જાણો એક થીયેટરનો માલિક એક મહિનામાં કેટલી કરે છે કમાણી, આંકડો છે ચોંકાવનારો
એક સિનેમા ઘરનો માલિક એક મહિનામાં કેટલી કમાણી કરે છે? ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. સિનેમા ઘરના માલિકની કેટલી કમાણી હોય છે? આ જાણવા માટે, સૌ પ્રથમ, તે જાણવું જરૂરી છે કે થિયેટરોમાં કોઈપણ ફિલ્મ કેવી રીતે બતાવવામાં આવે છે. આ સિવાય તમને એ વાતની પણ જાણકારી હોવી જોઈએ કે સીનેમાં ઘરોના માલિકોને ફિલ્મ બતાવવા માટે ક્યાં ક્યાં માપદંડોનું પાલન કરવાનું હોય છે. સાથે જ મૂવી અથવા મૂવી ડિસ્ટ્રીબ્યુટર સાથે કરાર કરવો પડશે.
ડિસ્ટ્રીબ્યુટર સિનેમા હોલના માલિકોનો સંપર્ક કરે છે

જો આપણે ઉદાહરણ દ્વારા આ સમજીએ તો. માની લો કે કોઈ નવી ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર રિલીઝ માટે સિનેમા હોલના માલિકોનો સંપર્ક કરે છે. અહીં પર બોલી લગાવવામાં આવે છે. દર અઠવાડિયે અને દર મહિને કેટલું કલેક્શન કરવાનું હોય છે.

ઉદાહરણ તરીકે, માની લો એક સપ્તાહમાં એક સિનેમાઘરનો માલિક 50 લાખ કલેક્શન કરવાની બોલી લગાવશે. સામાન્ય રીતે આ મૂલ્ય એ વાત પર આધાર રાખે છે કે, મૂવી જોવા માટે લોકો કેટલા ઉત્સાહી છે. સાથે થિયેટર હાઉસફૂલ કેટલા દિવસ રહેશે. માની લો કે 1 સિનેમા હોલમાં ચાર થિયેટરો હોય છે. જેમાં આશરે 200 બેઠકો હોય છે. જે પ્રતિ ટિકિટ રૂ 80, રૂ 100, રૂ 150, રૂ 350 હોઈ શકે છે.
5 થી 8% કમિશન સિનેમા હોલના માલિકને મળે છે

ચાલો ધારી લઈએ કે સરેરાશ ટિકિટનો ભાવ 170 રૂપિયા છે. જો એક જ મૂવી જુદા જુદા સમયે ચારેય થિયેટરોમાં લગાવવામાં આવે છે અને મૂવી હાઉસફૂલ ચાલે છે. ત્યારે લગભગ 200 × 4 = 800 લોકો થિયેટરમાં ફિલ્મનો આનંદ માણે છે. જેમા 800 × 170 = 136000 રૂપિયાનું કલેક્શન થાય છે. જો કે, જો ચારેય થિયેટરો દરરોજ દિવસમાં 3 થી 4 શો ચલાવે છે. તો આ રકમ આશરે 8 થી 9 લાખ સુધી પહોંચી જાય છે. પરંતુ આમાંથી, ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર સાથેના કરાર અનુસાર 5 થી 8% કમિશનના ભાગરુપે એક સિનેમા હોલનો માલિક રાખે છે. જો કોઈ ફિલ્મ સરેરાશ 1 દિવસમાં રૂપિયા 8 લાખ સુધીનુ કલેક્શન કરે છે, તો તેનું કમિશન સિનેમા હોલના માલિકને સરેરાશ માની લઈએ 7% રહે છે. આ સ્થિતિમાં સિનેમાના માલિકની 1 દિવસની કમાણી
આ રીતે નક્કી થાય છે ફિલ્મની કમાણી

= 800000 × 7/100 = રૂ 56000 ની આસપાસ થાય છે, ઘણીવાર ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર થિયેટર અથવા સિનેમાઘરોના માલિકને 10 થી 15% કમિશન ચૂકવે છે. જેથી આંકડો વધુ મોટો થઈ શકે છે. કોઈપણ સુપર ડુપર હિટ ફિલ્મ થિયેટરોના માલિકોને દિવસના રૂ. 80000 થી લઈને રૂ. 100000 સુધીની કમણી કરીને આપે છે. આના આધારે ફિલ્મના વિતરકો નાણાં એકત્રિત કરે છે. જેનાથી આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે આ ફિલ્મે એક અઠવાડિયામાં આટલા કરોડની કમાણી કરી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો એક થીયેટરનો માલિક એક મહિનામાં કેટલી કરે છે કમાણી, આંકડો છે ચોંકાવનારો"
ટિપ્પણી પોસ્ટ કરો