કોરોનાના કેસ વિશે આ વાંચીને ભારતીયો થઇ જશે ખુશ-ખુશ, જાણી લો જલદી શું છે તમારા માટે સારા સમાચાર
ભારતમાં કોરોના મામલે રાહતના સમાચાર મળ્યા છે. દેશમાં ઝડપથી કોરોનાનો પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે. જોકે જાણકારોની ચિંતા હજું પણ યથાવત છે કેમ કે જો તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં ન આવ્યું તો કોરોના ઝડપથી ફેલાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં એક દિવસમાં નોંધાતા કોરોનાના કેસનો આંક ચિંતાજનક હતો.
દેશમાં એક દિવસમાં 1 લાખની આસપાસ કેસ નોંધાતા હતા. જે વિશ્વમાં નોંધાતા એક દિવસના કેસમાં ભારત સૌથી પ્રથમ હતુ. જોકે આ ચિંતામાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. સારા સમાચાર એ છે કે હવે છેલ્લા દિવસોમાં નોંધાતા કેસ કરતા અડધા કેસ જ નોંધાય છે. ભારતમાં એક દિવસમાં નોંધાતા કોરોનાના કેસમાં થયો ઘટાડો. એક દિવસમાં ભારતમાં કોરોનાના 54 હજાર 265 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 78 હજાર 365 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.
તેમજ એક દિવસમાં 710 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા હાલ 8 લાખ 37 હજાર 784 છે. જ્યારે કોરોનાના કુલ કેસ 71 લાખ 73 હજાર 565 છે. જ્યારે વિશ્વમાં યથાવત કોરોનાનું સંક્રમણ યથાવત છે. એક દિવસમાં 2 લાખ 72 હજાર 810 કેસ નોંધાયા છે. વિશ્વમાં કોરોનાથી એક દિવસમાં 3 હજાર 697 લોકોનાં મૃત્યુ થયા છે.
જ્યારે વિશ્વમાં કોરોનાના કુલ કેસ 3 કરોડ 80 લાખ 29 હજાર 245 છે. તેમજ કોરોનાના એક્ટીવ કેસ 83 લાખ 56 હજાર 216 છે. ભારતમાં હાલ નોંધાઈ રહેલા કેસની સંખ્યામાં ઘટાડો આનંદ આપનારો છે પણ તહેવારોની સીઝન શરુ થવા જઈ રહી છે. જેને લઈને વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે જો ધ્યાન નહીં રાખવામાં આવે તો કેસમાં પાછો ઉછાળો જોવા મળશે.
શિયાળામાં કોરોના સંક્રમણ વધવાની આશંકા
મુખ્યમંત્રીએ ચિકિત્સા અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીને કહ્યું કે આગામી શિયાળામાં કોરોના સંક્રમણમાં વધારો થવાની આશંકાને ધ્યાનમાં રાખીને તમામ તૈયારી કરી લેવાઈ છે. કોરોના વિરુદ્ધ આંદોલનમાં સકારાત્મક પ્રભાવ પર સંતોષ મળી રહ્યો છે. આ સ્થિતિ કાયમ રાખવાના પ્રયાસ પણ સરકાર કરી રહી છે.
8 કરોડ 80 લાખ સેમ્પલના ટેસ્ટ
દેશ ભરમાં અત્યાર સુધીમાં 8 કરોડ 80 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. ગત અઠવાડિયામાં સાજા થનારાની સંખ્યા પોઝિટિવ કેસ કરતા વધારે છે. આ ઉપરાંત ગત 2 અઠવાડિયામાં દેશના એક્ચ્યૂલ કેસ હોલ્ડ પણ 10 લાખથી ઓછા છે. બીજી તરફ અધિકારીઓએ ઠંડી અને તહેવારોની સિઝનમાં સંક્રમણના મામલા વધવાની આશંકા વ્યક્ત કરતા સતર્ક રહેવાની સલાહ આવી છે. જેનાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોનાના કેસ વિશે આ વાંચીને ભારતીયો થઇ જશે ખુશ-ખુશ, જાણી લો જલદી શું છે તમારા માટે સારા સમાચાર"
ટિપ્પણી પોસ્ટ કરો