બરફથી ઢંકાયેલા પહાડો અને સ્વચ્છ પાણીની ખળખળ વહેતી નદીઓ છે જંસ્કાર ઘાટીમાં, એક વાર જરૂર જજો
જંસ્કાર ઘાટી કારગિલ જિલ્લાના લદ્દાખથી લગભગ 105 કિલોમીટર દૂર આવેલી છે. આ ઘાટી ભારતના રમણીય સ્થળો પૈકી એક ગણાય છે. જંસ્કાર ઘાટીમાં ફરવા જનાર પ્રવાસીનો પ્રવાસ એક સંભારણું બની જાય છે. બરફથી ઢંકાયેલા પહાડો, અને સ્વચ્છ પાણીથી ખડખડ વહેતી નદીઓના દ્રશ્યો ભૂલી ન શકાય તેવા હોય છે. સ્થાનિક લોકો આ ઘાટીને જંગસ્કર કે જહર એવા નામથી પણ ઓળખે છે. સમુદ્ર તળથી લગભગ 13154 ની ઊંચાઈએ સ્થિત જંસ્કાર ઘાટી ” ધ ટૅથીસ ” હિમાલયનો એક ભાગ છે. આ ઘાટી લગભગ પાંચ હજાર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ત્યારે આજના આ ટ્રાવેલ સંબંધી લેખમાં અમે આપને આ જંસ્કાર ઘાટી વિશે જાણવા જેવી વાતો કરવાના છીએ.
જંસ્કાર ઘાટીનો ઇતિહાસ

ઇતિહાસકારોના મતે ” લામા સોંગત્સેન ગમ્પો ” એ સાતમી સદીમાં લદ્દાખમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો અને તે સમયથી જ આ જગ્યા બૌદ્ધ ધર્મના માનનારાઓ માટે પવિત્ર અને ભક્તિ કરવાનું સ્થળ બની ગયું અને સાથે જ જંસ્કાર ઘાટીને અડીને આવેલા કાશ્મીરમાં ઇસ્લામ ધર્મમાં માનનારાઓ રહેવા લાગ્યા.
ચાદર ટ્રક

ચાદર ટ્રકને લેહ લદ્દાખનો સૌથી ખતરનાક ટ્રક માનવામાં આવે છે. આ ટ્રક જંસ્કાર ઘાટીના પ્રમુખ આકર્ષણો પૈકી એક છે. તમને જાણીને નવાઈ લાગશે કે શિયાળાના દિવસોમાં જંસ્કાર નદી પર બરફવર્ષાને કારણે સફેદ ચાદર ઓઢી હોય તેવું પ્રતીત થાય છે જેના કારણે તેને ચાદર ટ્રક તરીકે ઓળખવામાં આવે છે.
જંસ્કાર ઘાટીના આસપાસના વિસ્તારો

જંસ્કાર ઘાટીમાં આસપાસમાં આવેલા અન્ય ફરવાલાયક અને આકર્ષક સ્થળો છે જે આ મુજબ છે.
હેમીસ મઠ
પેંગોંગ તળાવ
શાંગ ગોમ્પા
ગોત્સંગ ગોમ્પા
ખર્દુલ લા પાસ
લેહ પેલેસ
ગુરુદ્વારા પથ્થર સાહિબ
ત્સો મોરીરી તળાવ
ચાદર ટ્રક
ફૂગતાલ મઠ
શાંતિ સ્તૂપ
જંગલી જાનવરોની વિભિન્ન પ્રજાતિઓ

જંસ્કાર ઘાટીમાં જંગલી જાનવરોની વિભિન્ન પ્રજાતિઓ પણ વસે છે. અહીં રીંછ, સ્નો લેપર્ડ અને મમોર્ટ પણ વસે છે. આ ઘાટીમાં અનેક પ્રકારના પાલતુ જાનવરો પણ છે જેમ કે ડોજો, યાક, ઘોડા.વગેરે…
જંસ્કાર ઘાટી જવાનો બેસ્ટ ટુરિસ્ટ પિરિયડ

જંસ્કાર ઘાટીમાં જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બરના મધ્ય સુધી જવા માટેનો બેસ્ટ ટાઈમ છે. આ સમય દરમિયાન અહીંનું વાતાવરણ મનમોહક અને માણવા લાયક હોય છે. જો કે શિયાળાની ઋતુમાં અહીં આવવું હિતાવહ નથી કારણ કે તે સમય દરમિયાન અહીંનું તાપમાન ઘણું નીચું રહે છે અને બરફવર્ષાને કારણે રોડ રસ્તામાં પણ અવરોધ ઉભા થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "બરફથી ઢંકાયેલા પહાડો અને સ્વચ્છ પાણીની ખળખળ વહેતી નદીઓ છે જંસ્કાર ઘાટીમાં, એક વાર જરૂર જજો"
ટિપ્પણી પોસ્ટ કરો