દિવાળીની પૂજામાં અચૂક ઘરમાં રાખો આ 5 વસ્તુઓ, નહીં તો અધૂરી ગણાશે પૂજા

હાલ આખા દેશમાં કોરોના મહામારીની વચ્ચે તહેવારની સીઝન આવી છે. આ સમયે અનેક મંદિરના કપાટ પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. લોકો ઘરે બેસીને જ પ્રભુને પ્રસન્ન કરવામાં લાગ્યા છે. છતા ઘણાને લાગે છે કે ઘરમાં પૂજા કરવી અને મંદિરમાં પૂજા કરવામાં અંતર છે. મંદિરમાં જે વસ્તુઓ હોય છે તે ઘરમાં હોતી નથી. તમારુ આવુ વિચારવુ ખોટુ નથી. તહેવારની સીઝન છે ત્યારે ઉતાવળમાં પણ ક્યારેક કેટલીક ચીજો લાવવાની ભૂલાઈ જાય છે. પણ જો દિવાળીની પૂજા સમયે તમારા ઘરમાં પણ આ 5 ચીજો હશે તો તમારી પૂજા અધૂરી રહેશે નહીં.

આવામાં વાસ્તુ શાસ્ત્ર મદદરૂપ બની જાય છે. વાસ્તુમાં પૂજા સાથે જોડાયેલ એવી વાતો બતાવવમાં આવી છે જે તમારી માટે ઉપયોગી સાબિત થશે. તેનાથી પૂજા પણ સફળ થશે અને ઈશ્વર પણ તમારી પર પ્રસન્ન થઈને તમને બમણુ ફળ આપશે.

તો ચાલો જાણીએ વાસ્તુ મુજબ પૂજા ઘરમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ.

લોટામાં પાણી – દરેકે એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે ઘરના પૂજા ઘરમાં તાંબાના લોટામાં જળ અને તુલસી મિક્સ કરી રાખો. અને સવાર સાંજ પૂજા પછી આ જળને પરિવારના બધા સભ્યોમાં વિતરિત કરો અને પોતે પણ તેનુ સેવન કરો. રોજ તાજુ પાણી ભરીને મુકો.

image soucre

ચંદન – ઘરના મંદિરામાં ચંદન હોવુ ખૂબ જરૂરી છે. શાસ્ત્રો મુજબ ચંદન શાંતિ અને શીતળતા પ્રદાન કરે છે. અને તેની મનમોહક ખુશ્બુ ઘરમાં સકારાત્મકતા પેદા કરે છે.

image soucre

અક્ષત – અક્ષત એટલે ચોખાના દાણા. ઘરના મંદિરમાં ચોખા પણ હોવા જોઈએ. ધ્યાન રાખો તેમાથી એક પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ. માન્યતા છે કે તેને સંપન્નતાનુ પ્રતિક માનવામાં આવે છે.

image soucre

તાજા ફુલ – હિન્દુ શાસ્ત્રો મુજબ દેવી-દેવતાઓને પુષ્પ વધુ પ્રિય હોય છે. તેથી રોજ તેમની સમક્ષ ફુલ અર્પિત કરવા જોઈએ. આ સાથે જ પૂજા ઘરમાં કંકુ હોવુ પણ જરૂરી છે. કંકુને ચોખા એટલે કે ચોખાની સાથે માથા પર લગાવવામાં આવે છે.

image soucre

ઘંટડી – ઘરના મંદિરમાં ઘંટડી જરૂર હોવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ જ્યા રોજ ઘંટડીનો પ્રયોગ કરવામાં આવે છે ત્યાનુ વાતાવરણ સારું રહે છે. કારણ કે તેના ધ્વનિથી નકારાત્મકતા દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Related Posts

0 Response to "દિવાળીની પૂજામાં અચૂક ઘરમાં રાખો આ 5 વસ્તુઓ, નહીં તો અધૂરી ગણાશે પૂજા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel