દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવના મોતના સમાચારો વાયરલ, સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનું ઘોડાપુર આવ્યું!

હાલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકો ખોટા ન્યૂઝ ફેલાવવા માટે ખુબ કરી રહ્યા છે. આ પહેલાં નરેશ કનોડિયાના મોતના પણ ખોટો સમાચાર વહેતા કર્યા હતા. જો કે બાદમાં નરેશનું અવસાન પણ થયું હતું. પરંતુ હવે ફરીથી કપિલ દેવને લઈ એક ખોટા ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવની તબિયત થોડા દિવસ પહેલાં ખરાબ થઈ ગઈ હતી. હાર્ટ એટેક આવ્યા બાદ તેઓનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે.

image soucre

આ બધાની વચ્ચે તેવામાં કોઈની મજાકને કારણે ભારતને પહેલો વર્લ્ડ કપ અપાવનાર કેપ્ટનના મોતની ખબરની અફવા સોશિયલ મીડિયામાં ઉડવા લાગી હતી. હાલના સમયમાં સોશિયલ મીડિયામાં કોઈપણ અફવા આગની જેમ ફેલાઈ જાય છે. અને અવારનવાર સેલિબ્રિટીની મોતની ખબર અંગે સતત આવી અફવાઓ ઉડતી રહે છે. તેવામાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવનું નામ પણ આ યાદીમાં જોડાઈ ગયું છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એ ખબર ટ્રેન્ડમાં છે. ટ્વીટર પર 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટન કપિલ દેવની મોતની ખબર અચાનક સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ હતી. થોડા દિવસ પહેલાં છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ કપિલ દેવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેઓની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. અને હવે તે રિકવર થઈ રહ્યા છે. મોતની અફવા વાઈરલ થતાં જ કપિલ દેવના સાથી મદન લાલ રોષે ભરાયા હતા. અને તેઓએ લખ્યું કે, મારા સાથીની મોતની ખબરની અફવા ખુબ જ ગેર જવાબદાર હરકત છે. મારો દોસ્ત એકદમ સ્વસ્થ છે અને ઝડપથી સાજો થઈ રહ્યો છે.

કપિલ દેવની ગણના વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે.કપિલે પોતાની કેરિયરમાં 131 ટેસ્ટ અને 225 વન ડે મેચ રમી છે.ટેસ્ટમાં કપિલે 5248 રન ફટકાર્યા છે અને 434 વિકેટો લીધી છે.જ્યારે વન ડે ઈન્ટરનેશનલમાં 3783 રન બનાવવા સાથે 253 વિકેટો મેળવી છે.કપિલે પોતાની આખરી ઈન્ટરનેશનલ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે ફરીદાબાદમાં રમી હતી.

image soucre

ભારતને પહેલી વખત વર્લ્ડ કપ જિતાડનાર દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો ત્યારે ફેન્સમાં ભારે ચિંતા વ્યાપી હતી અને લોકોએ 2020ને આકરી ગાળો પણ ભાંડી હતી. જો કે ત્યારબાદ તેને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેપ્ટન કપિલ દેવને એટેક આવ્યા બાદ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલમાં તેમની હાલત સ્થિર છે અને તે ખતરાથી બહાર છે.

Related Posts

0 Response to "દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવના મોતના સમાચારો વાયરલ, સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિનું ઘોડાપુર આવ્યું!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel