દરેક ખેડૂતો ખાસ વાંચી લે આ ન્યૂઝ, જેમાં SBI તરફથી મળી રહી છે આ મોટી ભેટ, જાણો નહિં તો રહી જશો
દેશની સૌથી મોટી બેન્કે ખેડૂતોને લઈને એક મોટા નિર્ણય લીધો છે. જેના કારણે ખેડૂતોને મોટા ફાયદો થશે અને તેને સમય પણ બચશે. તો શું છે આ નિર્ણય અને કેવી રીતે ખેડૂતોને ફાયદો થશે આવો જોઈએ આ અહેવાલમાં. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) બનાવવાનો માર્ગ એકદમ સરળ બનાવી દીધો છે. જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તેના અનેક ફાયદા છે. કિસાન ક્રેડિટ કાર્ડથી ખાતર, બીજ વગેરે માટે સરળતાથી લોન મળી જાય છે. તેમાં 9 ટકાના દરે લોન મળે છે. આ ઉપરાંત સરકાર આ કાર્ડ દ્વારા 2 ટકાની સબસિડી આપે છે. આ સાથે જ જો ખેડૂત સમય પર લોન ચુકવે તો તેમને 3 ટકાની છૂટ મળે છે. કુલ ખેડૂતોને સમયે લોન ચુકવવા પર 4 ટકાના દરે લોન મળે છે.

KCC એકાઉન્ટ ખોલાવવાના ફાયદા
KCC એકાઉન્ટ ખોલાવવાના ફાયદા પણ ઘણા છે. આ KCC ખાતામાં ક્રેડિટ બેલેન્સ પર બચત બેન્કના દરે વ્યાજ આપવામાં આવે છે. તમામ KCC એકાઉન્ટ હોલ્ડર્સને ફ્રી એટીએમ ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે. ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 2 ટકા પ્રતિ વર્ષના દરે વ્યાજની છૂટ આપવામાં આવે છે. સમયસર લોની ચુકવણી કરનારને 3 ટકા પ્રતિ વર્ષના દરે વ્યાજમાં એક્સ્ટ્રા છૂટ આપવામાં આવે છે.

હવે ઓફિસના ધક્કા ખાવા નહી પડે
એસબીઆઈએ ઘણુ કામ આસાન કરી દીધુ છે. KCC ખાતા વિશે તમામ જાણકારી ઓનલાઇન લેવા માટે સૌપ્રથમ તમારે SBI YONO APP ડાઉનલોડ કરવાની રહે છે. યોનો એપ પર લોગીન કર્યા બાદ ખેડૂતોને YONO Krishi Platform પર ક્લિક કરવાનુ રહે છે. અહીં ખાતાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહે છે. તે બાદ KCC Review વિકલ્પને સિલેક્ટ કરવાનો રહે છે. તે બાદ તમને અપ્લાયનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કર્યા બાદ તમને KCC ખાતાની તમામ જાણકારી મળી જશે.
કેવા ઉમેદવાર આ ખાતું ખોલાવી શકે છે?

KCC ખાતુ ખોલાવવામાં તમારે કોઈ વધારે પાત્રતાની જરૂર નથી. તમામ ખેડૂત અથવા ખેતીમાં લાગેલા લોકો KCC ખાતુ ખોલાવી શકે છે. ભાડા પટ્ટે ખેતી કરનાર ખેડૂત પણ KCC ખાતુ ખોલાવી શકે છે. ભાડા પટ્ટે ખેતી કરતા ખેડૂત સહિત સ્વયં સહાયતા સમૂહ પણ આ ખાતુ ખોલાવી શકે છે.
KCC ખાતુ ખોલાવવા જરૂરી ડોક્યુમેન્ટ
KCC ખાતુ ખોલાવવા માટે તમારે અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે. એપ્લીકેશન ફોર્મ ફોટો આઇડી જેવા મતદાર ઓળખ પત્ર, પાન કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે એડ્રેસ પ્રુફ જેવા કે મતદાર ઓળખ પત્ર, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "દરેક ખેડૂતો ખાસ વાંચી લે આ ન્યૂઝ, જેમાં SBI તરફથી મળી રહી છે આ મોટી ભેટ, જાણો નહિં તો રહી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો