સુરતમાં PSI લેડી સિંઘમ વિશે ભયંકર ખુલાસો, અનિતા જોશીએ આપઘાત કર્યો એના 5 દિવસ પહેલાંથી જ….
હાલમાં એક ઘટનાએ ભારે જોર પકડ્યું છે. અને એ છે આત્મહત્યા. કોરોના આવ્યો પછી દેશમાં ખુણે ખુણેથી આત્મહત્યાના સમાચારો સામે આવી રહ્યા છે. સારા સારા પ્રોફેશનને લઈને પણ લોકો આત્મહત્યા કરી રહ્યા છે. જ્યારે જ્યારે આવી કોી ઘટના સામે આવે ત્યારે લોકો વિચારે ચડી જાય કે આખરે લોકોને એવી શું મુસીબત હશે કે જીવન ટુંકાવવું પડે. ત્યારે હાલમાં જ રાજકોટરના ઉધના પોલીસ મથકની પટેલ નગર ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અનિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

જો આ મહિલા વિશે વાત કરવામાં આવે તો પોલીસ કર્મચારીઓનાં જણાવ્યા અનુસાર અનિતા જોશી ઉધના વિસ્તારમાં લેડી સિંઘમ જેવી છાપ ધરાવતા હતા. જો કે તેઓ સ્વભાવે ખુબ જ સંવેદનશીલ હતા. તેમજ એવું પણ કહેવામાં આવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ ખુબ જ ડિસ્ટર્બ રહેતા હતા. તેમના સ્ટેટસમાં તેઓ ડિપ્રેશનમાં હોવાનું સ્પષ્ટ પણે જોઇ શકાતું હતું. જોશી વર્ષ 2013ની બેચના પીએસઆઇ હતા. ઉધના વિસ્તારમાં તેમની છાપ લેડી સિંઘમ તરીકેની હતી. ગુનેગારો ટપોરીઓ તેમના નામ માત્રથી થથરતા હતા. તેઓ કડક ઓફિસરની ઇમેજ ધરાવતા હતા.

આમ ભલે તેમની છાપ લેડી સિંઘમ હતી પણ તે છતાં તેઓ સ્વભાવે અતિસંવેદનશીલ હતા. લોકડાઉનમાં ગરીબોને ભોજન પુરૂ પાડીને તેમણે પોતાના અતિસંવેદનશીલ સ્વભાવનો પરચો આપ્યો હતો. એક ઘના વિશે વાત કરીએ તો ગત્ત વર્ષે એક ગરીબ છોકરાની સાયકલ ચોરાઇ ગઇ હતી. છોકરો પિતા સાથે પોલીસ ચોકીમાં ચોરીની અરજી કરવા માટે આવ્યો હતો. સાયકલ ચોરાઇ જતા નાસીપાસ થયેલા આ છોકરાને જોઇ પીએસઆઇ અમિતાનું દિલ દ્રવી ઉઠ્યું હતું. તેમણે પોતાના ખર્ચે છોકરાને સાયકલ અપાવી હતી. પોલીસ કર્મચારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ દિવસથી ડ્યુટી દરમિયાન તેઓ ખુબ જ નોર્મલ રહેતા હતા. જો કે સ્ટેટસમાં તેઓ ડિપ્રેશનમાં હોય તેવા સ્ટેટસ મુકતા હતા. તેમણે રામલીલા ફિલ્મમાં વાગતા મરસીયાનો વીડિયો મુક્યો હતો. આ ઉપરાંત આગ તો અપને હી લગાતે હૈ, ગૈર તો સિર્ફ હવા દેતે હૈ આ ઉપરાંત જો ગુજર ગયા ઉસે પીછે મુડકર મત દેખો. વરના જો આગે મિલને વાલા હૈ ઉસે ભી ખો દોંગે તેવા સ્ટેટસ મુકતા હતા.

જ્યારે જ્યારે આવા સ્ટેટસ આવતા ત્યારે લોકો જોતાં હતા અને એવુ અનુમાન લગાવતા હતા. પરંતુ કોઈને એ ખબર સુદ્ધા પણ નહોતી કે આ લેડી એટલા ટેન્શનમાં છે કે તેને હવે આ મોંઘુ જીવન પણ સસ્તુ લાગવા લાગ્યું અને પેટમાં ગોળી મારી તેમણે જીવન ટૂંકાવી લીધું. ઉલ્લેખનીય છે કેનપીએસઆઈ અનિતા જોશી મૂળ સૌરાષ્ટ્રનાં છે. તેમનો પોતાના પરિવાર અને સાસરું બંને સૌરાષ્ટ્રમાં આવેલાં છે. અનિતા જોશીના પતિ વૈભવ વ્યાસ પણ સૌરાષ્ટ્રના છે. વૈભવ વ્યાસ ભાવનગર જિલ્લાના ઘોઘા પાસેના ભૂંભલી ગામના છે. તેમના પતિ પણ પોલીસ કોન્સ્ટેબલ છે અને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર છે. અનિતા જોશીએ આપઘાત કર્યો ત્યારે તેમના પતિ સહિત પરિવારજનો સબંધીના લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે વતન ભાવનગર ગયેલા હતા. શનવારે બપોરે તેમના પતિએ અનિતાબેનને અવારનવાર કોલ કર્યા હતા પણ રીસીવ થયા નહોતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સુરતમાં PSI લેડી સિંઘમ વિશે ભયંકર ખુલાસો, અનિતા જોશીએ આપઘાત કર્યો એના 5 દિવસ પહેલાંથી જ…."
ટિપ્પણી પોસ્ટ કરો