રાત્રે શૂટિંગ, અને બ્રેક સમયમાં સ્ટડી કરતી હતી હિના ખાન, 20 વર્ષની ઉંમરમાં જ ઘરના લોકોને કીધા વગર નિકળીને કર્યુ હતુ…
રાત્રે શુટીંગ, અને બ્રેકમાં સ્ટડી કરતી હતી ટેલિવિઝનની આ અભિનેત્રી, 20 વર્ષની ઉંમરમાં જ ઘરના લોકોને કીધા વગર આવી ગઈ હતી મુંબઈ. કસોટી જિંદગી કે અને યે રિશ્તા ક્યાં કહેલાતા હે જેવી ટીવી સિરીયલનો ભાગ રહી ચુકેલી હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે.

એ ફેન્સ સાથે પોતાની કોઈને કોઈ સ્ટોરી કે ફોટા શેર કરતી રહે છે. એવામાં એમને હવે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટરગલિંગ લાઈફ વિશે જણાવ્યું છે. એક્ટ્રેસે લખ્યું છે કે એ ઘરમાં કોઈને જણાવ્યા વગર જ મુંબઈ આવી ગઈ હતી. ત્યારે એમની ઉંમર ફક્ત 20 વર્ષની હતી. આ ઉંમરમાં જ એમને પોતાના કરિયરની શરૂઆત કરી દીધી હતી. અભિનેત્રીએ બીજા પણ ઘણા ખુલાસા કર્યા છે…

હિના ખાન આજના સમયમાં ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. હીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે એમના માતાપિતા એમને દિલ્લી મોકલવામાં પણ ગભરાતા હતા. એક્ટ્રેસ આગળ લખે છે કે એ એક રૂઢિવાદી કશ્મીરી પરિવારમાંથી આવે છે. જ્યાં એક્ટ્રેસ બનવાનું ક્યારેય પણ ઓપશન નથી આપવામાં આવતું. એમના માતા પિતા એમને દિલ્લી અભ્યાસ માટે જવાની પરવાનગી પણ નહોતા આપતા પણ એમને ગમે તેમ કરીને એમને મનાવી લીધા

હિના જણાવે છે કે એકવાર એમના એક મિત્રને સિરિયલ માટે ઓડિશન આપવાની વાત કરી. પહેલા તો સાંભળતાની સાથે જ એમને ના પાડી દીધી પણ પછી ઓડિશન આપી દીધું અને કાસ્ટિંગ ડાયરેકટરને એ ખૂબ જ પસંદ આવી ગઈ. એ પછી એક્ટ્રેસને કોલ આવ્યો કે એમને લીડ રોલ માટે સિલેક્ટ કરવામાં આવી છે અને એ પછી હિના પોતાના માતાપિતાને જણાવ્યા વગર જ મુંબઈ આવી ગઈ. ત્યારે એ ફક્ત 20 વર્ષની હતી.

હિના ખાને આગળ એ પણ જણાવ્યું કે મુંબઇમાં રહેવા માટે એમની પ્રોડક્શન હાઉસવાળાએ મદદ કરી હતી અને સીરિયલમાં કામ અને મુંબઈ વાળી વાત એમના પિતાને જણાવવામાં એમને ઘણા અઠવાડિયા લાગ્યા હતા. એ કારણે એમના પિતા થોડા નારાજ હતા. એમના સગાસંબંધીઓએ એમના માતા પિતા સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તો બીજી બાજુ હીનાનો શો સફળતાની ઊંચાઈઓને સ્પર્શી રહ્યો હતો. થોડા સમય પછી એમના પિતાએ એમને કહ્યું કે એ એક્ટિંગ ત્યારે જ કરી શકશે જ્યારે એ પોતાનો અભ્યાસ પૂરો કરી લે.

હિના કહે છે કે થોડા સમય પછી એમના માતા પિતા મુંબઈ શિફ્ટ થઈ ગયા. એ આખી રાત શૂટ કરતી હતી અને બ્રેકસમાં અભ્યાસ પૂરો કરતી હતી. જ્યારે એક્ઝામ હોય ત્યારે એ દિલ્લી જતી હતી. એમને એમની માતાને કહ્યું કે ટેંશન નાઓ પણ એમના માટે આ સરળ નહોતું. ઘણા વર્ષો સુધી એમનો શો નંબર વન રહ્યો અને એમને કેમેરા સાથે ધીમે ધીમે પ્રેમ થઈ ગયો.

એટલું જ નહીં હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાના અને રોકીના રિલેશનશિપ વિશે પણ લખ્યું અને કહ્યું કે જ્યારે એમને પોતાના માતા પિતાને રોકી વિશે જણાવ્યું તો એ એમના માટે ઘણું જ શોકિંગ હતું. કારણ કે એમના પરિવારમાં બધાએ જ અરેન્જ મેરેજ કર્યા છે. પણ એક્ટ્રેસે એમને સમય આપ્યો અને હવે માહોલ એવો છે કે લોકો એમના કરતા રોકીને વધુ પ્રેમ કરે છે.

પોતાના કામને લઈને એક્ટ્રેસે કહ્યું કે એમને વર્ષ 2019માં ટીવી શોને ટાટા બાય બાય કર્યું અને ફિલ્મોમાં કામ કરવાનું રિસ્ક લીધું. આ વર્ષે એમને ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી. એમને પોતાના માતા પિતાને જણાવ્યું કે વેબ સિરીઝમાં એક કિસિંગ સીન છે ,જેના પર મન ત્યારે હા પાડી જ્યારે માતા પિતા એ સમજી ગયા કે આ પાત્રની માંગ છે

હિના ખાને જણાવ્યું કે એમને ઇન્ડસ્ટ્રીમાં 11 વર્ષ પુરા થઈ ચૂક્યા છે. એમને કહ્યું કે એમને ક્યારેય આશા નહોતી કે શ્રીનગરમાં ભણતી નાનકડી છોકરી કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેશે. હિના ખાને આગળ લખ્યું છે કે એમને પોતાની જાત પર ગર્વ છે, એમના આખા પરિવારમાં કોઈ એકટર કે એક્ટ્રેસ નથી બન્યું અને કોઈએ જ બીજા ધર્મના વ્યક્તિ સાથે પ્રેમ કે લગ્ન નથી કર્યા. એમને પોતાના જીવવાની રીત પર ગર્વ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રાત્રે શૂટિંગ, અને બ્રેક સમયમાં સ્ટડી કરતી હતી હિના ખાન, 20 વર્ષની ઉંમરમાં જ ઘરના લોકોને કીધા વગર નિકળીને કર્યુ હતુ…"
ટિપ્પણી પોસ્ટ કરો