જબરજસ્ત ડિસ્કાઉન્ટમાં લેવી છે કાર? તો આ કંપનીની હાલમાં છે જોરદાર ઓફર, જેમાં થશે બહુ બધો લાભ

ટાટાની આ 4 જોરદાર કાર પર મળી રહ્યું છે અધધ ડીસ્કાઉન્ટ – જાણો શું છે ઓફર્સ

વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બેર મહિનામાં તેમજ નવા વર્ષના પહેલાં મહિનામાં એટલેકે જાન્યુઆરી મહિનામાં ઘણી બધી કાર કંપનીઓ પોતાની કારની ખરીદી પર ગ્રાહકોને મોટા પ્રમાણમાં છૂટ આપતી હોય છે. અને તેના કારણે જ આ બન્ને મહિનામાં કારનું વેચાણ ખૂબ વધી જાય છે. જાન્યુઆરી 2021માં ટાટા કંપની પણ પોતાની કેટલીક કાર્સના મોડેલ પર ભારે છૂટ આપી રહી છે. જો તમે પણ નવી કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ અને તમે ટાટાની કોઈ કાર લેવા માગતા હોવ તો તમને તેમાં ઘણું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

image source

જો તમે એક નવી કાર ખરીદવા માગતા હોવ તો વર્ષના પહેલા મહિનામાં તમને ઘણો લાભ થઈ શકે છે. વાસ્તવમાં ટાટા મોટર્સ આ મહિનામાં પોતાની ઘણી બધી કાર્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે, જ્યાં ગ્રાહકને 65000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. કંપની તરફથી જે કાર પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેમાં નેક્સન, ટીગોર, ટીઆગે અને હેરિયરનો સમાવેશ થાય છે. આજે તમને આ કાર પર મળી રહેલી બધી જ ઓફરો વિષે અમે જણાવી રહ્યા છીએ. આ વાંચીને તમે એ નક્કી કરી શકશો કે તમારા બજેટમાં કઈ કાર બેસ્ટ રહેશે. તો વાંચી નાખો આ સમાચાર.

ટાટા ટીઆગો

image source

ટાટા કંપની તરફથી ટીઆગો પર આ મહિનામાં કુલ 25000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે, તેમાં 15000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને 10000 રૂપબિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.

ટાટા ટીગોર

image source

ટાટા મોટર્સની તરફથી ટાટા ટીગોર પર કુલ 30000 રૂપિયા સુધીનું ડિસ્કાઉટ ઓફર કરવામાં આવી રહ્યું છે જેમાં 15000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને 15000 રૂપિયા સુધીનું એક્સચેંજ બોનસ મળી રહ્યું છે.

ટાટા હેરિયર

ટાટા હેરિયર, કેમો, ડાર્ક એડિશન, XZ+ અને XZA+ વેરિએન્ટ્સ ઉપરાંત ભધા જ મોડલ્સ પર કુલ 65000 રૂપિયા સુદીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, તેમાં 25000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 40000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.

image source

ટાટા હેરિયરઃ કેમો, ડાર્ક એડિશન, XZ, અને XZA+ વેરિએન્ટ્સ પર કુલ 40000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો કે, ઓફરમાં માત્ર 40,000 રૂપિયા સુધીનું જ એક્સચેન્જ બોનસ છે.

ટાટા નેક્સન ડિઝલ

image source

ટાટા મોટર્સ તરફથી ટાટા નેક્સનના ડીઝલ મોડલ પર કુલ 15000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જો કે આ ડિસ્કાઉન્ટમાં માત્ર 15000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ જ સમાવિષ્ટ છે. તેના મેનુઅલ અને ઓટોમેટિક બન્ને વેરિયન્ટ પર આ ઓફર આપવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "જબરજસ્ત ડિસ્કાઉન્ટમાં લેવી છે કાર? તો આ કંપનીની હાલમાં છે જોરદાર ઓફર, જેમાં થશે બહુ બધો લાભ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel