ભારતના આ અનોખા મંદિરનું રસસ્ય સેંકડો વર્ષ બાદ પણ છે વણ ઉકેલ્યું, વૈજ્ઞાનિકોએ પણ હાથ કરી દીધા અદ્ધર
જો ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે તો તે ખોટું નહીં હોય. કારણકે અહીં એટલા બધા મંદિરો છે કે તમે ગણતા ગણતા થાકી જશો પણ ગણી નહીં શકો. આપણા દેશમાં ઘણા મંદિરો છે, જે તેમની ભવ્યતા અને અનખી માન્યતાઓ માટે જાણીતા છે.

આવું જ એક અનોખું મંદિર આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં પણ છે. આ મંદિરની સૌથી ખાસ અને રહસ્યમય બાબત એ છે કે તેનો એક સ્તંભ હવામાં લટકી રહ્યો છે, પરંતુ આજ સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી.
‘હેંગિંગ પીલર ટેમ્પલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે

આ મંદિરનું નામ લેપાક્ષી મંદિર છે, જેને ‘હેંગિંગ પીલર ટેમ્પલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં કુલ 70 થાંભલા છે, જેમાંથી એક સ્તંભ જમીન સાથે જોડાયેલ નથી. તે રહસ્યમય રીતે હવામાં લટકી રહ્યો છે. લેપાક્ષી મંદિરના અનોખા સ્તંભોને આકાશ સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં, એક સ્તંભ જમીનથી લગભગ અડધો ઇંચની ઉપર લટકેલો છે. એવું માનવામાં આવે છે કે થાંભલાની નીચેથી કંઇક પસાર કરી દેવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ જ કારણ છે કે અહીં આવતા લોકો થાંભલાની નીચેથી કાપડ કાઢે છે.
સ્તંભ પહેલા જમીન સાથે જોડાયેલ હતો

એવું કહેવામાં આવે છે કે મંદિરનો સ્તંભ પહેલા જમીન સાથે જોડાયેલ હતો, પરંતુ બ્રિટીશ એન્જિનિયરે એ જાણવા માટે કે આ મંદિર સ્તંભ પર કેવી રીતે સ્થિર ઉભુ છે, તેણે સ્તંભને હલાવી દીધો ત્યારથી જ આ સ્તંભ હવામાં ઝૂલી રહ્યો છે.

આ મંદિરમાં ઈષ્ટદેવ ભગવાન શીવના ક્રુર રૂપ વિરભદ્ર છે. વિરભદ્ર મહારાજ દક્ષના યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવ્યા હતા. આ સિવાય ભગવાન શિવના અન્ય સ્વરૂપો અર્ધનારીશ્વર, કંકાલ મૂર્તિ, દક્ષિણામૂર્તિ અને ત્રિપુરાતકેશ્વર પણ જોવા મળે છે. અહીં બિરાજમાન માતાને ભદ્રકાળી કહે છે.
16 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું આ મંદિર

કુર્માસેલમની ટેકરીઓ પર બનેલું આ મંદિર કાચબાના આકારમાં બન્યું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર 16 મી સદીમાં વિરુપન્ના અને વિરન્ના નામના બે ભાઈઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે વિજયનગરના રાજા સાથે કામ કરતા હતા. તેમ છતાં એક પૌરાણિક માન્યતા છે કે આ મંદિર ઋષી અગસ્ત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું.
આ મંદિરનો ઉલ્લેખ રામાયણમાં પણ છે

માન્યતાઓ અનુસાર, આ મંદિરનો ઉલ્લેખ રામાયણમાં પણ છે અને તે એ જ જગ્યા છે જ્યાં રાવણ સાથે લડ્યા બાદ જટાયુ ઘાયલ થયો હતો અને રામને રાવણનું સરનામું કહ્યું હતું. આ મંદિરમાં એક વિશાળ પદચિહ્ન પણ છે, જેને ત્રેતા યુગના સાક્ષી માનવામાં આવે છે. કેટલાક તેને ભગવાન રામનું પદચિહ્ન માને છે અને કેટલાક તેને માતા સીતાનું પદચિહ્ન માને છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ભારતના આ અનોખા મંદિરનું રસસ્ય સેંકડો વર્ષ બાદ પણ છે વણ ઉકેલ્યું, વૈજ્ઞાનિકોએ પણ હાથ કરી દીધા અદ્ધર"
ટિપ્પણી પોસ્ટ કરો