ગુજરાતીઓ માટે ગૌરવની વાત: અમેરિકામાં બાઈડનની ટીમમાં મૂળ કચ્છની રીમા શાહને મળ્યું મહત્વપૂર્ણ સ્થાન
ગુજરાતીઓ માટે છે આ ગૌરવની વાત, અમેરિકાના નવા પ્રમુખ બાઇડનની ટીમમાં મૂળ કચ્છના દુર્ગાપુરની યુવતી રીમા શાહ પણ થઈ સામેલ.
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાની ટીમની ઘોષણા કરી દીધી છે. સોમવારે એમને એ પ્રમુખોના નામનું એલાન કર્યું જે સરકારમાં એમની સાથે રહેશે. આમાં લાંબા સમય સુધી વિદેશ નીતિ સલાહકાર રહેલા એંથની બ્લીન્કેન અને જોન કેરી પણ સામેલ છે. બાઇડનની નવી ટીમમાં સામેલ મોટા ભાગના નામ બરાક ઓબામાની ટીમનો ભાગ પણ રહી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા પ્રમુખ જો બાઇડન 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરશે. હવે ભારત માટે ગર્વની વાત એ છે કે એમને જાહેર કરેલી પોતાની ટીમમાં બે ગુજરાતીઓન સહિત 20 ભારતીયોને કાઉન્સિલની વિશેષ જવાબદારી સોંપાઇ છે, જેમાં મૂળ માંડવી તાલુકાના દુર્ગાપુરના જૈન પરિવારની રીમા શાહનું નામ પણ સામેલ છે. રીમાં શાહ 31 વર્ષની યુવા વયે ડેપ્યુટી એસોસિયેટ્સ કાઉન્સેલના મહત્ત્વના હોદ્દા પર ફરજ નિભાવશે. આમ તેમના સિલેક્શન પછી ગુજરાતીઓની છાતી ગર્વથી ફૂલી ઉઠી છે.

રીમાં શાહ મૂળ તો કચ્છના દુર્ગાપુરના વતની છે પણ હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં મોલના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન પરિવારમાં રહે છે. અને આ રીમા શાહની ડેપ્યુટી એસોસિયેટ્સ તરીકે વરણી કરાઇ છે. પ્રીતિબેન ભરત ચનાની પુત્રીને આ ગૌરવવંતું સ્થાન મળતાં વિશા ઓસવાળ મૂર્તિ પૂજક જૈન સમાજમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

બીજી એક ગૌરવવંતી વાત છે કે થોડા સમય અગાઉ ઓહિયા સ્ટેટની ચૂંટણીમાં મૂળ ભુજના નીરજ અંતાણી સેનેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. એટલું જ નહીં નીરજ અંતાણીએ સૌથી યુવા વયના સેનેટર તરીકેનું બહુમાન પણ મેળવ્યું હતું. હવે મૂળ દુર્ગાપુરની યુવતીને મહત્ત્વની જવાબદારી સોંપાતાં અમેરિકામાં કચ્છનું તેમજ ગુજરાતનું અને સાથે સાથે ભારતનું નામ પણ રોશન થયું છે.

આ સિવાય અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ભારતવંશની નિરા ટંદેનને બાઇડનની નીતિઓ પર અમ્લની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવશે. એ સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ નામના થીંક ટેન્ક પ્રેસિડેન્ટ અને સીઈઓ છે.

બાઇડને પોતાની ટીમની ઘોષણા કરતા કહ્યું કે “જ્યારે વાત રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિની આવે છે તો અમારી પાસે વેડફવા માટે સમય નથી. મારી ટીમમાં સામેલ દરેક વ્યક્તિ અનુભવી છે અને જાણે કે સંકટની સ્થિતિમાં કેવી રીતે કામ કરવું. અમે બધા અમેરિકાના લોકોની સેવા કરીશું અને ન્યાયપૂર્ણ અને સંયુક્ત દેશ તૈયાર કરવાની દિશામાં કામ કરીશું. તમને જણાવી દઈએ કે ભલે બાઇડને પોતાની ટીમની ઘોષણા મરી દીધી પણ સીનેટ એને સ્વીકારે એ જરૂરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતીઓ માટે ગૌરવની વાત: અમેરિકામાં બાઈડનની ટીમમાં મૂળ કચ્છની રીમા શાહને મળ્યું મહત્વપૂર્ણ સ્થાન"
ટિપ્પણી પોસ્ટ કરો