેણે પવિત્ર નદીના પાણીમાં કાળા તલ નાખીને તર્પણ કરવું જોઈએ. આનાથી પિતૃ દોષ પણ ઓછો થાય છે.
image source
હનુમાન ચાલીસા પાઠ
હનુમાન ચાલીસા વાંચવાથી પિતૃ દોષ ના પ્રકોપ થી બચી શકાય છે. દર મંગળવાર ના દિવસે મંદિર જઈને હનુમાનજી ની સામે બેસીને હનુમાન ચાલીસા નો પાઠ કરવો. હનુમાન ચાલીસા સિવાય તમે ઈચ્છો તો સુંદરકાંડ નો પણ પાઠ કરી શકો છો. તમારે એ વાત નું ધ્યાન રાખવું કે ફક્ત સાંજ ના સમયે જ સુંદરકાંડ નો પાઠ કરવો.
સૂર્યદેવને પ્રાથના
જો કોઈ વ્યક્તિ ગરીબ હોય તો સૂર્યદેવને હાથ જોડીને પ્રાર્થના કરવી, પિતૃ પણ એનાથી રાજી થઇ જાય છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "પિતૃપક્ષ શ્રાદ્ધ ૨૦૨૦: જીવનની ઘણી પરેશાનીઓ નું કારણ બને છે પિતૃદોષ, જાણો નિવારણના ઉપાય.."
ટિપ્પણી પોસ્ટ કરો