જલદી જાણી લો આ શહેર વિશે, જ્યાં વેંચાઇ રહ્યા છે માત્ર 86 રૂપિયામાં ઘર
લગભગ દરેક માણસની એ ઈચ્છા હોય છે કે તેનું પોતાનું સ્વતંત્ર અને સુખ સગવડતા વાળું ઘર હોય. અને ઘર બનાવવા કે નવું ઘર ખરીદવા માટે માણસ પોતાની જિંદગી ભરની કમાણી પણ ખર્ચ કરી દે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક શહેર એવું પણ છે કે જ્યાં માત્ર 87 રૂપિયા જેવી મામુલી કિંમતમાં ઘર મળે છે છતા ત્યાં કોઈ રહેવા માટે તૈયાર નથી. આ શહેરનું નામ સલેમી છે અને તે ઇટાલી દેશના સીસીલી ટાપુ પર સ્થિત છે.

આ એક ઐતિહાસિક જગ્યા છે જ્યાં અમુક ઘરો તો એટલા પ્રાચીન છે કે તેનું નિર્માણ લગભગ 16 મી સદીમાં થયું હતું. જો કે વર્ષ 1968 માં આવેલા ભયાનક ભૂકંપને કારણે આ શહેરને ઘણું નુકશાન થયું હતું.

મીડિયા અહેવાલો મુજબ છેલ્લા કેટલાક સમયથી ઈટાલીના અનેક શહેરો નિર્વાસનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં એક શહેર સલેમી પણ છે. આ કારણથી અહીં લોકોને સાવ પાણીના ભાઈ એટલે કે એક યુરોના શરૂઆતી ભાવથી ઘર વેંચવામાં આવી રહ્યા છે. સૌથી નવાઈની વાત તો એ છે કે અહીં રોડ રસ્તાથી માંડીને ઇલેક્ટ્રિસિટીની ગ્રીડ અને પાઇપ જેવી પ્રાથમિક સુવિધાઓ અને સેવાઓ પણ ઉપલબ્ધ છે.

આ શહેરના મેયર ડોમેનિકો વેનુટીના જણાવ્યા મુજબ સ્થાનિક વિસ્તારોમાં ફરીથી પહેલાની જેમ લોકજીવન ધબકતું થાય તે માટેના પ્રયાસો અંતર્ગત અહીં સસ્તા ભાવમાં ઘર વેંચવામાં આવી રહ્યા છે કારણ કે લોકો આ જગ્યા છોડીને અન્ય જગ્યાઓએ વસવાટ કરવા પલાયન કરી રહ્યા છે.

ડોમેનિકો વેનુટીના કહેવા મુજબ સરકાર કેટલાક વર્ષોથી આ પ્લાન પર કામ કરી રહી હતી પરંતુ કોરોના મહામારીને લઈને પ્લાનનાં આયોજનમાં અડચણ ઉભી થઇ હતી. વેનુટીએ કહ્યું કે સલેમી શહેરમાં બધા ઘર સીટી કાઉન્સિલના છે એટલે તેના વેંચાણમાં લાંબો સમય નહિ વિતે.

આ પહેલા વર્ષ 2018 માં ઈટાલીના ઓલોલી શહેરમાં પણ ઘરોની કિંમત માંડ 84 રૂપિયા રાખવામાં આવી હતી. ત્યાં પણ હાલમાં સલેમીમાં છે તેવી પરિસ્થિતિ હતી. ઓલોલી શહેરમાં પણ નોંધપાત્ર રીતે સ્થાનિકોની વસ્તી ઘટી રહી હતી જેના કારણે શહેર નષ્ટ થવાનો ભય પણ ઉભો થયો હતો.
0 Response to "જલદી જાણી લો આ શહેર વિશે, જ્યાં વેંચાઇ રહ્યા છે માત્ર 86 રૂપિયામાં ઘર"
ટિપ્પણી પોસ્ટ કરો