ગુજરાતમાં રસીકરણની તૈયારી પુરજોશમાં, પહેલાં કોને કોરોના વેક્સિન આપવી એ થઈ ગયું નક્કી, જાણી લો માહિતી
હાલમાં ગુજરાતમાં કોરોનાના બે સ્વરૂપ જોવા મળી રહ્યા છે. એક તરફ કેસમાં વધારો મુંજવી રહ્યો છે તો બીજી તરફ કોરોના વેક્સિનને લઈને પણ સારા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં રસીકરણની તડામાર તૈયારી ચાલી રહી છે. તો આવો જોઈએ કે કેવી રીતે ગુજરાતમાં રસી આપવામાં આવશે.
કોરોના વેક્સિનની ટ્રાયલ હાલમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. એ ઉપરાંત રાજ્યમાં વેક્સિન માટેનો સરવે પણ ચાલી રહ્યો છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં શહેરીજનોને મળતી થાય એવી શક્યતા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણને લગતી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી જ રહી છે. એ જ રીતે આંકડાની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં 300થી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જેમાં સારી વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈને પણ આડ અસર થઈ નથી. વેક્સિનની ટ્રાયલમાં ભાગ લેવા માટે વોલન્ટિયર પણ આ બાબતમાં વધારે રસ દાખવી રહ્યાં છે. હોસ્પિટલમાં મેડિસિન વિભાગને આ માટે રોજના 50થી વધુ ફોન કોલ્સ મળે છે. સોલા સિવિલમાં અત્યારસુધીમાં 60થી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ છે, જેમને કોઈ આડઅસર થઈ હોવાની કોઈ ફરિયાદ હજી સુધી નથી મળી. સામાન્ય રીતે ટ્રાયલ રસી લેવા માટે આવનારા લોકોનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે. તેમને ટ્રાયલ સહિત રસીની આડઅસર વિશે પણ માહિતગાર કરવામાં આવે છે.
મળતી વિગત પ્રમામે આગળ વાત કરીએ તો અત્યારે મ્યુનિ. તંત્રના 20 હજાર કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા એકઠો થયો છે, જ્યારે ખાનગી હોસ્પિટલના 10 હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સનો ડેટા પણ મેળવી લેવાયો છે. હજુ દશેક હજાર વધુ ડેટા મેળવાશે, એટલે ફર્સ્ટ ફેઝમાં કુલ 40 હજાર ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી અપાશે.
આ બાબતે વાત કરતાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી કહે છે કે, તંત્રના રસી આપવાના વિવિધ ફેઝ હેઠળ ફર્સ્ટ ફેઝમાં કોરોનાના દર્દીની સારવાર સાથે સીધી રીતે સંકળાયેલાં મ્યુનિસિપલ હોસ્પિટલ, મ્યુનિસિપલ અર્બન હેલ્થ સેન્ટર-કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતનો પેરામેડિકલ સ્ટાફ કોરોના સામેની લડતમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ હોઇ તેમને રસી અપાશે. તેમજ વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા રસી આપવાના કેન્દ્ર તરીકે હાલના શરૂઆતના તબક્કે 100 શાળાની પસંદગી કરી છે.
આ પસંદગી બાબતે વાત કરતાં ડૉ. સોલંકી કહે છે કે કોરોનાની રસીના સ્ટોરેજ માટે તંત્ર પાસે અર્બન હેલ્થ સેન્ટર સહિતનાં સ્થળોએ ILR મશીનની વ્યવસ્થા છે, જેને કારણે તંત્ર દ્વારા દરરોજ 50 હજાર વ્યક્તિને કોરોનાની રસી આપી શકાય તેમ છે. અત્યારે 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષ કરતાં ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોનો સરવે કરાઇ રહ્યો છે, જેમાં 700 શિક્ષક જોડાયા છે અને આ સરવે ચાર-પાંચ દિવસ સુધી ચાલે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતમાં રસીકરણની તૈયારી પુરજોશમાં, પહેલાં કોને કોરોના વેક્સિન આપવી એ થઈ ગયું નક્કી, જાણી લો માહિતી"
ટિપ્પણી પોસ્ટ કરો