દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જાઓ તો, તરત જ અજમાવવા આ ઘરેલૂ ઉપાય
દિવાળીનું પર્વ એટલે આનંદ, ઉલ્લાસ અને રોશનીનો પર્વ. આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે અને રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતી વખતે કેટલીક કાળજી લેવાથી અને સલામતી રાખવાથી અકસ્માત અને દાઝવાથી બચી શકાય છે. આમ તો દર વર્ષે ફટાકડાથી બળી જવાના કિસ્સાઓ સામે આવે છે. એવામાં જો નાના-મોટી સમસ્યા આવે કે દાઝી ગયા હોવ અને તેના માટે પ્રાથમિક ઈલાજ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
ફટાકડા ફોડતી સમયે ન કરો આ ભૂલો

મોટાભાગે લોકો દાઝી ગયા બાદ બળતરામાંથી રાહત મેળવવા બરફનો ઉપયોગ કરે છે. આ ઉપયોગ ટાળવો. તેનાથી બ્લડ ક્લોટ થાય છે. અને તેનો ફ્લો ઘટે છે.
દાઝ્યા પછી તરત જ દવા લગાવવી નહીં. ઘણીવાર લોકો બર્ન કર્યા પછી તરત જ મલમ અથવા માખણ લગાવે છે. આ ન કરવું જોઈએ.
દાઝ્યા પછી ફોલ્લા થાય તો તેને ફોડો નહીં. તેનાથી ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે.

દાઝેલી જગ્યા પર કોટન લગાવવાનું ટાળો. તેનાથી ઘા સાફ થશે પણ બળતરા વધે છે.
દાઝેલા વ્યક્તિને પાણી પીવડાવવાની ભૂલ ન કરો. દાઝી ગયા બાદ તેના આંતરડા થોડી વાર કામ કરવાનું બંધ કરે છે અને પાણી શ્વાસ નળીમાં ફસાઈ શકે છે. આ હાલતમાં પીડીતને ઓઆરએસનું પાણી પીવડાવો. થોડી વારમાં ફાયદો જોવા મળશે.

ક્યારેક દાઝ્યા સમયે કપડાં ચામડી સાથે ચોંટી જતા હોય છે. આ સમયે ડોક્ટર પાસે જાઓ. તમે જાતે કાઢશો તો તે ઘા ઊંડો બનશે.
દાઝી જાવ ત્યારે કરી લો આ ઉપાય
તુલસીના પાનનો રસ લગાવો

તુલસી લગભગ બધાંના ઘરે હોય જ છે. દાઝી જવાની સમસ્યા માટે તુલસીના પાન બહુ જ અસરકારક હોય છે. તેના પાનનો રસ તમે દાઝેલા કે બળેલા ભાગ પર લગાવી શકો છો. આનાથી દાઝેલા ભાગ પર નિશાન રહેવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે અને ઈન્ફેક્શન પણ થતું નથી.
ફટાકડા કે કોઈ જ્વલનશીલ પદાર્થથી દાઝી જતાં સૌ પહેલાં તેની પર ઠંડું પાણી નાંખો. કોઈ વાસણમાં ઠંડું પાણી લઈને તેમાં દાઝેલા ભાગને રાખી શકો છો.

દાઝેલા ભાગ પર નારિયેળ તેલ લગાવવાનું ફાયદારૂપ ગણાય છે. આ તેલ તમારી બળતરા ઓછી કરશે.
દાઝે સ્કીન પર હળદરનું પાણી લગાવી શકાય છે. તેનાથી બળતરા ઘટે છે.
ગાજર કે કાચા બટાકાને બારીક પીસીને દાઝેલા ભાગ પર લગાવો. તેનાથી બળતરામાં રાહત મળશે.

તુલસીના પાનનો રસ રાહત આપે છે. તે લગાવવાથી દાઝ્યા બાદના ડાઘ તરત જતા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જાઓ તો, તરત જ અજમાવવા આ ઘરેલૂ ઉપાય"
ટિપ્પણી પોસ્ટ કરો