ગુજરાતમાં અહીં એક જ રાતમાં 15 વાર ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ, જાણો અને તમારા સગા-સંબંધીઓને પૂછો હાલચાલ
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સતત ભૂકંપનાં આંચકા છે. આ વિસ્તારમાં સતત ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. એવામાં ગત 24 કલાકમાં તાલાલા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં તાલાલા પંથકમાં ભૂકંપના 15 આંચકા આવ્યા છે જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી હોઈ જાનહાનિ થઈ નથી. ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે. તાલાળા પંથકમાં રાત્રે પોણા બે વાગ્યાથી લઇને સવારે સાડા સાત સુધીમાં સામાન્ય તીવ્રતાના સમયાંતરે 15 આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ 3.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો છે.

કચ્છમાં આવેલા ભૂકંપની યાદ તાજી થઇ
એક રાત્ર દરમિયાન 15 આંચકા અનુભવતાં લોકોમાં ફરી કચ્છમાં આવેલા ભૂકંપની યાદ તાજી થઇ ગઇ હતી. જો કે 15 આંચકાઓની તીવ્રતા સામાન્ય હોવાના કારણે કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આટલા બધા અચાનક આંચકા આવતા લોકો કઈક મોટી અનહોની થવાની અણસાર વર્તાઈ રહ્યા હોય તેમ કહી રહ્યા છે. ધરતીના પેટાળમાં કોઈ મોટી હલચલ થઈ રહી હોય તેમ લોકોનું માનવું છે.

કેટલા વાગે કેટલી તીવ્રતાનો આંચકો?
- રાત્રે 1.42 વાગે 1.7ની તીવ્રતાનો આંચકો
- રાત્રે 3 વાગે 2.2ની તીવ્રતાનો આંચકો
- રાત્રે 3.46 વાગે 3.3ની તીવ્રતા
- રાત્રે 3.55 વાગે 3.1ની તીવ્રતા
- રાત્રે 3.56 વાગે 3.2ની તીવ્રતા
- રાત્રે 3.58 વાગે 1.8ની તીવ્રતા
- રાત્રે 4.07 વાગે 2.4ની તીવ્રતા
- સવારે 4.44 વાગે 2.9ની તીવ્રતા
- સવારે 5.26 વાગે 2.0ની તીવ્રતા
- સવારે 5.27 વાગે 3.1ની તીવ્રતા
- સવારે 5.28 વાગે 2.5ની તીવ્રતા
- સવારે 5.35 વાગે 1.8ની તીવ્રતા
- સવારે 5.40 વાગે 1.4ની તીવ્રતા
- સવારે 6.09 વાગે 2.0ની તીવ્રતા
- સવારે 7.34 વાગે 3.1ની તીવ્રતાનો આંચકો

ગીર સોમનાખના તલાલા, ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાઈ રહી છે. સતત હલી રહેલી ધરતીને કારણે લોકોમાં હવે ફફડાટ ફેલાયો છે. લોકો કોઈ એડવેન્ચર રાઈડ પર બેસીને સતત હલી રહ્યા હોય તેવુ અનુભવી રહ્યાં છે. ભરશિયાળે ઘરમાં રહે કે બહાર જાય તેવો ડર લોકોમાં ભરાઈ ગયો છે.
30 નવેમ્બર પણ આવ્યા હતા ભૂકંપના આંચકા

તાલાલામાં 30 નવેમ્બર મોડી રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા. અહીં રાત્રે 1.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તો સવારે 5.52 કલાકે 2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. મોડી રાત્રે અચાનક ભૂકંપનો આંચકો આવતા આરામ કરી રહેલા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. તાલાલામાં ભૂકંપનો પ્રથમ ઝટકો મોડી રાત્રે 1.12 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા 3.2નો હતો. ત્યારબાદ વહેલી સવારે 5 કલાક અને 52 મિનિટે ફરી ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 2ની હતી. આમ તાલાલામાં એક રાતમાં બે ભૂકંપના ઝટકા આવ્યા છે.
મોરબીમાં પણ આવ્યો આંચકો

તાલાલા બાદ મોરબી શહેરમાં સવારે સાત કલાક આપસાપ 1.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આમ એક રાતમાં રાજ્યના બે શહેરોમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. મહત્વનું છે કે આ પહેલા ગુરૂવારે રાત્રે કચ્છમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતમાં અહીં એક જ રાતમાં 15 વાર ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ, જાણો અને તમારા સગા-સંબંધીઓને પૂછો હાલચાલ"
ટિપ્પણી પોસ્ટ કરો