જેલમાંથી બહાર નિકળતાની સાથે જ અર્નબ કારની ઉપર બેસી ગયા, અને કહ્યું કંઇક એવું કે…
ઇન્ટીરીયર ડિઝાઈનરને સુસાઈડ કરવા માટે ઉશ્કેરણી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ અર્નબ ગોસ્વામીને ૭ દિવસ પછી બુધવારના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. અર્નબ ગોસ્વામીને જામીન મળી ગયા પછી જયારે જેલની બહાર આવી જાય છે. ત્યારે અર્નબ ગોસ્વામીએ જેલની બહાર આવતા જ કારની ઉપર બેસી જાય છે અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા લાગે છે આ સાથે જ એવું પણ કહ્યું છે કે, તેઓ જેલની બહાર આવ્યા એમાં ભારતના લોકોની જીત છે.

અર્નબ ગોસ્વામીની સાથે જ આ બાબતે અન્ય બે આરોપીઓ નીતિશ શારદા અને ફિરોઝ મોહમ્મદ શેખને પણ જામીન આપી દેવામાં આવ્યા છે. અર્નબ ગોસ્વામીની અરજી પર સુનાવણી સમયે કોર્ટ દ્વારા ઉદ્ધવ સરકારને ફટકાર લગાવવામાં આવી છે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો રાજ્ય સરકાર દ્વારા કોઈને નિશાન બનાવવામાં આવે છે તો તેઓને તેમ થવું જોઈએ કે, આપણે તેમની સુરક્ષા કરીશું.
અર્નબ ગોસ્વામી પાસે લોઅર કોર્ટનો વિકલ્પ પણ છે, પણ તા. ૪ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ ધરપકડ થયા પછી જ અલીબાગ સેશન કોર્ટ

પરંતુ અલીબાગ કોર્ટ દ્વારા પોલીસ રિમાન્ડ નહી આપવામાં એટ અર્નબ ગોસ્વામીને જયુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં અર્નબની વકાલત કરી રહેલ સીનીયર વકીલ હરીશ સાલ્વેએ આ કેસમાં CBI તપાસની માંગ કરી છે. અર્નબ ગોસ્વામીની આ અરજી વિષે મહારાષ્ટ્ર સરકારે કેવીએટ દાખલ કરીને કહ્યું છે કે, તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ આપવો જોઈએ નહી.
બુધવારના દિવસે સુપ્રીમ કોર્ટની ટીપ્પણીઓ
લોકતંત્ર પર:
ભારતીય લોકતંત્ર અસાધારણ રીતે ફ્લેક્સિબલ છે. મહારાષ્ટ્ર સરકારએ આ બધી બાબતોને નજરઅંદાજ કરવી જોઈએ.
આઝાદી પર:

જો કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતાને નિયંત્રણ કરવામાં આવે છે તો આ ન્યાયનું અપમાન છે. શું મહારાષ્ટ્ર સરકારએ આ બાબતે કસ્ટડીમાં
લઈને પુછપરછ કરવાની આવશ્યકતા છે. આપણે વ્યક્તિગત આઝાદીના મુદ્દા વિરુદ્ધ લડવું પડે છે.
SC ની દરમિયાનગીરી કરવા પર:
આજે જો કોર્ટએ વચ્ચે ના આવી હોત તો આપણે વિનાશના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. આ વ્યક્તિને (અર્નબ) ભૂલી જવા. આપને
એમની વિચારધારા ગમતી નથી તો તે અમારી પર છોડી દો, અમે તેમની ચેનલ જોઈશું નહી. બધું જ અલગ રાખો.
રાજ્ય સરકાર:
જો આપણા રાજ્યની સરકાર આવી વ્યક્તિઓ માટે આવું જ કરી રહી છે, જેમને જેલમાં જવાનું છે તો પછી સુપ્રિમ કોર્ટએ દરમિયાન
=ગીરી કરવી જ પડશે.
હાઇકોર્ટ પર:
HCને એક મેસેજ આપવો પડશે. કૃપા કરીને, વ્યક્તિગત સ્વતંત્રતાને જાળવી રાખવા માટે પોતાના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવો. આવું અમે વારંવાર જોઈએ છીએ. કોર્ટ પોતાના અધિકાર ક્ષેત્ર નો ઉપયોગ કરવામાં સફળ રહી નથી. લોકો ટ્વીટ કરવા માટે પણ જેલમાં છે.
અર્નબ ગોસ્વામી પર માતા- પુત્રને સુસાઈડ કરવા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ.
#WATCH Republic TV Editor Arnab Goswami released from Mumbai’s Taloja Jail following Supreme Court order granting interim bail pic.twitter.com/YzGfIm3wGo
— ANI (@ANI) November 11, 2020
મુંબઈના ઇન્ટીરીયર ડિઝાઈનર અન્વય અને તેમની માતાને કહેવાતી રીતે આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી કરવાના આરોપમાં તા. ૪ નવેમ્બર, ૨૦૨૦ના રોજ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. શનિવારની રાત સુધી અર્નબ ગોસ્વામીને અલીબાગની એક શાળામાં બનેલ અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી રવિવારની સવારે તલોજા જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.
અર્નબ ગોસ્વામી બાબતે ગૃહમંત્રીને મળ્યા રામ કદમ.
ભાજપના ધારાસભ્ય રામ કદમે મંગળવારના રોજ અર્નબની ધરપકડ બાબતે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે એક પાત્ર આપ્યો હતો, આ પત્રમાં અર્નબની વિરુદ્ધ બદલાની ભાવનાથી કાર્યવાહી કરનાર પોલીસકર્મીઓની યોગ્ય તપાસ કરવા માટે આદેશ આપ્યો છે.

આ પત્રમાં લખ્યું છે કે, અર્નબ ગોસ્વામીની સાથે ધરપકડ કરતા સમયે ખરાબ વર્તન કરવામાં આવ્યું તેમજ તેની સાથે મારપીટ પણ કરવામાં
આવી. પોલીસકર્મીઓ બદલાની ભાવનાથી અર્નબ ગોસ્વામી સામે કાર્યવાહી કરી રહ્યા હતા. અર્નબ ગોસ્વામી સાથે કરવામાં આવેલ ખરાબ વર્તન જોઇને લોકો નારાજ થઈ ગયા છે. આ અયોગ્ય રીતે કરવામાં આવેલ કાર્યવાહીના લીધે આખો દેશ દુઃખી છે.
રિપબ્લિક ટીવીના ડીસ્ટ્રીબ્યુશન હેડ ઘનશ્યામ સિંહની ધરપકડ કરવામાં આવી છે. ઘનશ્યામ સિંહ રિપબ્લિક મીડિયા નેટવર્કના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેંન્ટ પણ છે. મુંબઈ પોલીસ સુત્રોના જણવ્યા મુજબ ઘનશ્યામ સિંહની સવારના સમયે ૭:૪૫ વાગે ઘનશ્યામ સિંહની તેમના ઘરેથી જ ધરપકડ કરવામાં આવી હતી. અર્નબ ગોસ્વામીના કેસમાં અત્યાર સુધી કુલ ૧૨ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ટીઆરપી કૌભાંડનો ઘટસ્ફોટ ગયા મહીને આ સમયે થયો હતો જયારે બ્રોડકાસ્ટ ઇન્ડિયન્સ રીસર્ચ કાઉન્સિલ (બાર્ક) હંસા રીસર્ચ ગ્રુપ દ્વારા આ ફરિયાદ કરીને આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ઘણી બધી ન્યુઝ ચેનલ્સ ટીઆરપી રેટિંગના આંકડાઓની સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જેલમાંથી બહાર નિકળતાની સાથે જ અર્નબ કારની ઉપર બેસી ગયા, અને કહ્યું કંઇક એવું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો