ચીની મોબાઈલ એપ્સના પ્રતિબંધ બાદ આ ભારતીય ગેમ્સનું વધ્યું ચલણ, જાણો PUBGના વિકલ્પ

ભારત સરકારે 118 ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે, પરંતુ આ વખતે 118 ચીની એપ્સમાંથી લોકપ્રિય ગેમિંગ એપ PUBG મોબાઇલ પણ સામે છે. આમ તો આ એપ પર પહેલા પણ પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી હતી, કેમકે આના કારણે બાળકોએ આત્મહત્યા કરી લીધી, તો કોઈએ પેરેન્ટ્સના પૈસા આ એપ પર બરબાદ કર્યો.

image source

હવે આ એપ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, તો આના વિકલ્પ તરીકે મેડ ઇન ઇન્ડિયા ગેમ એપ્સને ટ્રાય કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા એક વાર ફરી ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. આ પહેલાં 59 મોબાઈલ એપ્લીકેશન બંધ કર્યા બાદ બુધવારે સરકારે 118 અન્ય એપ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ લિસ્ટમાં ચર્ચિત ગેમ પબ્જી પણ સામેલ છે. આ નિર્ણયથી ભારતીય ઈનોવેશનને વેગ મળશે અને સાથે જ શાનદાર દેસી એપ્સ પણ જોવા મળશે. બુધવારે સરકારની તરફથી પબ્જી સહિત અનેક એવા એપ્સ બેન કરાયા છે જેનો સંબંધ ચાઈના સાથે છે.

Real Cricket

image source

ભારતમાં ક્રિકેટ ફક્ત એક રમત નથી, પરંતુ ધર્મ છે. મોટાભાગના લોકો આ રમતના નિયમો જાણે છે અને દરેક જણ આ રમતને પ્લે કરવા ઇચ્છે છે. જે લોકો પ્લે ગ્રાઉન્ડ પર ક્રિકેટ નથી રમી શકતા તેમના માટે Real Cricket એક સારો વિકલ્પ છે. આ એપને પીપલ્સ ચોઇસ ગેમ ઑફ ધ યર-2014 અને ઇન્ડિયા ગેમિંગ વીક સ્પોર્ટ્સ એન્ડ ડેબ્યૂ ગેમ ઑફ ધ યર-2015 એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

The Bonfire: Forsaken Lands

image source

ફોરસેન લેન્ડ્સને હિમાંશુ મનવાની અને ગોવર્ધન ગોસાવીએ ડેવલપ કરી છે. જોકે આ ગેમને 6 દિવસ સુધી જ ફ્રીમાં રમી શકાય છે. ત્યારબાદ તમારી 4 ડૉલર એટલે કે 300 રૂપિયા ખર્ચ કરવા પડશે. આને Google Play Best Of 2019 Winner For Best Indie 2019 અને Best Indie Game Of The Year IGDC: 2018 જેવા એવૉર્ડ મળી ચુક્યા છે. પેઇડ ગેમ હોવા છતા પણ 10 લાખથી વધારેવાર આ ગેમ ડાઉનલોડ થઈ છે.

Indian Airforce: A Cut Above

image source

જે લોકોને બેટલ ગેમ પસંદ છે તેઓ ગેમ એપને ટ્રાય કરી શકે છે. આને 2019માં લૉ્નચ કરવામાં આવી હતી. આ ગેમમાં યૂઝરને આઈએએફ એર વૉરિયરની ભૂમિકા નીભાવવાની તક મળે છે. આનું ગ્રાફિક શાનદાર છે અને સાઇઝ 349 MB છે. આ ફ્રી ગેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "ચીની મોબાઈલ એપ્સના પ્રતિબંધ બાદ આ ભારતીય ગેમ્સનું વધ્યું ચલણ, જાણો PUBGના વિકલ્પ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel