તમારી આ પર્સનલ વસ્તુ આપવાની તૈયારી હોય તો જ જજો મલ્ટિપ્લેક્સમાં મુવી જોવા, વાંચો ગાઇડલાઇન્સમાં બીજા કયા નિયમોનું કરવું પડશે ખાસ પાલન

દેશભરની સાથે ગુજરાતમાં પણ આગામી 15 તારીખથી સિનેમાઘરો શરૂ થઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે ફિલ્મો શરુ કરવા માટેના નિયમ પણ જાહેર કરી દીધા છે. આ નિયમના કારણે હવે મલ્ટીપ્લેક્ષ શરુ થયા પછી પણ પહેલાં કરતાં ઘણા ફેરફારો જોવા મળશે. લોકોનો ફિલ્મ જોવાનો અનુભવ આ ફેરફારના કારણે ઘણો બદલાઈ જશે. અગાઉ મલ્ટીપ્લેક્સ તથા સિંગલ સ્ક્રીન થિયેટરોમાં દિવસથી રાત સુધીમાં 7થી 8 શો ચાલતા હતા. પરંતુ હવે કોરોનાના પ્રોટોકોલના કારણે 3થી 4 શો જ ચાલી શકશે. આ સાથે જ દરેક પ્રેક્ષકે ફિલ્મ જોવા જતા પહેલાં બુકિંગ સમયે મોબાઈલ નંબર આપવો ફરજિયાત રહેશે.

image source

દર્શકો માટે સૌથી મોટો ચેલેન્જ અને ફેરફાર એ હશે કે જે સ્ક્રીનમાં તે ફિલ્મ જોશે ત્યાં સમોસાં, કોલ્ડ્રિંક્સ કે અન્ય સ્નેક્સ લઈ જઈ નહીં શકાય. લોકોએ ફિલ્મ જોતાં જોતાં નાસ્તો કરવાની આદત છોડવી પડશે. આ ઉપરાંત ફિલ્મના બે શો વચ્ચે અડધા કલાકનો ગેપ રાખવો પડશે.

image source

કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ અનુસાર બે શોની વચ્ચે અગાઉ પાંચ કે 10 મિનિટનો સમય રહેતો તેને બદલે હવે ઓછામાં ઓછી અડધી કલાકનો સમય જરૂરી રહેશે. આ શો વચ્ચે સંપૂર્ણ સિનેમાઘરને સેનિટાઈઝ કરવાનું ફરજિયાત છે. ઉપરાંત એક શો પૂરો થયા બાદ દરેક રોમાં બેસેલા લોકોને ક્રમ અનુસાર જ બહાર જવાની છૂટ આપવામાં આવશે.

image source

આ ઉપરાંત પહેલાં ઇન્ટર્વેલમાં પ્રેક્ષકો એકસાથે હાલ બહાર નીકળતા હતા, એને બદલે હવે વારાફરતી દરેકે બહાર નીકળવાનું રહેશે, જેને કારણે ઈન્ટર્વલનો સમય પણ વધી જશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ મુજબ 50 ટકા કેપેસિટીની જે નવી વ્યવસ્થા છે એમાં એક સીટ છોડીને દરેક પ્રેક્ષકે બેસવાનું રહેશે અને જે સીટ ખાલી રાખવાની હશે તેના પર ટેપ કે માર્કર લગાવવું ફરજિયાત છે. ખાલી સીટની પાછળની સીટમાં બેસાડી શકાશે. હોલની અંદર પેકિંગમાં રહેલાં ફૂડ લઈ જઈ શકાશે.

image source

અગાઉ ફિલ્મ જોતાં જોતાં જે રીતે નાસ્તા અને કોલ્ડ્રિંક્સની જે સેવા આપવામાં આવતી હતી એ હવે આપી શકાશે નહીં. જ્યાં પણ સિંગલ સ્ક્રીન થિયેટર હશે ત્યાં બુકિંગ માટે વધુ વિન્ડો ખોલવી પડે તેવી શક્યતા છે.

image source

સાથે જ હોલમાં એસીનું તાપમાન 24થી 30 ડિગ્રી પર જ રાખી શકાશે. દરેક શોમાં ઈન્ટર્વલ પહેલાં અને પછી કોરોના અંગે જાગૃતિ લાવતી એક મિનિટની ફિલ્મ પણ બતાવવી પડશે. હોલની બહાર માર્કર કરીને છ ફૂટના અંતરે લોકો ઊભા રહે તેવા સર્કલ દોરવા પડશે. આ ઉપરાંત લોકો અંદર આવે ત્યારે તેમનું થર્મલ ચેકિંગ કરવું અને તેમણે માસ્ક પહરેલા હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "તમારી આ પર્સનલ વસ્તુ આપવાની તૈયારી હોય તો જ જજો મલ્ટિપ્લેક્સમાં મુવી જોવા, વાંચો ગાઇડલાઇન્સમાં બીજા કયા નિયમોનું કરવું પડશે ખાસ પાલન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel