આ ઘાટીમાં થાય છે ગુલાબી અને પીળા ગુલાબ, લદ્દાખના બાગ તરીકે જાણીતી છે નુબ્રા ઘાટી, જાણો વધુમાં
પોતાની અદ્ભૂત સુંદરતા અને ખૂબસૂરતી માટે લદ્દાખ ફક્ત આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જાણીતું છે. લદ્દાખને ભારતનો મુગુટ પણ કહેવામાં આવે છે. ત્યારે આજના આ ટ્રાવેલ સંબંધી લેખમાં અમે આપને લદ્દાખના પહાડો વચ્ચે આવેલી નુબ્રા ઘાટી વિશે જણાવવાના છીએ. નુબ્રા ઘાટી ઊંચા પહાડી વિસ્તારોથી ઘેરાયેલી છે. નુબ્રા ઘાટીનો અર્થ ” ફૂલોની ઘાટી ” એવો થાય છે આ કારણે આ વિસ્તારને લદ્દાખનો બાગ પણ કહેવાય છે. ખાસ કરીને આ ઘાટીમાં ગુલાબી અને પીળા રંગના આકર્ષક ગુલાબો થાય છે.

લેહથી 150 કિલોમીટરના અંતરે આવેલી નુબ્રા ઘાટી કુદરતની રચનાનો એક લાજવાબ નમૂનો છે. આ ઘાટીનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે. ઇતિહાસકારો અનુસાર આ ઘાટીનો ઇતિહાસ સાતમી શતાબ્દી ઇસ્વી પૂર્વ જૂનો છે. ઇતિહાસમાં આ ઘાટી પર ચીની અને મંગોલીયાઓએ આક્રમણ કર્યું હતું.
પ્રાકૃતિક સુંદરતાનું કેન્દ્ર એટલે નુબ્રા ઘાટી

નુબ્રા ઘાટી પ્રાકૃતિક દ્રશ્યો અને નજારાઓથી ભરપૂર છે. આ ઘાટીની રેતી અને પહાડીઓ અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. અહીંના તાપમાનની વાત કરીએ તો આ વિસ્તાર મોટાભાગે ઠંડો જ રહે છે. નુબ્રા ઘાટી શ્યોક નામક બે નદીઓની વચ્ચે વસેલી છે અને અહીંની સ્થાનિક સંસ્કૃતિ પણ અલગ ભાત પાડે છે.
લેહથી નુબ્રા ઘાટીની યાત્રા

નુબ્રા ઘાટી સુધી પહોંચવા માટે રોડ માર્ગે જ જવું પડે છે. સૌથી પહેલા રાષ્ટ્રીય માર્ગથી ખર્દુન્ગ લા સુધી યાત્રા કરવાની હોય છે અને ત્યારબાદ ખર્દુન્ગ ગામમાંથી થઈને શ્યોક ઘાટી સુધીની યાત્રા કરવાની હોય છે. નુબ્રા ઘાટી પહોંચવા પહેલા પર્યટકોએ બે દિવસ માટે લેહમાં રોકાવું પડે છે. એક વખત જ્યારે પર્યટકને અહીંનું વાતાવરણ મેચ આવી જાય ત્યારે તે આગળની યાત્રા કરી શકે છે. આ યાત્રા દરમિયાન તમને સૂમસામ પણ ખુબસુરત રસ્તાઓ જોવા મળશે. નુબ્રા ઘાટીની નજીક પહોંચતા પહોંચતા તમને રેતીના આકર્ષક અને મનમોહક ટીલા જોવાનો નજારો જોવા મળશે.
ડિસ્ટિક અને હંડર

ડિસ્કિટ અને હંડર નુબ્રા ઘાટીમાં આવેલા વ્યાપારિક કેન્દ્રો છે. આ જગ્યા પણ મનમોહક અને સુંદર છે. તમારે ડિસ્ટિક અને હંડરમાં રોકાવું હોય તો તમને અહીં સરળતાથી હોટલ, હોમ સ્ટે, રિસોર્ટ અને ટેન્ટ મળી રહેશે. અહીંનું વાતાવરણ પણ ઘણું શાંત છે. આ જગ્યાએ બે કુબડ વાળા ઊંટ પણ જોવા મળે છે.
નુબ્રા ઘાટી જવા માટેનો સૌથી ઉચિત સમય

નુબ્રા ઘાટીમાં જવા માટેનો સૌથી સારો સમય મે મહિનાથી સપ્ટેમ્બર મધ્ય સુધીનો છે. શિયાળાની ઋતુમાં અહીં જવું હિતાવહ નથી.
0 Response to "આ ઘાટીમાં થાય છે ગુલાબી અને પીળા ગુલાબ, લદ્દાખના બાગ તરીકે જાણીતી છે નુબ્રા ઘાટી, જાણો વધુમાં"
ટિપ્પણી પોસ્ટ કરો