ગર્ભાવસ્થામાં ચા કે કોફી, શું પીવું સ્વાસ્થ્ય માટે છે સારું? જાણી લો એનો જવાબ

ગર્ભવતી મહિલાઓએ પોતાના ખાનપાનનું ખુબ જ ધ્યાન રાખવું પડતું હોય છે કારણકે ખોટા ખાનપાનથી બાળક અને માં ના સ્વાસ્થ્ય પર સીધી રીતે ખરાબ અસર પડે છે અને ઘણી વાર તો ગર્ભપાત પણ થઇ જતું હોય છે. એટલે ગર્ભધારણ કર્યા પછી દરેક મહિલાએ પોતાના ખોરાક પર ખાસ રીતે ધ્યાન રાખવું જોઈએ. હમેશા ગર્ભધારણ કર્યા પછી મહિલાઓના મનમાં સૌથી પહેલા એ જ સવાલ આવતો હોય છે કે શું એ ચા કે કોફી પી શકે કે નહિ? જો તમારા મનમાં પણ એ સવાલ આવે છે, તો તમે ચોક્કસથી આ લેખ વાંચજો.

શું ગર્ભવતી હોય ત્યારે ચા કે કોફી પી શકાય?


ગર્ભધારણ કર્યા પછી મહિલાઓએ ચા અને કોફીનું સેવન જરા પણ ના કરવું જોઈએ. ચા અને કોફી ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક હોઈ શકે છે. એટલે તમે ગર્ભધારણ કર્યા પછી આ બંને વસ્તુઓનું સેવન ના કરો. ગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતા કેફીનનું સેવન કરવાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને બાળકના લીવરનો વિકાસ સારી રીતે નથી થઇ શકતો. એ સિવાય માં ને ગેસ બનવાની ફરિયાદ પણ થઇ જાય છે.

જર્નલ ઓફ એન્ડોક્રીનોલોજીમાં પ્રકાશિત થયેલ એક અધ્યયન અનુસાર કેફીન ચા અને કોફી બંનેમાં મળી આવે છે. કેફીનથી બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોચે છે. જોકે, જે મહિલાઓને ચા અને કોફી પીવાની ટેવ હોય તો એવી મહિલાઓએ ગર્ભવસ્થા દરમિયાન એક દિવસમાં ૨૦૦ મીલીગ્રામથી ઓછા કેફીનનું જ સેવન કરવું. એટલી માત્રામાં કેફીન લેવું સુરક્ષિત હોય છે.

હર્બલ ચા નું સેવન કરો


ગર્ભાવસ્થામાં હર્બલ ચા નું સેવન જ કરો. હર્બલ ચા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. હર્બલ ચા છાલ, પત્તીઓ ,બીજ, ફૂલોથી બનાવવામાં આવે છે અને એ બધી વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. સાથે જ તમે કઈ હર્બલ ચા પી શકો છો ,એની માહિતી નીચે મુજબ છે.

આદુની ચા


આદુની ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી હોય છે. એટલે તમે એવી ચા પી શકો છો. આદુની ચા પીવાથી પેટ દર્દથી આરામ મળે છે. જોકે, આદુની ચા બનાવતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવું કે વધારે માત્રામાં આદું ના નાખવું અને બની શકે તો ચા પત્તીનો પણ ઉપયોગ ના કરવો. તમારે આ ચા બનાવવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરવા મુકવું અને એમાં થોડું આદું ઉમેરવું. પછી પાણીને ઉકળવા દેવું અને તમારા સ્વાદ મુજબ એમાં ખંડ ઉમેરી દેવી. જયારે પાણી ઉકળીને અડધું થઇ જાય તો ગેસ બંદ કરી દો. તૈયાર છે તમારી આદુની ચા અને પછી એ ચા ને ગાળીને પી લો. આ ચા નું સેવન દિવસમાં એક જ વાર કરવું.

ફુદીનાની ચા


ફુદીનાની ચા પેટ માટે ઉત્તમ હોય છે અને એ પીવાથી ગેસ અને સોજાની સમસ્યા નથી થતી. ફુદીનાની ચા બનાવવા માટે કેટલાક ફુદીનાના પાન લઇ એને સાફ કરી લો. એ પછી આ પાનને પીસી પાણીમાં ઉમેરી દો. આ પાણી ગેસ પર ગરમ કરવા રાખો અને ખાંડ ઉમેરો. જયારે પાણી ઉકળીને અડધું રહે ત્યારે ગેસ બંદ કરી દેવો. આ પાણી ગાળી લો. ફુદીનાની ચા બનીને તમારા માટે તૈયાર છે.

રોઝ હીપ ટી


રોઝ હીપ ટી કેફીન મુક્ત હોય છે અને આ ચા માં ઝીંક, આયરન, કેલ્શિયમ,મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. રોઝ હીપ ટી શરીરને ડીટોક્સીફાઈ કરે છે અને આ ચા પીવાથી શરીર અંદરથી સ્વસ્થ બને છે. રોઝ હીપ ટી તમને બજારમાં સરળતાથી મળી જશે.

આ વસ્તુઓનું પણ સેવન કરી શકો છો

હર્બલ ટી સિવાય તમે દૂધ, જ્યુસ, ફળ, સૂપ વગેરે જેવી વસ્તુઓ પણ તમારા ખોરાકમાં ઉમેરી શકો છો. દૂધ પીવાથી બાળકના હાડકાનો વિકાસ સારી રીતે થાય છે. એટલે તમારે દિવસમાં બે વખત દૂધ ચોક્કસ પીવું જોઈએ. એ સિવાય, લીલા શાકભાજી અને દાળનું સેવન વધારે કરવું. જે વસ્તુઓની તાસીર ગરમ હોય એ વસ્તુઓ ના ખાવી જોઈએ. ગરમ તાસીરવાળી વસ્તુઓ તમારે આઠમો મહિનો શરુ થઇ જાય પછી કરવું જોઈએ.

Related Posts

0 Response to "ગર્ભાવસ્થામાં ચા કે કોફી, શું પીવું સ્વાસ્થ્ય માટે છે સારું? જાણી લો એનો જવાબ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel