લગભગ 20 મસાલાથી બને છે ઇસ્કોનની સ્વાદિષ્ટ પ્રસાદી ખીચડી
ઇસ્કોન મંદિરના પ્રસાદની વાત કરીએ એટલે સૌ પહેલું નામ ખીચડીનું જ યાદ આવો. દરેક ભક્તને ભાવતી હોય છે. તે સાદી હોવાની સાથે જ્યારે ભગવાન તેને આરોગે છે ત્યારે તેનો ટેસ્ટ વધી જાય છે. ભૂષિતા ખીંચી સાથેની વાતચીતમાં ઇસ્કોન મંદિર કઠવાડાના કલાનાથ ચૈતન્ય દાસે જણાવ્યું કે મંદિરમાં ખીચડીનો પ્રસાદ રાખવાનું એક માત્ર કારણ એ છે કે તે ટ્રેડિશનલ ફૂડ છે અને સાથે જ તેમાં દરેક પૂજામાં વપરાતા પવિત્ર ગણાતા એવા ચોખાનો ઉપયોગ કરાય છે. આ જ કારણ છે કે મુખ્ય પ્રસાદમાં ખીચડીને રાખવામાં આવે છે.

જ્યારે પણ સેવકો ખીચડી બનાવવા મંદિરના રસોડામાં પ્રવેશે છે તે પહેલાં તેઓ એક મંત્ર બોલે છે અને રાધા રાણીના આર્શિવાદ લઇને પછી જ રસોડામાં પ્રવેશ કરે છે. અહીં પ્રસાદમાં જે ખીચડી આપવામાં આવે છે તેને બોઇલ ખીચડી કહેવામાં આવે છે. પણ તેમાં પણ લગભગ 20 મસાલા ઉમેરાય છે અને તેને સાદી અને ટેસ્ટી બનાવવામાં આવે છે.

કલાનાથ ચૈતન્ય દાસ જણાવે છે કે ક્યારેય એવું નથી બન્યું કે સેવકોથી ખીચડી બગડી હોય. અહીં રોજની 200થી 300 કિલો ખીચડી (પ્રસાદ માટે તૈયાર હોય તે) બને છે અને રવિવારે કે જન્માષ્ટમી કે અન્ય અવસરે લગભગ 500 કિલોથી પણ વધારે ખીચડી ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. જ્યારે ઉપવાસ કે એકાદશીના દિવસો હોય ત્યારે મોરૈયો પ્રસાદમાં બનાવવામાં આવે છે. તો આવો જાણીએ કઇ રીતે બને છે ઇસ્કોન મંદિરની આ દાઢેવળગે તેવી પ્રસાદી ખીચડી…
સામગ્રી
- દાળ
- ચોખા
- વટાણા
- બટાકા
- કોથમીર
- તેલ કે ઘી
- મરી
- તજ
- લવિંગ
- જીરું
- ગોળ
- આખા ધાણા
- લાલ મરચું
- આદુ
- લીલા મરચા
- પાણી
- મીઠું

રીત
સૌ પહેલાં તો બધા ગરમ મસાલાને સરખે ભાગે લઇને શેકી લેવામાં આવે છે અને પછી તેને ક્રશ કરીને તેનો મસાલો તૈયાર કરાય છે. અમે મોટાભાગે મસાલો જાતે જ બનાવીએ છીએ જેથી તેમાં કોઇ ભેળસેળ ન થાય. જો શક્ય ન હોય તો બજારમાં ખીચડીના જે મસાલા તૈયાર મળે છેે તેમામંથી લસણ ડુંગળી વિનાનો મસાલો લાવીને પણ વાપરીએ છીએ.

હવે એક બાઉલમાં તેલ કે ઘી ગરમ કરીએ અને તેમાં આદુ મરચાંની પેસ્ટને સાંતળી લઇએ. એ ખદખદે એટલે તેમાં ગરમ પાણી (પહેલેથી ગરમ કરીને રાખેલું) મિક્સ કરીએ. હવે બધા ગરમ મસાલાનો પાવડર અને લાલ મરચું અને મીઠું મિક્સ કરીએ.

આ પાણી ઉકળે એટલે તેમાં ચોખા અને દાળ (બંને સરખે ભાગે લેવા. જેમકે 4 કિલોની ખીચડીમાં 2 કિલો દાળ અને 2 કિલો ચોખા) મિક્સ કરીએ. અમે ક્યારેક ફોતરાવાળી મગની દાળ, ક્યારેક મોગર દાળ, ક્યારેક તુવેરની દાળ પણ વાપરીએ છીએ.

જ્યારે ખીચડી બફાઇ રહી હોય ત્યારે ગેસ શક્ય તેટલો ધીમો રાખવો. વચ્ચે વચ્ચે તેને ધીરે ધીરે હલાવતા રહેવું. ખીચડી ચઢતી હોય તે સમયે તેની પર ઢાંકણ ઢાંકી રાખવું. ધીમા ગેસે તમારી ખીચડી તૈયાર થઇ જશે.

જ્યારે ખીચડી લગભગ 80 ટકા ચઢી જાય ત્યારે તેનો ગેસ બંધ કરી દો. આ સમયે તેમાં થોડો દેશી ગોળ ઉમેરી લો.(1 કિલોમાં લગભગ 50 ગ્રામ ગોળ) તૈયાર ખીચડી પર કોથમીર ભભરાવી દેવી. તૈયાર થઇ જશે ભગવાનને ભોગ લગાવવા માટેની પ્રસાદી ખીચડી.

નોંધ- જો લગભગ 10 કિલો ખીચડી હોય તો તેમાં અઢી કિલો અનાજ અને સાડા સાત કિલો પાણી ઉપયોગમાં લેવાય છે. આ પ્રમાણના આધારે ખીચડી બનાવશો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "લગભગ 20 મસાલાથી બને છે ઇસ્કોનની સ્વાદિષ્ટ પ્રસાદી ખીચડી"
ટિપ્પણી પોસ્ટ કરો